home cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરરોજ ઘરની સાફ કરવી એ દરરોજના કામો નો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે દરરોજ સવારે ઉઠીને ધૂળ અને સફાઈ કરો છો તો તમારું ઘરે ચમકવા લાગે છે. પરંતુ ઘણીવાર દરરોજ સફાઈ કર્યા પછી પણ કંઈક ખૂટતું જણાય છે. આટલું કામ કર્યા પછી પણ મનને સંતોષ મળતો નથી.

મનમાં વિચાર આવે પેલા ખૂણાની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી અથવા ઘરમાં હજુ પણ એક અજીબ ગંધ આવે છે. તમે તમારો કિંમતી સમય કાઢીને ઘણું કામ કરો છો, જેમ કે મોંઘી પ્રોડક્ટથી ઘરની સફાઈ કરો છો જેમાં તમારા પૈસા અને સમય બંને ખર્ચાઈ જાય છે.

પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે ઘરને સારી રીતે સાફ કરી શકો છો, તો તમે મનમાં શું કહેશો? જો અમે તમને કહીએ કે તમે તમારા ઘરને ઝડપથી સાફ કરવાની ટિપ્સથી જણાવીશું જેની મદદથી સ્વચ્છ રાખી શકો છો. અમે તમને એવી જ કેટલીક ઘણી સફાઈમાટેની ટિપ્સ જણાવીશું જે તમારા કામને ઘણું સરળ બનાવી દેશે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક સફાઈ ટિપ્સ વિશે.

ઓલિવ ઓઇલથી ફર્નિચર અને વાસણો ચમકાવો : શું તમારા રસોડામાં કેબિનેટ લાકડાનું છે અથવા ઘરમાં કોઈ લાકડાનું ટેબલ અથવા સ્લેબ છે જે નિસ્તેજ થઈ ગયું છે અથવા તેના પર નાના મોટા ડાઘા પડી ગયા છે. જો તમારામાં ઘરમાં પણ આવી સ્થિતિ હોય તો ઓલિવ ઓઈલની મદદ લઈ શકાય છે.

લાકડાની વસ્તુઓની ચમક જાળવવા માટે ઓલિવ ઓઈલ ખૂબ જ ઉપયોગી છે. તે સ્ટેનલેસ સ્ટીલના વાસણો પર પણ ખૂબ ઉપયોગી છે. આ માટે તમારે ફક્ત એક કામ કરવાનું છે લાકડાની વસ્તુઓ પર થોડું ઓલિવ ઓઈલ લગાવવાનું છે અને તેને 5 મિનિટ માટે છોડી દેવાનું છે અને તે પછી તેને સાફ કપડાથી સાફ કરી લેવાનું છે.

એ જ રીતે એક મુલાયમ કપડા પર ઓલિવ ઓઈલ રેડો અને તમારા વાસણોને હળવા હાથે સાફ કરીને પછી વાસણોને ફરીથી સ્વચ્છ કપડાથી સાફ કરો.

શેવિંગ ક્રીમથી ઘર સાફ કરો : શું તમે જાણો છો કે તમારા પતિની શેવિંગ ક્રીમ તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે. તમે તેનો ઉપયોગ ઘરની સફાઈ માટે પણ કરી શકો છો. તમે તેનાથી કાર્પેટ અને તેનાથી તમારા બાથરૂમમાં શાવર ગ્લાસ સાફ કરી શકો છો. તમારા દાગીનાને પણ પોલિશ કરી શકો છો અને કાર સીટના ફેબ્રિકને પણ સાફ કરી શકો છો.

બાથરૂમના શાવરના ગ્લાસ પર ઘણીવાર પાણીના છાંટા ઉડે છે અને ડાઘ પડી જાય છે તો તેને સાફ કરવા માટે કાચ પર શેવિંગ ક્રીમ લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. 15 થી 20 મિનિટ પછી શાવર ગ્લાસ સાફ કરી લો. પાણીના ડાઘ ચપટીમાં સાફ થઈ જશે.

