ઘરનું કામ કરવું કેટલું મુશ્કેલ છે? આ પ્રશ્ન થોડો વિચિત્ર લાગશે કારણ કે ઘણા લોકો માને છે કે ઘર કામ કરવું સરળ છે અને ઘણા લોકો કહે છે જીવનના જંજાળમાં ફસાઈ ગયા હોય તેવું લાગે છે. ઘરકામ ખૂબ જ મહેનતવાળું કામ છે અને ઘણી ગૃહિણીઓ આના કારણે તેમનો આખો દિવસ રસોડામાં કે સાફ સફાઈમાં વિતાવે છે.
એવું કહી શકાય કે આખા દિવસ જેને કામ કર્યું હોય તે જ કામનો થાક જાણી શકે, પણ જો તમને કહેવામાં આવે કે અમુક ટિપ્સ અપનાવીને તમારું કામ આસાન કરી શકો છો? જી હા, આજે અમે તમને આવી ટિપ્સ જણાવીશું જે તમારા ઘણા કામને સરળ બનાવશે.
ટિપ્સ 1 – જામ થયેલી ગટરને કોફીથી સાફ કરો : અહીં કોફી પાવડરની નહીં પણ પીસેલા કોફીના બીજની વાત કરી રહ્યા છીએ. ભરાયેલઈ ગટરમાં કોફી ગ્રાઈન્ડ સાથે થોડું ડીશ વોશ લીકવીડ અને ઉકળતું પાણી રેડો. આ તમારા ભરાયેલા ગટરને તરત ખોલશે.
ટિપ્સ 2 – જો તમારા લાકડાના ફર્નિચરમાં નાના-નાના સ્ક્રેચ પડી ગયા છે તો ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. થોડી નોન-જેલ ટૂથપેસ્ટ માઇક્રોફાઇબર કાપડથી ફર્નિચર પર ઘસો છો તો તે સ્ક્રેચમાં ફસાઈ જાય છે અને તે પછી તમે તેને ભીના ટુવાલથી લૂછી લો. સ્ક્રેચ ઘણી હદ સુધી દૂર થઈ જશે.
ટિપ્સ 3 –જો તમારા ઘરમાં બાળકો છે તો દિવાલો પર ક્રેયોન પેન પેન્સિલના લીટા કરતા જ હશે. જો આવું બન્યું હોય, તો પછી દિવાલને ફરીથી રંગવાનું વિચારતા પહેલા, તમે થોડીવાર તેના પર હેર ડ્રાયરનો ઉપયોગ કરો. તેનાથી ક્રેયોન મીણ ઓગળી જશે અને પછી તેને ભીના કપડાથી સાફ કરી શકો છો.
ટિપ્સ 4 – જો તમારા ઘરમાં માઈક્રોવેવ છે તો તેમાં ઘણું બધું ખાવાનું રાંધો છો તો તમારા માઈક્રોવેવમાંથી પણ દુર્ગંધ આવવા લાગી હોય તો તેને સાફ કરવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરો. માત્ર સફેદ વિનેગરને એક માઈક્રોવેવ સેફ બાઉલમાં નાખો અને માઈક્રોવેવને 5 મિનિટ સુધી ચલાવો. તેમાંથી આવતી બધી જ દુર્ગંધ દૂર થઇ જશે.
ટિપ્સ 5 – ઘરના કાચને પોલિશ કરવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તમારે ફક્ત સ્પ્રે બોટલમાં સફેદ વિનેગર અને થોડું ઠંડુ પાણી રેડવાનું છે. હવે તેને મિક્સ કરીને અરીસાઓ પર સ્પ્રે કરો અને તેને માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો.
ટિપ્સ 6 – જો તમારા ટોયલેટ બાઉલને માઉથવોશની મદદથી પણ સાફ કરી શકો છો. બ્રશ વડે સ્ક્રબ કરવાના અડધા કલાક પહેલા ફક્ત ટોઇલેટ બાઉલમાં માઉથવોશ રેડો. તમારે સ્ક્રબ કરવા માટે વધારે મહેનત કરવી નહીં પડે.
આ બધી ટિપ્સ તમારા રોજિંદા ઘરના કામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આશા છે કે દરેક મહિલાઓને આ માહિતી ગમી હશે. આવી જ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.