home things expiry date
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીઓની આ આદત હોય છે કે જ્યાં સુધી કોઈ વસ્તુ બગડે અથવા ફાટી ન જાય અથવા તે નકામું ના થઈ જાય કે તૂટે ત્યાં સુધી તે તેનો ઉપયોગ કરતી રહે છે. એટલે કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેનો આપણે વર્ષો સુધી ઉપયોગ કરતા આવ્યા છીએ.

જો કે આ આદત સારી જ છે પરંતુ આપણે દરરોજ આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણા જીવનનો મહત્વનો ભાગ છે પરંતુ તેની એક્સપાયરી ડેટ નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે દવાની એક્સપાયરી ડેટ હોય છે તે જ રીતે ઘરમાં કેટલીક વસ્તુઓની પણ એક્સપાયરી ડેટ હોય છે ભલે તે વસ્તુઓ ખરાબ ના થઇ હોય.

તો આજે અમે તમને જણાવીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનો અપને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જેને થોડા સમય પછી તમારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને દૂર કરી દેવી જોઈએ.

ટુવાલ : કેટલીક સ્ત્રીઓ ટુવાલ ખરીદ્યા પછી વિચારે છે કે ચાલો હવે તેને ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ સુધી ખરીદવો નહિ પડે, પણ આ તમારો વિચાર ખોટો છે. ટુવાલ ઓછામાં ઓછા એક વર્ષ પછી બદલવો જોઈએ.

જો તેનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો તેની કોમળતા સમાપ્ત થઈ જાય છે અને તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આપણો સફાઈ ટુવાલ જ ઘણા જંતુઓથી ભરેલો હોય છે. તેથી તેને 1-2 વર્ષથી વધારે સમય માટે ટુવાલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ટૂથબ્રશ : જ્યાં સુધી ટૂથબ્રશ બરછટ ના થી જાય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરતા રહીએ છીએ. પરંતુ ટૂથબ્રશનું આયુષ્ય માત્ર 3 થી 4 મહિનાનું હોય છે. તમ તે વાતની ખાતરી કરો કે તમે તમારા દાંત પર જે બ્રશનો ઉપયોગ કરો છો તે મુલાયમ હોય છે. એટલા માટે તમારે ઓછામાં ઓછા 3 થી 4 મહિને બ્રશ બદલી કાઢવું જોઈએ.

કાંસકો : હેર બ્રશનો દરરોજ ઉપયોગ થતી વસ્તુ છે અને ખૂબ જ ઝડપથી ગંદા થઈ જાય છે. તેને અઠવાડિયામાં એકવાર તો ધોવા જોઈએ. આ સિવાય તેનો ઉપયોગ એક વર્ષથી વધારે સમય માટે ના કરવો જોઈએ. જે રીતે ટુવાલનો ઉપયોગ ફક્ત એક વર્ષ માટે જ કરવો જોઈએ તેવી જ રીતે વાળ માટે ઉપયોગમાં લેવાતો કાંસકો ઓછામાં ઓછા 6 મહિના પછી બદલી દેવો જોઈએ.

આ એટલા માટે છે કારણ કે કાંસકાનો વધારે ઉપયોગ કરવાથી બ્રશના દાંતા તીક્ષ્ણ થઈ જાય છે અને તે તમારા માથાની ચામડીને નુકસાન પહોંચાડે છે. આ સિવાય જો કાંસકો વધારે ગંદો રહે છે તો તમને સ્કિન ઈન્ફેક્શનથી લઈને ત્વચાના રોગો થઈ શકે છે. વાળ ખરવાનું ખાસ કારણ હેરબ્રશ પણ હોઈ શકે છે.

ઓશીકું : જ્યાં સુધી ઓશીકું ના બોલે ત્યાં સુધી આપણે એને છોડતા નથી. ઘણા ઘરોમાં વર્ષોથી ઓશીકાનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપયોગને કારણે ઓશીકું ધૂળ અને ગંદકીનું ઘર બની જાય છે.

અને તેનો આકાર બદલવાથી ગરદનમાં દુખાવો થાય છે. તેથી ઓશીંકુને 2 થી 3 વર્ષમાં બદલવું જોઈએ. તેનાથી ઉધરસ, ઇન્ફેક્શન અને વારંવાર શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે .

બીજી વસ્તુઓ : ચંપલ ખૂબ જ ઝડપથી ફંગલ ઇન્ફેક્શન ફેલાવે છે. સમય સમય પર તેને ધોવાનું ચાલુ રાખવું જોઈએ અને ચંપલ દર 6 મહિને બદલવું જોઈએ. બાથ સ્પંજની એક્સપાયરી ડેટ 2 અઠવાડિયાની હોય છે. બાથ સ્પોન્જ પર ખુબ જ ઓછા સમયમાં ફંગસ લાગવાની શરુ થઇ જાય છે.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ કિચન ટિપ્સ, અવનવી રેસિપી, બ્યુટી ટિપ્સ અને યોગા સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા