કોરોના વાયરસના આ યુગમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘરની સફાઈનું મહત્વ એટલું વધી ગયું છે કે આજકાલ લગભગ દરેક મહિલા દિવસમાં બે વખત ઘરની સફાઈમાં વ્યસ્ત હોય છે. કેટલીક મહિલાઓ સ્વચ્છતા માટે સફાઈના નુસખા પણ અપનાવે છે, પરંતુ તેમ છતાં ઘરની સફાઈ યોગ્ય રીતે થતી નથી.
આજે આ લેખમાં અમે તમને સફાઈની કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા ઘરને ચમકાવી શકશો અને તમારું કામ પણ સરળ બની જશે.
ટિપ્સ 1. સમાન ગોઠવવો : ઘરની સફાઈ કરતા પહેલા તમારે ઘરની તમામ વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવી જોઈએ કારણ કે તેને વ્યવસ્થિત કરવાથી એવું થશે કે સફાઈ કરતી વખતે ઘરનો જે ખૂણો ગંદકીથી ફેલાયેલો છે તે તમને સરળતાથી જોવા મળશે. તેથી ઘરની સફાઈ કરતા પહેલા બધી વેરવિખેર વસ્તુઓને તેમની ચોક્કસ જગ્યાએ રાખો.
ટિપ્સ 2. સાફ સફાઈને મજેદાર બનાવો : જ્યાં સુધી તમે ઘરની સફાઈને બોજ માનશો ત્યાં સુધી તમે ઘરને સારી રીતે સાફ કરી શકતા નથી. તેથી સાફ સફાઇને પહેલા મજેદાર બનાવો. આ માટે તમે મોબાઇલમાંથી ગીતો સાંભળી શકો છો અથવા જો તમારી પાસે મ્યુઝિક સિસ્ટમ હોય તો તમે તેને પણ વગાડી શકો છો.
ટિપ્સ 3. સમય સેટ કરો : આ બે ટિપ્સ પછી હવે તમે એક સમય નક્કી કરો કે મારે આટલા સમયમાં ઘર સાફ કરવું છે. જ્યાં સુધી તમે સમય નક્કી નહિ કરો, તો તમને ખબર નહિ પડશે કે સાફ કરવામાં કેટલો સમય લાગ્યો. આ કિસ્સામાં અધૂરી સફાઈ કરવામાં આવે છે. તેથી ઘરની સફાઈ માટે એક નિશ્ચિત સમય નક્કી કરવો મહત્વપૂર્ણ છે.
ટિપ્સ 4. કામને વહેંચી લો : સ્વચ્છતાનો બોજ તમારા પર ના વધે તે માટે તમારે ઘરના બીજા સભ્યોને પણ કેટલાક કામની જવાબદારી વહેંચવી જોઈએ. આ માટે તમે તમારા જીવનસાથી અથવા પુત્રી અથવા પુત્રની મદદ લઈ શકો છો. તેનાથી તમારું કામ પણ ઝડપથી થઈ જશે અને કોઈના પર વધારે બોજ નહિ રહે.
આ ચાર ટિપ્સ અપનાવ્યા પછી હવે તમે ઘરની સફાઈ માટે જે પણ પ્રવાહીનો ઉપયોગ કરો છો તેનો ઉપયોગ કરીને તમે સરળતાથી ઘર સારી રીતે સાફ કરી શકો છો. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો આવી જ બીજી કિચન ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.