તમારી કાર સીટના ફેબ્રિક પર શેવિંગ ક્રીમ લગાવીને 5 મિનિટ પછી કપડાને ગરમ પાણીમાં પલાળીને સાફ કરી લો. દાગીના અને કાર્પેટને પણ આ જ રીતે શેવિંગ ક્રીમથી સાફ કરો. દાગીના પર શેવિંગ ક્રીમ લગાવીને હળવા હાથે ઘસો અને પછી ધોઈ લો. કાર્પેટ પરના ડાઘ પર શેવિંગ ક્રીમ લગાવીને 5 મિનિટ પછી ભીના કપડાથી સાફ કરી લો.

લીંબુથી ઘરને કરો સુગંધિત : દરરોજ ઘરની સાફ સફાઈ કર્યા પછી પણ તમારા ઘરમાંથી ગંધ આવે છે. રસોડાના કટિંગ બોર્ડને ધોયા પછી પણ તે ગંદુ રહે છે તો તમને જણાવી દઈએ કે લીંબુ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે તમે કટીંગ બોર્ડને સાફ કરો તો તે પહેલા અડધું કાપેલું લીંબુ લઈને તેને કટિંગ બોર્ડ પર ઘસો અને પછી તેને પાણીથી ધોઈ લો.

એ જ રીતે જો માઈક્રોવેવ ગંદુ હોય તો એક બાઉલમાં લીંબુના કટકા કાપીને તેમાં પાણી ભરીને માઈક્રોવેવમાં ગરમ કરવા માટે ​​રાખો. જ્યારે માઇક્રોવેવમાં વરાળ જુઓ ત્યારે માઇક્રોવેવ બંધ કરો. બાઉલને ઠંડુ થયા પછી બહાર કાઢીને કપડા વડે માઇક્રોવેવ સાફ કરી લો.

એ જ રીતે સ્પ્રે બનાવવા માટે એક સ્પ્રે બોટલમાં લીંબુનો રસ, વિનેગર, ખાવાનો સોડા મિક્સ કરીને પછી તેને દુર્ગંધવાળી જગ્યા પર સ્પ્રે કરો. લીંબુથી તમે ફ્રિજ વગેરેના ગંદા ડાઘ પણ દૂર કરી શકો છો.

પંખો સાફ કરવા માટે : આપણી આંખો સામે દેખાય છે તેને તો સાફ કરવું સરળ છે. પરંતુ ઘરમાં કંઈક એવું પણ છે જે આંખોથી દૂર હોય છે અને તે છે છતનો પંખો. સીલિંગ ફેન સાફ કરવા માટે ઘણું બધું કરો છો પરંતુ તેમાં ગંદકી જ રહે છે. ઘણીવાર તેની ગંદકી તમારા ફર્નિચર અથવા કપડાં પર પડે છે.

સીલિંગ ફેન સાફ કરવા માટે તમારે ઓશીકાના કવરનો ઉપયોગ કરવો જ જોઇએ. જો તમારી પાસે ઓશીકું નકામું છે, તો તેને પંખાના છેડા સુધી લૂછીને નીચે લાવો. આમ કરવાથી પંખો પણ સાફ થઇ જશે અને ગંદકી કપડા કે ફર્નિચર પર પડવાને બદલે ઓશીકાની અંદર જ રહેશે. આ રીતે તમે ઘરના બધા પંખા સાફ કરી શકો છો.

તો આ હતા કેટલીક સરળ ટિપ્સ. કદાચ આમાંથી તમને કેટલાક વિશે તો પહેલા ખબર પણ નહીં હોય. હવે ઘરની સફાઈ માટે આ ટિપ્સને અજમાવો અને ઘરની સફાઇને સરળ બનાવો. અમને આશા છે તમને આ ટિપ્સ ગમી હશે. તો આવી વધુ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા