આપણે ચહેરાની ચામડીનું જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું ધ્યાન આપણા પગની ચામડી પર નથી આપી શકતા. જેના કારણે પગની ત્વચા કાળી થવા લાગે છે અને ક્યારેક એટલી કાળી થઈ જાય છે કે તેને ફરીથી સફેદ કરવી અઘરું બની જાય છે.
જો કે, બજારમાં પગની સંભાળ રાખવાની ઘણી પ્રોડક્ટ્સ આવી ગઈ છે, જે દાવો કરે છે કે તેનો ઉપયોગ કરવાથી તમારા પગની કાળાશ દૂર થાય છે અને પગ સફેદ થાય છે. પરંતુ તે પ્રોડક્ટ એટલા અસરકારક નથી હોતા અને વધુ ખર્ચાળ હોય છે.
જો તમે ઇચ્છો તો ઘરે બેઠા એક સરળ ઉપાય કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પગને સફેદ કરવા માટે તમારે ઘરના રસોડામાં રાખેલા બેકિંગ સોડાની જરૂર પડશે. ચાલો તમને આ ઘરેલુ નુસ્ખા વિશે જણાવીએ.
સામગ્રી : 1 કપ પાણી, 1 મોટી ચમચી બેકિંગ સોડા, 1 નાની ચમચી એલોવેરા જેલ અને 1 નાની ચમચી મીઠું.
વિધિ : એલોવેરા જેલમાં બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને પગ પર ઘસો. 2 થી 3 મિનિટ સુધી પગને સારી રીતે સ્ક્રબ કર્યા પછી પગને હુંફાળા પાણીમાં નાખીને 2 મિનિટ સુધી રહેવા દો. પછી, ટુવાલથી પગ લૂછી લો અને નારિયેળ તેલથી પગને મસાજ કરો. જો તમે પગને નિયમિતપણે આ રીતે સાફ કરશો તો અઠવાડિયામાં તમારા પગ સફેદ થવા લાગશે.
આ વાતનું ધ્યાન રાખો : તમારા પગ પર બેકિંગ સોડાને લાંબા સમય સુધી લગાવેલું ના રાખોકારણ કે તેનાથી તમારા પગ પર નાની ફોલ્લીઓ થઈ શકે છે. જો તમારા પગમાં ઘા અથવા કંઈક ઇજા થયેલી હોય તો આ નુસખો ના અપનાવો. જો પગ ફાટી ગયા હોય અને તેમાંથી લોહી નીકળતું હોય તો પણ આ નુસખો ના કરો.
ફાયદા : જો તમે નિયમિતપણે આ ઉપાય કરો છો તો પહેલો ફાયદો એ થશે કે તમારા પગ પર ચોંટેલી ડેડ સ્કિન દૂર થઈ જશે. આ સાથે તમારા પગની ત્વચા મુલાયમ બનશે અને ચમકવા લાગશે. જો ત્વચામાં ડાઘ ધબ્બા છે તો તે પણ ઘટી જશે.
જો તમારી ત્વચા પર ખંજવાળ આવે છે અથવા જો તમને ખૂબ પરસેવો આવવાથી દુર્ગંધ આવે છે તો આ નુસખાથી દૂર થઇ જશે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થશે અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.