ઘરને સાફ રાખવું ખૂબ જ સરળ છે પરંતુ દિવસભર ટોયલેટ સાફ રાખવું મહિલાઓ માટે થોડું મુશ્કેલ બની જાય છે. કારણ કે શૌચાલયનો ઉપયોગ ઘરમાં દરેક વ્યક્તિ આખો દિવસ કરે છે, જેના કારણે ટોયલેટ સીટ પર બેક્ટેરિયા ઉદ્ભવે છે અને તે ઘણી બીમારીઓનું કારણ બની જાય છે.
ટોઇલેટ સીટ પર પેશાબના પીળા ડાઘ પડી જાય છે, તેથી બહારના ક્લીનરનો વારંવાર ઉપયોગ કરવો થોડો મોંઘો પડે છે. પરંતુ આજે અમે તમને ગંદા અને પીળા ટોયલેટને સાફ કરવા માટે હોમમેઇડ ક્લીનરની રેસિપી જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જૂની ટોયલેટ સીટને ચમકદાર બનાવી શકો છો.
(1) ડીટરજન્ટ સાથે ક્લીનર બનાવો : 1 કપ ડીટરજન્ટ, 6 ચમચી સફેદ વિનેગર, 1 બોટલ હૂંફાળું પાણી અને 1 બ્રશ.
બનાવવાની રીત : ઘરે ક્લીનર બનાવવા માટે, તમે બોટલમાં ડીટરજન્ટ નાખો. પછી તેમાં નવશેકું પાણી ઉમેરો અને બોટલને બંધ કરીને સારી રીતે મિક્સ કરો. પછી બોટલમાં સફેદ વિનેગર નાખો અને આ ક્લીનરની મદદથી ટોયલેટ સાફ કરો. તેનાથી ડાઘા તો સાફ થશે જ સાથે તમારી ટોયલેટ સીટ પણ ચમકશે.
(2) ગ્લિસરીન અને ઠંડા પીણાથી ટોયલેટ ચમકાવો : 1 કપ સફેદ વિનેગર, 1 કપ ગ્લિસરીન, 1 બોટલ કોલ્ડ ડ્રિન્ક, 3 લીંબુ રસ, 2 ચમચી ઓલિવ તેલ.
બનાવવાની રીત : ગ્લિસરીનથી ક્લીનર બનાવવા માટે, સૌ પ્રથમ એક કોલ્ડ ડ્રિન્કની બોટલ લો. પછી તેમાં વિનેગર ઉમેરીને મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને તેલ જેવી અન્ય વસ્તુઓ ઉમેરીને તેને એક શીશીમાં સ્ટોર કરો. જ્યારે તમારે આ ક્લીનરનો ઉપયોગ કરો ત્યારે પહેલા તેને સારી રીતે મિક્સ કરી લો.
(3) ખાવાનો સોડા વડે હોમમેઇડ ક્લીનર બનાવો : 1 કપ ખાવાનો સોડા, 1 કપ પાણી, 1/2 કપ મીઠું,
100 ગ્રામ લીમડાનું તેલ.
બનાવવાની રીત : તેને બનાવવા માટે, એક ખાલી બોટલ લો અને તેમાં ખાવાનો સોડા અને અન્ય સામગ્રી નાખો. પછી સારી રીતે મિક્સ કરીને બોટલમાં સારી રીતે સ્ટોર કરી લો. આનાથી ટોયલેટ સાફ કરવા માટે તેને સીટ પર રેડો અને 10 મિનિટ માટે છોડી દો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
તમે આ 3 માંથી કોઇ એક ઉપાય અજમાવીને તમારા ટોયલેટને સારી રીતે સાફ કરી શકો છો. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમે આવી દરરોજ ઉપયોગમાં આવે તેવી જાણકારી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.