how to increase blood in body in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો કોઈ સ્ત્રીનો ચહેરો સારો હોય તો તેને સુંદર કહેવાય છે અને ચહેરાની સુંદરતા મોટે ભાગે ગાલના રંગ પર આધાર રાખે છે. કહેવાય છે કે ગાલ પર લાલાશ દેખાતી હોય તો સુંદર હોવાની નિશાની છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય વિચાર આવ્યો છે કે ગાલને લાલ કેવી રીતે કરી શકાય?

જો કે, આ બ્યુટી પાર્લરમાં જઈને પણ કરી શકાય છે, પરંતુ જો તમે આ કુદરતી રીતે કરવા માંગતા હોય તો તેના માટે તમારે તમારા શરીરનું લોહી વધારવું પડશે. તો લોહી વધારવા માટે તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર પડશે.

જો કે ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલાક એવા ફળ છે જેના સેવનથી ન માત્ર લોહી વધે છે પરંતુ બીજા પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. તો આવો જાણીએ કયા એવા ફળ છે જેને ખાવાથી તમે તમારા ગાલ કુદરતી રીતે લાલ કરી શકો છો.

દાડમ : લોહી વધારવા માટે દાડમથી સારું બીજું કોઈ ફળ હોઈ શકે નહીં. તે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને દાણાદાર હોય છે. તમે તેને સલાડ, શાક અને રાયતામાં નાખીને ખાઈ શકો છો.

જો તમે ઈચ્છો તો દાડમનો રસ કાઢીને પણ પી શકો છો અથવા તેને છોલીને સીધું પણ ખાઈ શકો છો. દાડમમાં વિટામિન, પોટેશિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ હોય છે અને આયર્નનો સારો સ્ત્રોત હોવાને કારણે દાડમ શરીરમાં લોહી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સફરજન : તમે સફરજન સાથે જોડાયેલી એક કહેવત તો સાંભળી જ હશે કે, ‘દરરોજનું એક સફરજન તમને ડૉક્ટરથી દૂર રાખે છે’. આ કહેવત સફરજન પર એકદમ બંધબેસે છે. સફરજનમાં સ્વાસ્થ્ય લાભોનો ભંડાર છુપાયેલો છે. સફરજનને છોલ્યા વગર જ ખાવું જોઈએ પરંતુ તમે તેને બીજી રીતે પણ ખાઈ શકો છો.

જેમ કે તમે સવારના નાસ્તામાં સફરજનનો મુરબ્બો બનાવીને ખાઈ શકો છો. જો તમને સફરજનનો રસ ગમતો હોય તો જ્યુસ પંપી શકો છો, તેનાથી પણ ફાયદો થશે. આ સાથે તમે સફરજનને દહીંમાં નાખીને અથવા ઓટ્સમાં નાખીને પણ તેનું સેવન કરી શકો છો.

બીટ : જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો બીટ પણ ફાયદાકારક છે. તમે દરરોજ બીટ ખાઈ શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે બીટ ફક્ત સવારે અથવા બપોરે ખાવું જોઈએ કારણ કે તે ઠંડુ છે અને તેનાથી શરદી થઇ શકે છે. બીટ પણ દાડમની જેમ તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે.

દ્રાક્ષ : જો તમે દ્રાક્ષ ખાઓ છો તો તે ખૂબ જ સારી છે અને જો તમે ન ખાતા હોવ તો ખાવાનું શરૂ કરો કારણ કે તે પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન અને આયર્ન જેવા તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને સીધી પણ ખાઈ શકો છો અને દહીંમાં દ્રાક્ષ ઉમેરીને પણ ખાઈ શકો છો.

ગાજર : ગાજર શરીરમાં લોહી વધારનારૂ છે. તમે તમારા આહારમાં ગાજરનું સેવન ઘણી રીતે કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તો તેનું શાક પણ બનાવી શકો છો, આ સિવાય ગાજર અને બીટનો મિશ્ર રસ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

કો તમને પણ લોહીની ઉણપ છે તો તમે આ ફળોનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. શરીરમાં લોહી હશે તો તમારા ગાલ પણ કુદરતી રીતે લાલ દેખાવા લાગશે. આવી જ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા