home remedies for dandruff
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુમાં ડેન્ડ્રફ એ વાળની ​​સામાન્ય સમસ્યા બની જાય છે. ડેન્ડ્રફની સમસ્યા થી માથાની ચામડીમાં ખંજવાળની ​​સમસ્યા થાય છે. આપણા વાળને ડેન્ડ્રફથી બચાવવા આપણે બજારમાંથી મોંઘા શેમ્પૂ, સીરમ, માસ્ક વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, આ વસ્તુઓનો ઉપયોગ આપણા ખિસ્સા પર અસર કરી શકે છે.

તેથી જો તમે તમારા ખિસ્સાને સુરક્ષિત રાખીને ડેન્ડ્રફની સમસ્યાને દૂર રાખવા માંગો છો, તો તમે દરેક ના ઘરમાં હાજર કેટલીક સરળ વસ્તુઓ અપનાવીને રાહત મેળવી શકો છો. ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે તમે રસોડામાં રહેલી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ રસોડામાં રહેલી આ વસ્તુઓ વિષે.

મેથી: મેથીને ડેન્ડ્રફમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે, તો તમે મેથીના દાણાનો પાવડર બનાવીને તેમાં દહીં મિક્સ કરી તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે આ પેસ્ટ વાળમાં લગાવો અને એક કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાય ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરી શકે છે.

છાશ: છાશને તમે રાયતા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવવામાં તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે છાશથી ડેન્ડ્રફની સમસ્યા દૂર કરી શકાય છે. આ ઉપાય માટે છાશથી વાળ ધોવાના શરુ કરી દો. તમને ડેન્ડ્રફથી રાહત મળી જશે.

લીંબુ: લીંબુને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં લીંબુ મદદગાર સાબિત થાય છે. તેલમાં લીંબુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને બીજા દિવસે સવારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો, તેનાથી વાળમાંથી ડેન્ડ્રફ દૂર થઈ શકે છે.

આદુ અને તલનું તેલ: આદુમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ડેન્ડ્રફ કંટ્રોલ કરી વાળનો ગ્રોથ વધારે છે. આ ઉપાય માટે થોડું તલનું તેલ લઈ તેમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી માથામાં લગાવી મસાજ કરો. 30 થી 35 મિનિટ રાખી શેમ્પૂથી માથું ધોઈ લો.

બેકિંગ સોડા: બેકિંગ સોડા ડેન્ડ્રફ વધારનાર ફંગસને ખતમ કરી માથાની ડેડ સ્કિનને હટાવે છે. આ ઉપાય માટે શેમ્પૂમાં એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શેમ્પૂ બનાવી લગાવો કરો.

કડવો લીમડો: કડવા લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ રહેલા હોય છે જે ડેન્ડ્રફ દૂર કરે છે. પાણીમાં લીમડાના પાન નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનાથી માથું ધુઓ.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા