ઘણી વાર બાળકોને પણ વડીલોની જેમ ગુસ્સો આવે છે. પરંતુ જ્યારે બાળકો ગુસ્સે થાય છે ત્યારે તે માતાપિતા અને બાળકો બંને માટે મુશ્કેલ બની જાય છે. કેટલાક બાળકો સરળતાથી નિરાશ થઈ ને બેસી જાય છે. તેઓ નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. ચીસો પાડે છે અથવા તો આક્રમક પણ બની શકે છે.
ક્યારેક તો બાળકોના ગુસ્સાને પણ કાબૂમાં રાખવો માતાપિતા માટે મુશ્કેલ બની જાય છે. તેમના બાળકને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થતા જોવું માતાપિતા માટે પણ તણાવપૂર્ણ હોઈ શકે છે. જો તમારુ બાળક નિરાશ થઈ જાય છે અથવા નાનકડી ઘટનાઓ પર ચીસો પાડે છે અથવા હિંસક બની જાય છે, તો તમે જાણી ગયા હશો કે આજે અમે શેના વિશે વાત કરવાના છીએ.
જો તમારું બાળક ખુબ જ ગુસ્સે થઈ જાય છે અને જો તમારા બાળકના ગુસ્સાથી સંબંધો અને જીવનની ગુણવત્તા પર અસર પડે છે તો, તો તેમને તેમની ભાવનાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવવું મહત્વપૂર્ણ છે.
બાળકને સમજવું જરૂરી છે : સામાન્ય ઘણી વાર આપણે બાળકોમાં ચીસો પાડવી, રડવું અથવા ગુસ્સામાં વસ્તુઓ ફેંકી દેવી વગેરે પ્રકારનું વર્તન જોઈએ છીએ. બાળકોને તેમના ગુસ્સા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવવું ખૂબ જ જરૂરી છે. બાળકને ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી બનાવવું એ કોઈ લક્ષ્ય નથી પણ એક જીવનનો એક મહત્વનો ભાગ છે.
એક ક્ષણ જ્યાં તમને લાગશે કે બાળક તેના ગુસ્સાને કંટ્રોલ કરી રહ્યું છે, બીજી જ ક્ષણે તમને લાગશે કે તમે ખોટા હતા. બાળકના ગુસ્સા માટે, માતાપિતાએ પહેલા સ્વીકારવું જોઈએ કે ગુસ્સો એ તમારા બાળક માટે વ્યક્ત કરવા માટેની લાગણી છે અને બાળકને ગુસ્સાને સારી રીતે સમજવા માટે તમારી મદદની જરૂર પડશે.
અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા બંને વચ્ચે વાતચીત થશે, જ્યારે તમે તમારા બાળક સાથે ખુલીને વાત કરશો અને જાણવાનો પ્રયાસ કરશો કે વાસ્તવમાં સમસ્યા શું છે. જ્યારે તમે ધીરજ, સમજણથી કામ લેશો તો, તમારા દ્વારા આપવામાં આવેલ સંદેશ બાળક સમજી શકશે અને તમે પણ દરરોજ તેનામાં બદલાવનો અનુભવ કરશો.
બાળકને શીખવો કેવી રીતે વ્યક્ત કરવું : જ્યારે કોઈ બાળકને ગુસ્સો આવે છે, ત્યારે તે ઘણી વખત પોતાની લાગણીને વ્યક્ત નથી કરી શકતું અને તે બૂમો પાડીને અથવા ગેરવર્તન કરીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. બાળકોને તેમની લાગણીઓ બહાર લાવવામાં મદદ કરો અને આ ત્યારે શક્ય છે જ્યારે તમે બાળકને સુખ, ઉદાસી, ભય, ઉદાસી જેવી લાગણીના શબ્દો શીખવાડશો.
જ્યારે બાળક ડરેલું લાગે છે ત્યારે તેને પૂછો કે તું આજે તારામાં ડર દેખાય છે. જ્યારે તમે તમારા બાળકની લાગણીઓને સમજો છો ત્યારે બાળક પણ પોતાની જાતને વ્યક્ત કરવાનું શીખે છે જેથી તેઓ ગુસ્સે થવાને બદલે તમારી સાથે વાત કરવાનું પસંદ કરે છે.
શાંત કેવી રીતે થવું તે શીખવો : ગુસ્સાનું કારણ જાણવું ખુબ જ જરૂરી છે, આ સાથે જ સારી ટિપ્સની અપનાવીને તમે બાળકોના વર્તનને બદલી શકશો. બાળકોને શીખવો કે, જયારે તેને ગુસ્સો આવવા લાગે ત્યારે શું કરવું. ઉદાહરણ તરીકે, જ્યારે તેઓ હતાશ હોય ત્યારે વસ્તુઓ ફેંકી દેવાને બદલે, તેઓ તેમના રૂમમાં અથવા કોઈ શાંત જગ્યાએ જાય.
જ્યાં સુધી તેઓનો ગુસ્સો શાંત ના થાય ત્યાં સુધી તેમને રંગપૂરણી અથવા કોઈ એવી પ્રવૃત્તિ કરવા માટે કહો જે તેને વધારે પસંદ હોય. આમ કરવાથી, તે શાંત પણ થશે, પોતાની જાતને ગુસ્સાથી નિયંત્રિત કરવાનું પણ શીખશે અને ભવિષ્યમાં કામોની જવાબદારી લેવાનું પણ સારી રીતે શીખશે.
ગુસ્સો શાંત કરવા માટે ઉપાયો જણાવો : બાળકને દરેક પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો તે શીખવો. તમારા ગુસ્સાનો સામનો કરવા માટે, બાળકને શીખવાડો કે ઊંડો શ્વાસ લો અથવા ચાલવા જાવ. તમે તેમને 10 ગણવા માટે પણ કહી શકો છો અથવા કોઈ મોટિવેશન વાક્ય ને વારંવાર બોલવાથી પણ ગુસ્સો શાંત થાય છે.
ગુસ્સો માટે થર્મોમીટર બનાવો : બાળક સાથે રમતગમતમાં જ કેટલી પ્રવૃત્તિઓ કરીને બાળકના ગુસ્સાને હકારાત્મક રીતે નિયંત્રિત કરી શકાય છે. ગુસ્સોવાળા થર્મોમીટરથી બાળકોને ઓળખવામાં મદદ કરે છે કે તેઓનો ગુસ્સો વધી રહ્યો છે.
આ માટે કાગળના એક ટુકડા પર મોટું થર્મોમીટર દોરો. શૂન્યથી શરૂ કરો અને થર્મોમીટર નંબર 10 સુધીની સંખ્યા ભરો. બાળકને કહો કે જ્યારે તાપમાન વધે છે ત્યારે શરીર પર કેવી રીતે નકારાત્મક અસર પડે છે અને જ્યારે તાપમાન નીચે જાય છે ત્યારે તે કેટલો શાંતનો અનુભવ થાય છે.
થર્મોમીટર પર, શૂન્યનો અર્થ થાય છે કે કોઈ ગુસ્સો નહીં. 5 નો અર્થ મધ્યમ ગુસ્સો અને 10 નો અર્થ થાય છે સૌથી વધુ ગુસ્સો. રમત રમતમાં બાળકને સમજાવો અને પૂછો કે જયારે થર્મોમીટર પર પારો વધે ત્યારે તેઓ કેવું અનુભવે છે. આમ કરવાથી, જ્યારે બાળક ગુસ્સે થશે, ત્યારે તે સમજી શકશે કે તાપમાન વધે ત્યારે તે કેવું અનુભવે છે અને ગુસ્સો ઘટાડવા માટે તેણે શું કરવું જોઈએ.
તેમની જીદ ના માનો : ઘણી વખત, જ્યારે બાળક તેની કોઈ જીદ પર અડઘ રહે છે ત્યારે તે પરિસ્થિતિમાં માતા-પિતા માટે તેમની જીદ સ્વીકારવી સૌથી સરળ છે અને આ તે ભૂલ છે જેનો બાળકો ભવિષ્યમાં પણ સહારો લે છે. જો બાળક મોલમાં રમકડું લેવા માટે રડે છે, તો તેને ચૂપ કરવા માટે તે વસ્તુ ખરીદશો નહીં. તેમને શાંતિથી સમજાવો કે આવી જીદ ભવિષ્યમાં તેમના વર્તનમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે.
હિંસક મીડિયાથી દૂર રહો : આજકાલ બાળકોને ફોન અને ટીવીનો લગાવ દિવસે દિવસે વધતો જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ જાણવું જોઈએ કે તેમનું બાળક શું જોઈ રહ્યું છે. ઘણા એવા વિડિયો, સિરિયલો અને ગેમ્સ ઇન્ટરનેટ પર છે જે જોઈને બાળકમાં આક્રમકતા વધી શકે છે અને હિંસ્સાક બનાવી શકે છે.
ઘણા સંશોધનો દર્શાવે છે કે હિંસક મીડિયા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકને મોબાઈલથી દૂર રાખવા માટે, કોઈ પુસ્તકનું વાંચન ઉપરાંત કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ કરવા અથવા બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો.
અમે આશા રાખીએ છીએ કે તમને આજની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. જો તમે પણ આવી જ બીજી માહિતી ઘરે બેઠા વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.