home cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે નવરાત્રી આવી રહી છે, તેના પછી દિવાળી આવવાની છે. ઘણા લોકો અત્યારથી જ દિવાળી માટે ઘર ની સાફ સફાઈ કરવા લાગી ગયા છે. દિવાળી પહેલા ઘરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકોને આખું ઘર સાફ કરવામાં ઘણો સમય લાગી જાય છે.

જો આપણે બારીઓ અને દરવાજા સાફ કરવાની વાત કરીએ તો તેને સારી રીતે સાફ કરવામાં વધુ સમય બરબાદ થાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે બારી-બારણાંને સરળતાથી સાફ કરી શકો છો.

1. પેટ્રોલિયમ જેલીથી સફાઈ કરો : આ માટે પેટ્રોલિયમ જેલીને બારીઓ અને દરવાજા પર લગાવીને 15 મિનિટ માટે છોડી દેવાની છે. પછી તમે જૂના સુતરાઉ કપડાથી દરવાજો કે બારીને હળવું પાણી છાંટીને સાફ કરી લો. આ રીતે ઘરની બધી બારીઓ અને દરવાજા સરળતાથી સાફ થઇ જશે.

2. બારીઓને કેવી રીતે સાફ કરવી : બારીઓ પર ચડેલી ધૂળને સાફ કરવા માટે પહેલા બારીની ફ્રેમ સાફ કરો. ચોટેલી ધૂળને સાફ કરવા માટે સૂકા કપડાનો ઉપયોગ કરો. પછી ડીશ વોશિંગ લીકવીડને થોડા પાણીમાં મિક્સ કરીને, તેનાથી બારીની ફ્રેમ સાફ કરો.

તમે બારી સાફ કરવા માટે સ્પોન્જ અથવા જાડા સુતરાઉ કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે બારીની ફ્રેમ સુકાઈ જાય ત્યારે તે જ પાણીથી બારીની અંદરની જાળીને પણ સાફ કરી લો.

3. બારીઓના કાચ આ રીતે સાફ કરો : તમે બેકિંગ સોડામાં વિનેગર મિક્સ કરીને કાચની બારીઓ સાફ કરી શકો છો. તમારે વિનેગર અને ખાવાનો સોડાને સરખા ભાગમાં મિક્સ કરીને ધીમે ધીમે તેને બારી પર છાંટવો. 10 મિનિટ પછી સ્પોન્જથી બારીના કાચને સાફ કરી લો.

4. લીંબુ પણ કામ આવશે : તમને જણાવી દઈએ કે પાણીમાં લીંબુ ભેળવીને પણ તમે ઘરના દરવાજા અને બારીઓને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમે એક લીંબુને કાપીને પાણીના બાઉલમાં મિક્સ કરીને સોલ્યુશન બનાવો.

હવે આ સોલ્યુશનથી ઘરના દરવાજા અને બારીઓને સાફ કરી શકો છો. તમે પણ આ બધી ટિપ્સ ફોલો કરીને દિવાળી પહેલા બારી-બારણાંને ઝડપથી સાફ કરી શકો છો. જો તમને આ ટિપ્સ ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા