Wednesday, September 28, 2022
Homeકિચન ટિપ્સઘરમાં વધુ પડતી ધૂળ આવે છે તો અપનાવો 5 ટિપ્સ, આ ટીપ્સથી...

ઘરમાં વધુ પડતી ધૂળ આવે છે તો અપનાવો 5 ટિપ્સ, આ ટીપ્સથી 80% ધૂળ ઘરમાં આવતી ઘટી જશે

આપણે દરરોજ ઘરની સાફ સફાઈ કરીએ છીએ, પરંતુ ઘણી વખત આપણને સમજાતું નથી કે આપણું ઘર કેવી રીતે સાફ કરવું. આ સમસ્યા ઘણા લોકો સાથે હોય છે કારણ કે તેમના ઘરોમાં ઘણી બધી ધૂળ ક્યાંથી આવે છે તે લોકો જાણતા નથી.

ખાસ કરીને જો તમારા ઘરની આસપાસ કોઈપણ બાંધકામ ચાલી રહ્યું હોય તો ઘરમાં ધૂળ અને માટી આવવી સ્વાભાવિક છે. આ દરેક ઘરની સમસ્યા છે અને હવે દરરોજ ઘરની અંદર આવતી ધૂળને રોજેરોજ સાફ કરવું સરળ નથી, તો હવે શું કરવું જોઈએ?

આ ધૂળ ખૂબ જ શરીર માટે ખુબ જ હાનિકારક છે અને ઘણા લોકોને ફેફસામાં ઇન્ફેક્શન પણ આપી શકે છે. આ ધૂળના લીધે અસ્થમા વગેરેના દર્દીઓને ઘણી સમસ્યા ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે આ ધૂળને તમારા ઘરથી દૂર રાખવા માટે કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ? તો આજે આ લેખમાં અમે ઘરની ધૂળને કેવી રીતે સાફ કરવી તે વિશે જણાવીશું.

1. વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો : તમે કોઈપણ હાથથી પકડેલું વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. વેક્યૂમ ક્લીનરથી કપડા કરતાં સારી રીતે ધૂળ દૂર કરી શકાય છે. તમે કપડાથી ભલે ઝડપથી ધૂળ સાફ કરી લો પરંતુ તે વેક્યુમ ક્લીનર જેવું સસફ નથી કરી શકતું.

4

વેક્યૂમ ક્લીનરથી તમે સૌથી સારી રીતે પડદા સાફ કરી શકો છો, ગાદલા, સોફા સાફ કરી શકો છો, ટેબલ, ખૂણા, ધૂળ, ફ્રિજ, શેલ્ફ વગેરેને સાફ કરી શકે છે. દરવાજા પર જામી ગયેલી ધૂળ સાફ કરી શકાય છે.

વેક્યૂમ ક્લીનર્સ ખાસ કરીને ધૂળ સાફ કરવા માટે જ બનાવવામાં આવેલું છે અને જો તમારા ઘરમાં ઘણી બધી ધૂળ આવતી હોય તો તમારે તમારા ઘર માટે એક નાનું વેક્યુમ ક્લીનર ખરીદી લેવું જોઈએ.

2. ધૂળને ખંખેરશો નહીં, તેને આ ટિપ્સથી સાફ કરો : સામાન્ય રીતે આપણે ધૂળ ઉડાડવાની કોશિશ કરીએ છીએ, પરંતુ તેના કારણે ધૂળ ઘરની બહાર જતી નથી, પરંતુ તે ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યા બદલી નાખે છે. ધૂળ સાફ કરવા માટે માઈક્રોફાઈબરવાળું કપડું લો અને તેમાં થોડું સફેદ વિનેગર ઉમેરીને ધૂળ સાફ કરો.

આ ફેન્સી ક્લીનરની જેમ જ સારી રીતે કામ કરશે. આનાથી ધૂળના કણો વધુ સારી રીતે કપડા પર ચોંટી જશે. તમે સફેદ વિનેગર અને પાણીનું મિશ્રણ કરીને સ્પ્રે પણ છાંટી શકો છો અને તેને કપડાથી સાફ કરી શકો છો.

3. ચપ્પલની ધૂળ પણ ધ્યાન રાખો : હવે તો ઘરની અંદરના ચપ્પલ અને બહારના ચપ્પલ અલગ અલગ હોય છેમ, જો કે આપણા ઘરમાં ચપ્પલ અંદર પહેરવાનો રિવાજ નથી. તમને લાગતું હશે કે આ બહુ નાની વાત છે, પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરમાં 80% સુધીની ધૂળ ચપ્પલને કારણે પણ આવી શકે છે.

સૌથી પહેલા તમે પણ ચપ્પલને ઘરની બહાર અથવા શૂ રેક પર રાખવાનું શરૂ કરો. તમારે તમારા દરવાજા પર પાતળા પગ લુછણિયાની જગ્યાએ જાડા ડોરમેટ રાખવા જોઈએ. તમે બસ આ નાની ટિપ્સને ફોલો કરો. તમે પણ જોશો કે ઘર પહેલા કરતા વધારે સ્વચ્છ દેખાવા લાગશે.

4. કુલર, AC અને સેન્ટ્રલ હીટરના ફિલ્ટર બદલો : આ એવી ટિપ્સ છે જેના પર લોકો વધારે ધ્યાન નથી આપતા. AC ની સર્વિસ કરતી વખતે તમને લાગતું હશે કે એર ફિલ્ટર બદલવાની જરૂર નથી, પરંતુ તમારી આ પદ્ધતિ સારી નથી.

હકીકતમાં, મોંઘા એર પ્યુરિફાયર ખરીદવા કરતાં તમારી હાલની કૂલિંગ અથવા હીટિંગ સિસ્ટમના ફિલ્ટર્સને બદલવું સસ્તું પડે છે. તમારે ઉચ્ચ ગુણવત્તાવાળા ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ દર 2-3 મહિને તેને બદલવું જોઈએ. આ તમારા ઘરની ધૂળને 30-40 ટકા સુધી ઘટાડી શકે છે.

5. એવી જગ્યાઓને સ્વચ્છ કપડાથી સાફ કરો કે જેના પર તમે ધ્યાન નથી આપતા. જેમ કે ઘર ની સફાઈ દરરોજ થાય છે, પરંતુ ઘરની દિવાલો વગેરે સાફ કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમને સ્વચ્છ કપડાથી સાફ કરવા જોઈએ, ગંદા કપડાથી સાફ ના કરવું જોઈએ.

જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે, તમે છેલ્લી વાર ક્યારે દીવાલો સાફ કરી હતી? તમને પણ ખ્યાલ નથી કે તમારી દિવાલો પર કેટલી ધૂળ ચોંટેલી હશે. આ માટે તમે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીને સરળતાથી ધૂળના કણોને દૂર કરી શકાય છે.

આ સિવાય તમે તમારા ગાદલા, સોફા કવર વગેરેમાંથી ધૂળ દૂર કરવા માટે જૂના જમાનાની જેમ તેમને લાકડીથી પણ ટીપી શકો છો. તમે ઘરની અંદર હવા શુદ્ધ કરનારા છોડ રાખો જેમ કે સ્નેક પ્લાન્ટ વગેરે જેવા છોડ ઘરમાંથી ધૂળ દૂર કરવામાં મદદ કરશે.

જયારે તમને ધૂળના ઝીણા કણો દેખાય તો તેને ધીમે ધીમે સાફ કરતા રહો.જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો, આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -