how does stress affect weight
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં ઈચ્છા વગર પણ તણાવ આપણા જીવનનો ભાગ બની ગયો છે. જીવનના દરેક તબક્કે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતને કારણને લઈને તણાવમાં રહે છે. જો કે દરેક વ્યક્તિ તણાવથી દૂર રહેવાની સલાહ તો આપે છે, પરંતુ વાસ્તવમાં તે એટલું સરળ નથી. તણાવની અસર આપણા શરીરમાં દેખાવા લાગે છે.

આપણું માનસિક સ્વાસ્થ્ય તણાવથી પ્રભાવિત થાય છે. આ સિવાય પણ અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ અંગે એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે તણાવ અને વજન વચ્ચે શું સંબંધ હોય છે? શું તણાવથી વધે કે ઘટે? શું તણાવથી વજન પર અસર કરે છે કે પછી એક દંતકથા છે, આ બધા પ્રશ્નોના જવાબો તમને આ લેખમાં મળશે.

શું તણાવથી વજન વધે છે? તણાવને કારણે આપણું વજન વધશે કે ઘટશે, તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર કરે છે કે તણાવ દરમિયાન આપણી ખાવાની આદતોમાં શું બદલાવ આવે છે. ઘણા લોકો તણાવ દરમિયાન ખાવા-પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે, જ્યારે કેટલાક લોકો તણાવમાં વધુમાં વધુ ખાવાનું શરૂ કરી દે છે.

જ્યારે આપણે તણાવમાં વધુ ખાવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણું વજન વધવા લાગે છે. પરંતુ જ્યારે આપણે તણાવ દરમિયાન ખાવા-પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દઈએ છીએ, ત્યારે તે આપણું મેટાબોલિજ્મ ધીમું થઇ જાય છે અને વજનમાં વધારો કરે છે.

આ સંબંધ છે: આપણા શરીરમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન હોય છે. આની સીધી અસર આપણી ભૂખ પર પડે છે. આ કારણોસર, ઘણી વખત આપણે તણાવમાં વધુ ખાવાનું શરૂ કરીએ છીએ અથવા આપણી ભૂખ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. કેટલાક લોકો માટે ખોરાક એ સ્ટ્રેસ બસ્ટર છે. તેમને તણાવ દરમિયાન કંઈપણ ખાવાથી રાહત મળે છે. તેઓ પોતે પણ જાણતા નથી કે તેઓ તણાવમાં કેટલું ખાય છે.

શા માટે તણાવમાં ખાવાથી રાહત મળે છે? કેટલાક લોકો જ્યારે તણાવમાં ખોરાક ખાય છે ત્યારે સારું લાગે છે. તેનાથી તેમના શરીરમાં હાજર હેપ્પી હોર્મોન ટ્રિગર થાય છે. ટ્રિપ્ટોફૈન એ હેપ્પી હોર્મોન છે. આ હોર્મોન કેળા, ચેરી, ચોકલેટ અને બીજી ઘણી વસ્તુઓમાં જોવા મળે છે. જે લોકો તણાવમાં વધુ ખાય છે તેની પાછળ આ જ કારણ છે.

તો આ હતો તણાવ સાથે વજન ઘટવાનો અને વધવાનો સબંધ. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શું તણાવ લેવાથી વજન ઘટે છે કે વજન વધે છે, તમારો પણ પ્રશ્ન છે તો આ લેખ તમારા માટે છે”

Comments are closed.