how to remove stickers from new steel utensils
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

()જ્યારે આપણે બજારમાંથી નવા વાસણો ખરીદીને લાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે વાસણો પર સ્ટીકર ચોંટાડેલું હોય છે. ઘણા લોકો આ સ્ટીકરને નીકાળવા માટે ઘણી ટિપ્સ અપનાવે છે. ઘણી વખત લોકો ચપ્પુ અથવા ધારદાર વસ્તુથી વાસણમાંથી સ્ટીકર નીકળવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વાસણ પર સ્ક્રેચના નિશાન પડી જાય છે.

આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે વાસણમાંથી સ્ટીકર દૂર કરતી વખતે સ્ક્રેચ ના પડે તો આ ટિપ્સ તમારા માટે છે. અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે મિનિટોમાં નવા વાસણોમાંથી સ્ટીકર દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ વાસણોની ચમક કેવી રીતે જાળવી શકાય.

(1) વિનેગર : તમે રસોઈ બનાવવા માટે અથવા ઘરની સફાઈ કરવા માટે ઘણી વખત વિનેગરનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેના ઉપયોગ કરીને નવા વાસણો પર ચોંટેલા સ્ટીકરોને પણ મિનિટોમાં દૂર કરી શકો છો.

આ માટે સૌથી પહેલા 2 કપ હૂંફાળું પાણી લો અને તેમાં 2 ચમચી વિનેગર નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ મિશ્રણને ચોંટેલા સ્ટીકરવાળી જગ્યા પર લગાવો અને તેને કોટનથી ઘસો. જો તમે ઈચ્છો તો રૂ ને આ મિશ્રણમાં ડુબાડીને પણ સ્ટીકરવાળા ભાગ પર ઘસી શકો છો.

(2) નેઇલ પેઇન્ટ રીમુવર : તમે નેઇલ પેઇન્ટ રીમુવરમોં ઉપયોગ કરીને નવા સ્ટેનલેસ સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણોમાંથી સ્ટીકરને દૂર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ, સ્ટીકરવાળા ભાગ પર પાણીના થોડા ટીપાં નાખીને 2 મિનિટ રહેવા દો. પછી સ્ટીકર પર નેલ પેઇન્ટ રીમુવર રેડો અને તેને રૂ થી ઘસો. સ્ટીકર નીકળી ગયા પછી કપડાથી સાફ કરી લો.

(3) ડીટરજન્ટ પાવડર : કપડા ધોવા માટે તમે દરરોજ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરતા જ હશો પરંતુ તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ નવા વાસણોમાંથી સ્ટીકર સરળતાથી નીકાળવા માટે પણ કરી શકો છો અને વાસણોને સ્ક્રેચ પડવાથી પણ બચાવી શકો છો.

આ માટે સૌ પ્રથમ, 2 લિટર પાણીમાં 3 ચમચી ડિટર્જન્ટ પાવડર નાખીને ફીણ આવે ત્યાં સુધી હલાવો. હવે આ પાણીમાં નવા સ્ટીલના વાસણને મૂકીને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. પછી, સ્ટીકરને હાથથી ઘસીને દૂર કરો.

(4) ખાવાનો સોડા : તમે બેકિંગ સોડાથી પણ નો ઉપયોગ કરીને પણ નવા સ્ટેનલેસ સ્ટીલ અથવા કોઈપણ પ્લાસ્ટિકના વાસણમાંથી સ્ટીકરને કોઈપણ સ્ક્રેચ પડ્યા વગર નીકાળી શકો છો.

આ માટે સૌથી પહેલા એક વાસણમાં, રસોઈમાં ઉપયોગ કરતા હોય તે 2-3 ચમચી તેલ નાખો. તેલમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્ટીકર પર લગાવો અને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી કોટનથી અથવા કપડાથી ઘસીને સાફ કરો. સ્ટીકર દૂર થઇ જશે.

હવે જયારે પણ તમે સ્ટીલનું કોઈ નવું વાસણ ખરીદીને ઘરે લાવો છો તો કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ કરશો નહીં. આ ચાર ટિપ્સમાંથી કોઈપણ એક ટિપ્સને અનુસરો. જો તમને આ જનકતી ઉપયોગી લાગી હોય તો રસોનીદુનિયા સાથે જોડાયેલા રહો.