how to teach child to do homework
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામાન્ય રીતે, જયારે ઘરમાં નાના બાળકો હોય તો ઘરને સંભાળવું એક મોટો પડકાર બની જાય છે. માતા તેના રોજિંદા જીવનનો મોટાભાગનો સમય વસ્તુઓને ગોઠવવામાં વિતાવે છે, જેના કારણે તેના મનમાં ઘણી વાર ચીડ આવે છે.

ઘણી વખત, હતાશામાં મહિલાઓ તેમના બાળકો પર ગુસ્સે થવા લાગે છે. તે જ સમયે, બાળક માતા સાથે ઉપયોગી સમય વિતાવા માંગે છે અને જ્યારે માતા ઘરના કામમાં વ્યસ્ત હોય ત્યારે માતા બાળકને સમય આપી શકતી નથી.

જો તમે પણ આવી પરિસ્થિતિથી બચવા માંગતા હોવ અને તમારા બાળકને વ્યવસ્થિત શીખવવા માંગતા હોવ તો બાળકોને કેટલાક નાના-નાના કામોને આપીને આ કામ તમે સરળતાથી કરી શકાય છે.

બાળકોને આ રીતે કામ આપો : બાળકને પથારી વ્યવસ્થિત કરવી, કપડાં ઠીક કરવા, અલમારીમાં વસ્તુઓ યોગ્ય રીતે મૂકવી, તેના રમકડાં ગોઠવવા જેવા નાના-નાના કામો આપો. જો બાળકો કોઈ કામમાં થોડું ખોટું પણ કરે છે અથવા કામમાં વાર લાગે છે તો તેમને બોલશો નહીં.

જો બાળકને કામમાં થોડી મુશ્કેલી પડી રહી છે તો તમે તેને મદદ કરો. જ્યારે બાળકને આપવામાં આવેલ કામો પૂરા થઈ જાય, ત્યારે તેના વખાણ કરવાનું ભૂલશો નહીં, આનાથી તે ભવિષ્યમાં વધારે સારું કરવા માટે પ્રોત્સાહિત થશે.

બાળકોને મદદ કરો : શરૂઆતમાં, જયારે પણ તમે કોઈ કામ આપો છો ત્યારે તે કામ યોગ્ય રીતે કરી શકતા નથી. ઘણીવાર બાળકો તે કામને યોગ્ય રીતે સમજી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમે બાળકને મદદ કરો.

બાળકને કેવી રીતે કપડા ગોઠવવા, હેંગરમાં કેવી રીતે મૂકવા જેવી વસ્તુઓ કેવી રીતે કરવી તે શીખવો. જોડીમાં મોજાં કેવી રીતે મુકવા જેથી તે ખોવાઈ ન જાય. પુસ્તકોને બુક શેલ્ફ પર મૂકતી વખતે, તેમને બતાવો કે પુસ્તકોને યોગ્ય ક્રમમાં કેવી રીતે ગોઠવવા, પહેલા નાના, પછી મોટા અને પછી તેના કરતા મોટા.

મ્યુઝિકથી બાળકોનો મૂડ બનાવો : બાળકોને ઘરનું કામ કરવામાં કંટાળો આવે છે. તેથી જ જ્યારે તમે તેમને આવું કામ આપો ત્યારે તેમનું મનપસંદ સંગીત વગાડો. તમે કામ કરતા વચ્ચે બાળક સાથે ડાન્સ પણ કરી શકો છો. આનાથી બાળક કામ પણ શીખે છે અને કામ કરતી વખતે તેને કંટાળો પણ નહીં આવે.

રમતા રમતા બાળકો શીખશે : બાળકોને નવા કામ ગેમની જેમ જ શીખવો. જેમ કે, તમે બાળકને કહો કે, તે રીતે તેના બધા જૂતા ચંપલના શૂ લાઈનમાં 5 મિનિટમાં મૂકે છે, પછી તમે તેને તેનું મનપસંદ ખાવાનું બનાવીને ખવડાવશો.

કપડા સુકાવવાના હોય તો બાળક કેવી રીતે હેંગર પર અને સ્ટેન્ડ પર નાખી શકે છે. જે રીતે જાદુગરો બાળકોનું મનોરંજન કરે છે તેવી જ રીતે આ કામ બાળકને કહો. જ્યારે બાળક કામ પૂરું કરે છે , ત્યારે તેના વખાણ કરો અને નાનું ઇનામ પણ આપો, જેથી બાળક ભવિષ્યમાં ઘરના કામ કરવાનું શીખી જાય.

કામ શીખવાના મોટા ફાયદા : જ્યારે બાળકો ઘરકામ શીખી જાય છે ત્યારે તેમાં વધારે આત્મવિશ્વાસ આવે છે. તેમને પોતાના પર ભરોસો હોય છે કે તેઓ પોતાની જાતે જ કામ કરી શકે છે. તેની અસર બાળકોની બોડી લેંગ્વેજમાં પણ જોવા મળે છે.

જ્યારે બાળકો કોઈપણન કામ કરે છે ત્યારે તેઓ વધારે જવાબદારી અનુભવે છે અને કામ સારી રીતે કરવા માટે પણ સજાગ રહે છે. કામ કરતી વખતે બાળકને તેની શક્તિ અને ખામીઓનો અહેસાસ થાય છે, તેના કારણે બાળકો પણ તેમના નબળા પાસાઓને સુધારવાનો પ્રયાસ કરે છે.

બાળકો કોઈપણ કામ કરતી વખતે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને જ્યારે તેઓ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધે છે, ત્યારે તેઓ ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવાથી પણ ડરતા નથી.

તો અમને આશા છે કે આ લેખ તમને જરૂર ગમ્યો હશે. જો તમે પણ બાળકને આ ટિપ્સની મદદ લઈને કામ શીખવાડશો તો ચોક્કસ તે શીખી જશે. આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો .

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા