પહેલાના જમાનામાં આપણે વ્યક્તિની ઉંમર વાળ કેટલા સફેદ થાય છે તે પરથી કહી શકતા હતા, પરંતુ આજકાલ કાળા વાળ ક્યારે સફેદ થઈ જાય છે તે ખબર પણ પડતી નથી. ઘણા બાળકોને પણ વાળ સફેદ થઇ જાય છે, જાણે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય.
મોટાભાગના લોકો સફેદ વાળ છુપાવવા માટે કલર કરાવે છે. આના કારણે વાળ કાળા તો થાય છે, પરંતુ નુકસાન પણ થાય છે. વાળની કુદરતી ચમકથી લઈને વાળના ટેક્સચર સુધીની દરેક વસ્તુને અસર થાય છે. આવી સ્થિતિમાં, તમે ઘરેલું ઉપચાર કરીને આ સમસ્યાને ઓછી કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
બદામનો ઉપયોગ કરો : એવી કહેવત છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. એટલા માટે ડોકટરો દરરોજ 2-5 બદામ ખાવાની સલાહ આપે છે. તેવી જ રીતે, તમે ચહેરા અને વાળની સમસ્યાઓ ઘટાડવા માટે પણ બદામનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને સફેદ વાળ માટે બદામનો ઉપયોગ અસરકારક છે.
બદામ શા માટે?તો બદામમાં કૈટેલેઝ જોવા મળે છે, જે વાળને સફેદ થતા અટકાવે છે. આ સિવાય તેમાં રહેલું કોપર મેલાનિન ઉત્પન્ન કરે છે, જેનાથી સફેદ વાળ થતા નથી. આ જ કારણ છે કે બદામ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે.
સામગ્રી : પાણી અને 1 મુઠ્ઠી બદામ. બદામને પાણીમાં આખીરાત માટે પલાળીને રાખો. બીજા દિવસે સવારે તેને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવો. હવે બદામના રસને ચાળણીથી ગાળી લો. લો તમારી સફેદ વાળનો નુસખો તૈયાર છે.
કેવી રીતે ઉપયોગ કરવું : સૌપ્રથમ તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. પછી બદામના રસનો ઉપયોગ કરીને તમારા વાળને ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર વાળમાં લગાવો અને પછી તેનું પરિણામ જુઓ.
બ્લેક કોફીનો ઉપયોગ કરો : ઘણીવાર તમે ઘણા લોકોને બ્લેક કોફી પીતા જોયા હશે. સફેદ વાળને ઓછા કરવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે 2-3 કપ પાણી અને 4-5 ચમચી કોફી પાવડર ની જરૂર પડશે. સૌ પ્રથમ 2-3 કપ પાણીને ઉકાળો. હવે બીજો કપ લો. તેમાં પાણી ઉમેરો અને પછી ઉપર 4-5 ચમચી કોફી પાવડર ઉમેરો.
હવે આ કોફીને ગરમ પાણીમાં નાખો. પછી તેને ઠંડુ થવા દો. હવે આ બ્લેક કોફીને તમારા વાળમાં લગાવો. લગભગ અડધા કલાક રાખીને, પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર બ્લેક કોફી વાળમાં લગાવો. તમારા વાળ કાળા થવા લાગશે.
આ કામ ન કરો : સફેદ વાળ ન થાય તે માટે તમારે વાળમાં તેલ લગાવવું જ જોઈએ. આ ફક્ત તમારા વાળને સફેદ થતા અટકાવશે નહીં પણ તેને મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. તેલ લગાવવા માટે તમે સરસોનું અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.
વાળનું સફેદ થાય ત્યારે તે સંકેત આપે છે કે તમારે હવે કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. ખાસ કરીને એવા શેમ્પૂનો ઉપયોગ કરવાનું ટાળો જેમાં સલ્ફેટ હોય. આ વાળ માટે ખૂબ જ નુકસાનકારક છે.
આપણી ખાવા-પીવાની સીધી અસર આપણા શરીરની સાથે સાથે વાળ અને ત્વચા પર પણ પડે છે. એટલા માટે તમારે તમારા આહારમાં આવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ, જેમાં મેલાનિન જોવા મળે છે.
હેર કેર રૂટિનનું જરૂર પાલન કરવું જોઈએ. આ વાળને નુકસાન થતા અટકાવે છે. આશા છે કે તમને અમારી આ જાણકારી ગમી હશે. આવી જ ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.