homemade scrub for face for all skin types
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચહેરાને માત્ર ફ્રેશ વોશથી ધોવાથી કામ પૂરું નથી થઇ જતું. તમારે પણ સ્ક્રબિંગ કરવું જોઈએ, કારણ કે તે ડેડ સ્કિનને દૂર કરે છે જે તમારા ચહેરાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. છિદ્રોને બંધ કરવા માટે પણ સ્ક્રબિંગ કરવાની જરૂર પડે છે. દરેક સ્કિન ટાઈપ પ્રમાણે સ્ક્રબ પણ અલગ-અલગ હોય છે. ચાલો જાણીએ ત્વચાના પ્રકાર પ્રમાણે ઘરે સ્ક્રબ કેવી રીતે બનાવી શકાય.

(1) ઓઈલી ત્વચા માટે સ્ક્રબ : ઓઈલી સ્કિન ત્વચાની ઘણી સમસ્યાઓ સાથે લઈને આવે છે. ખાસ કરીને બ્લેક હેડ્સ વધુ થવા લાગે છે. આ માટે 1 ચમચી કોફી અને 1 ચમચી દહીંની જરૂર પડશે. આ માટે એક નાની વાટકીમાં 1 ચમચી કોફી અને 1 ચમચી દહીં નાખીને મિક્સ કરો. તમારો હોમમેઇડ સ્ક્રબ તૈયાર છે.

સ્ક્રબનો ઉપયોગ કેવી રીતે કરવો? સૌ પ્રથમ આંગળીના ટેરવા પર થોડું સ્ક્રબ લગાવો અને ત્વચાને બે મિનિટ સુધી સ્ક્રબ કરો. લગભગ પાંચ મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબ રાખો અને પછી ત્વચાને હૂંફાળા પાણીથી સાફ કરો. હવે ત્વચા પર જેલ મોઇશ્ચરાઇઝર લગાવો જેથી ત્વચા ડ્રાય ન રહે.

(2) ડ્રાયસ્કિન માટે સ્ક્રબ (શુષ્ક ત્વચા માટે સ્ક્રબ) : જ્યારે શુષ્ક ત્વચાની વાત આવે ત્યારે મહિલાઓ ત્વચાને એક્સફોલિયેટ કરતી નથી, કારણ કે તે ત્વચાને વધારે શુષ્ક બનાવે છે. જો કે, દરેક સ્કિન ટાઇપવાળી સ્ત્રીઓએ સ્ક્રબ કરવું જ જોઈએ. સ્કિનના પ્રકાર પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકાય છે.

સામગ્રી : 1 ચમચી દૂધ અને 2 ચમચી પાઉડર ખાંડ. હવે એક નાની વાટકીમાં 1 ચમચી દૂધ રેડો. હવે તેમાં 2 ચમચી દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો. શુષ્ક ત્વચા માટેનું સ્ક્રબ તૈયાર છે.

સ્ક્રબનો ઉપયોગ કેવી રીતે કરવો? આ સ્ક્રબને તમારા ચહેરા પર લગાવો અને ગોળ ગતિમાં આંગળીઓ ફેરવતા મસાજ કરો. ધ્યાન રાખો કે, આંખોની આસપાસ સ્ક્રબ ન લગાવો. હવે એક ટુવાલ ભીનો કરીને તેની મદદથી ચહેરો સાફ કરો. ત્વચા પરથી સ્ક્રબ દૂર કરતી વખતે વધુ પડતું ચહેરા પર દબાણ ન કરો. નહીં તો ત્વચા છોલાઈ શકે છે. છેલ્લે તમારા ચહેરા પર થોડું પાણી છાંટો.

(3) બંને ટાઇપની ત્વચા માટે સ્ક્રબ : કોમ્બિનેશન સ્કિનનો અસરથ થાય છે ઉપર જણાવેલી 2 ટાઇપની સ્કિનનું મિશ્રણ. એટલે કે જે લોકોની સ્કિન ટાઈપ કોમ્બિનેશન હોય છે તેમનો ચહેરો ઓઈલી પણ હોય છે અને શુષ્ક પણ હોય છે.

સામગ્રી : 2-3 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ અને અડધી ચમચી ખાંડ. સૌ પ્રથમ આર્ક વાટકીમાં ઉપર જણાવ્યા મુજબ વસ્તુઓને ઉમેરીને મિક્સ કરો. કોમ્બિનેશન સ્કિન માટેનું સ્ક્રબ તૈયાર છે.

કેવી રીતે ઉપયગો કરવો ?સૌથી પહેલા તમારા હાથને સારી રીતે ધોઈને સાફ કરો. હવે આંગળીઓ પર થોડું સ્ક્રબ લઈને તેને તમારી ત્વચા પર લગાવો. ફક્ત તમારી આંગળીઓથી સારી રીતે ચહેરા પર માલિશ કરો. લગભગ 5-7 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.

આ બાબતો જાણવી પણ જરૂરી છે : તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્ક્રબિંગ કરતી વખતે ત્વચાને વધારે ઘસવું ન જોઈએ. જો તમે ત્વચામાં સ્ક્રબ દબાવીને ઘસો છો તો ત્વચા છોલવા લાગે છે.

સ્ક્રબિંગ પછી મોઇશ્ચરાઇઝર અથવા સ્કિન ટોનિંગ લગાવવું ખૂબ જ જરૂરી છે. ચહેરા પર જો પહેલેથી મેકઅપ કરેલો છે તો તેને દૂર કર્યા પહેલા સ્ક્રબ ન કરવું જોઈએ. આશા છે કે તમને અમારી આ માહિતિ ઉપયોગી થશે. આવી જ વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા