blood pressure gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે જે દિવસે વધી રહી છે. હાઈ બ્લડ પ્રેશર જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. હાઈ બ્લડપ્રેશર એક એવી સ્થિતિ છે જેમાં તમારી નસો સંકુચિત થાય છે. આ કારણે, રક્ત પ્રવાહ પર દબાણ વધે છે.

આવી સ્થિતિમાં તમને માથાનો દુખાવો, બેચેની અનુભવવી, ચક્કર આવવા વગેરે સમસ્યાઓ થાય છે. આ સિવાય તે હૃદયને લગતી બીમારીઓનું જોખમ પણ વધારે છે. હાઈ બ્લડ પ્રેશરનો રોગ ક્યારેક તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જોકે આ રોગને ઘટાડવા માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે.

પરંતુ તમે આ રોગને તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને ઘટાડી શકો છો. તમે ઘરે કસરત અને સ્વસ્થ આહારનું સેવન કરીને પણ આ રોગને આસાનીથી ઘટાડી શકો છો. તો ચાલો જાણીલો કાયા ઘરેલુ ઉપાય કરીને તમે બ્લડ પ્રેશર ઝડપથી ઘટાડી શકો છો.

દરરોજ લસણની 2 કળી ખાઓ: હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ લોહીનું જાડું થવું છે. પરંતુ લસણ એક એવી વસ્તુ છે જે લોહીના ગઠ્ઠાને જામવા દેતું નથી. તે કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે. એટલા માટે દરરોજ લસણની 2 કળી તમારા બ્લડ પ્રેશરને ઠીક કરવામાં ખૂબ જ મદદગાર ઘરગથ્થુ ઉપચાર સાબિત થાય છે.

દરરોજ 200 ગ્રામ મોટી એલચી ખાઓ: તમને જણાવીએ કે રસોડામાં રહેલી એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન-સી અને જરૂરી મિનરલ્સ હોય છે. તેના નિયમિત સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ ઉપાય કરવા માટે 200 ગ્રામ ઈલાયચી લઈને તેને તવા પર શેકી લો. પછી તેને પીસીને સ્વચ્છ શીશીમાં ભરી લો. હવે તેનું મધ સાથે સેવન કરો.

લીંબુ સરબત: લીંબુ વિટામીન સીથી ભરપૂર હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. લીંબુનો રસ રક્તવાહિનીઓને નરમ અને લવચીક બનાવે છે. જેના કારણે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. હૂંફાળા પાણીમાં એક-એક ચમચી મધ, આદુ અને લીંબુનો રસ ભેળવીને અઠવાડિયામાં બે-ત્રણ વાર પીવો.

ડુંગળીનો રસ અને મધ: ડુંગળીનો રસ લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. ડુંગળીનો રસ લોહીને શુદ્ધ કરે છે અને તમારી નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને દિવસમાં બે ચમચી લેવાથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

આદુનો એક નાનો ટુકડો: આદુ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, તે રક્ત પરિભ્રમણને સુધારે છે, ધમનીઓની આસપાસના સ્નાયુઓને આરામ આપે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે

મેથીના દાણા ચાવીને ખાવા: રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા પલાળી રાખો, સવારે ઉઠ્યા પછી પાણી પીવો અને મેથીના દાણા ખાધા પછી ખાઓ. આ ઉપાયથી બ્લડ પ્રેશર ઝડપથી ઘટશે. આ સાથે મેથી તમારા શરીરમાં નાની મોટી સમસ્યાઓને દૂર કરવામાં ખુબજ ઉપયોગી છે.

દરરોજ અડધી ચમચી તજ ખાઓ: દરરોજ સવારે અડધી ચમચી તજનું ચૂર્ણ ગરમ પાણી સાથે લો. આ ઉપાય દવા જેટલું જ અસરકારક છે. આ ઉપાય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સારી રીત છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા