વધતી જતી ઉંમર સાથે દરેક વ્યક્તિના શરીરમાં ઘણા ફેરફારો થતા જોવા મળે છે. આમાંથી એક છે સફેદ વાળ. જો કે પહેલા એક સમય હતો જ્યારે વૃદ્ધાવસ્થામાં એટલે કે 50-60 વર્ષની ઉંમર પછી જ વાળ સફેદ થઈ જતા હતા પરંતુ આજના સમયમાં એવું બિલકુલ નથી.
આપણી જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે હવે વાળ સમય પહેલા સફેદ થઈ જાય છે. હવે તો બાળકોને પણ સફેદ વાળની સમસ્યા પરેશાન કરી રહી છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમને બજારમાં ઘણી પ્રોડક્ટ મળી જશે, પરંતુ તેનાથી વાળને કોઈ ફાયદો થતો નથી.
આવી સ્થિતિમાં તમે આ સમસ્યાને ઓછી કરવા માટે મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો, તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ કરીને આ સફેદ વાળને ઓછા કરી શકો છો.
વાળ માટે કરી મીઠા લીમડાના પત્તાના ફાયદા : મીઠા લીમડાના પાન વાળને સફેદ થતા અટકાવી શકે છે. આ પાંદડા મેલેનિન ઉત્પન્ન કરવાનું કામ કરે છે, જે વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે. મેલેનિનની ઉણપને કારણે વાળ સફેદ થવા લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે વાળ માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરો છો તો તમારા વાળ ઝડપથી સફેદ થતા નથી. આ સાથે તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં આ પાન ખુબ જ મદદ કરે છે. જો તમારા વાળ પહેલેથી જ સફેદ છે તો તે ફરીથી કાળા નહીં થાય. પરંતુ વધતા સફેદ વાળને વધતા અટકાવે છે
મીઠા લીમડાનો માસ્ક માટે સામગ્રી
- 10-12 મીઠા લીમડાના પાન
- 2 ચમચી નાળિયેર તેલ
- 5-7 લીમડાના પાન
- 2 વિટામિન-ઇ કેપ્સ્યુલ્સ
- 2 ચમચી દહીં
મીઠા લીમડાનો પાંદડાનો હેર માસ્ક કેવી રીતે બનાવવો
સૌપ્રથમ મીઠા લીમડાના પાન અને લીમડાના પાનને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો. હવે બીજા બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, વિટામીન-ઈ કેપ્સ્યુલ્સ અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને સહેજ ગરમ કરો.
હવે તેને થોડું ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થઇ જાય છે ત્યારે તેમાં મીઠા લીમડાના પાન અને લીમડાના પાનનું મિશ્રણ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. તો તૈયાર થઇ ગયો છે તમારો હેર માસ્ક.
હેર માસ્ક કેવી રીતે લગાવવો તો, પહેલા વાળને સારી રીતે ધોઈને સુકવી લો. હવે હળવા હાથે તેને વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. લગભગ એક કલાક વાળમાં રાખ્યા પછી વાળને સારી રીતે પાણીથી ધોઈ લો.
તમે આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો, તમને ચોક્કસ તેની અસર એક મહિનામાં દેખાવમાં લાગશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, સમય કાઢીને લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર.