homemade ceiling fan cleaner
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે દરરોજ ઘરની સાફ સફાઈ કરીએ છીએ, પરંતુ તેમ છતાં ઘરના અમુક ભાગમાં ધૂળ તો રહી જ જાય છે. પંખો પણ આવા ભાગોમાંથી એક છે. વાસ્તવમાં આપણે ઘર સાફ કરીએ છીએ પણ દરરોજ પંખા સાફ કરવું આપણા માટે શક્ય નથી. આ જ કારણે પંખો થોડા દિવસ પછી સફેદમાંથી કાળો થઈ જાય છે.

તો આજે અમે તમને પંખાને સાફ કરવા માટે આવા ઘરેલુ ક્લીનર કેવી રીતે બનાવી શકાય તે માટેની રીત શીખવીશું, જે તમારા પંખાને એકદમ નવો કરી દેશે. તો ચાલો જાણીએ કે ગંદા પંખાને કેવી રીતે સાફ કરવો.

સૌ પ્રથમ કરો આ કામ : પંખા પર પહેલેથી ધૂળ અને માટી હોય છે તેથી તેના પર સીધું ક્લીનર લગાવીને સાફ કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમારે પંખાને ક્લીનરથી સાફ કરતા પહેલા તેના પર રહેલી ધૂળ અને માટી સાફ કરવી પડશે. ધૂળ અને માટીને દૂર કરવા માટેનો સૂકા કપડાનો ઉપયોગ કરો.

ઘરે ક્લીનર બનાવવાની રીત : હોમમેઇડ ક્લીનર બનાવવા માટે તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર છે. બેકિંગ સોડા અને વિનેગરમાંથી બનાવેલ હોમમેઇડ ક્લીનર આખા પંખાને નવા જેવો બનાવવા માટે સસ્તો અને સારો ઉપાય છે. તમારે ફક્ત 1 બાઉલમાં વિનેગર લેવાનું છે અને તેમાં 1 ચમચી ખાવાનો સોડા ઉમેરીને એક સોલ્યુશન બનાવવાનું છે.

આ ક્લિનરની મદદથી. જ્યાં પાંખો વધુ ગંદો લાગે છે તે જગ્યા પર લગાવીને 5 મિનિટ સુધી રહેવા દો. પછી ભીના કપડાની મદદથી પંખાને સાફ કરી લો. તમે જોશો કે બધા ગંદા ડાઘ દૂર થઈ ગયા હશે.

વિનેગર સિવાય તમે લીંબુ પાણીથી પણ સોલ્યુશન બનાવીને લગાવી શકો છો. લીંબુ અને ખાવાનો સોડા મિક્સ કરીને પણ એક સ્ટ્રોંગ ક્લીનર બને છે જેનો ઉપયોગ ઘરના બીજા કામો માટે પણ કરી શકાય છે.

આ પદ્ધતિ પણ અનુસરો : કેટલીકવાર ઘરની સફાઈ કરતી વખતે આપણી પાસે પંખાને સાફ કરવા માટે વધુ સમય નથી હોતો. આવી સ્થિતિમાં તમે ગરમ પાણીમાં ડિટર્જન્ટ ઉમેરીને પણ પંખાને પણ સાફ કરી શકો છો.

જો તમારા પંખાનો કલર નીકળી ગયો હોય તો તમે તેને બજારમાંથી પોલિશ ખરીદીને પણ ઘરે પોલીશ કરીને પંખાને ચમકાવી શકો છો. તમે મીઠાના પાણીથી પણ પંખાને સાફ કરી શકો છો. આ માટે ફક્ત 1 કપ પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરવાનું છે.

તો આ કેટલીક એવી ટિપ્સ હતી જેની મદદથી તમે ગંદા પંખાને સરળતાથી સાફને નવાની જેમ ચમકાવી શકો છો. ઘરની સાફ સફાઈ સબંધિત આવી જ વધુ ટીપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા