high blood pressure kantrol karavana upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચાર: હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે. ઉંમર સાથે, હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ વધવા માંડે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને રાહત મેળવી શકો છો.

તમને જણાવી કે ઉનાળાની  સિઝન માં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, પીડાઈ રહ્યા છો, તો પછી તમે આહારમાં કેટલાક હેલ્ધી ફળોનો સમાવેશ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

આપણી નસોમાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. જ્યારે આ પ્રવાહ ઝડપી બને છે ત્યારે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ કહેવામાં આવે છે. આ સમસ્યાથી બચવા માટે, તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તો ચાલો તમને કેટલાક એવા ફળો વિશે જણાવીએ જે વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

૧) કિવિ: બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કિવિનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કીવી એન્ટીઓક્સિડન્ટ અને ખનિજોથી ભરપૂર છે. સાથેજ કિવી માં ફાઇબર, વિટામિન સી શામેલ રહેલા છે, જે પાચનમાં સુધારો કરવામાં, રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

૨) કેળા: કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં પોટેશિયમ ભરપુર અને સોડિયમ ઓછું હોય છે. તેને આહારમાં શામેલ કરીને, તમે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોકના જોખમને ટાળી શકો છો.

૩) કેરી: ઉનાળાની સીઝન માં કેરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. આપણામાંના મોટાભાગના લોકોને કેરી ગમે છે અને ઉનાળા માં તેનો રસ પણ વધુ ખાઈએ છીએ. કેરી સ્વાદિષ્ટ હોવા સાથે, કેરી બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે.

૪) સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળાની સીઝન માં સ્ટ્રોબેરીનું સેવન કરવાથી બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીમાં એન્થોસીયાન્સિન, એન્ટિ ઓક્સિડન્ટ સંયોજનો, વિટામિન સી, પોટેશિયમ અને ઓમેગા -3, ફેટી એસિડ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

૫) જાંબુ: જાંબુમાં ફલેવોનોઇડ્સ, એન્ટી – ઓક્સિડેન્ટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમના ગુણધર્મો જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ નું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

૬) લીંબુ: લીંબુ એ વિટામિન સી નો ભરપૂર સ્રોત છે. લીંબુ માત્ર વિટામિન સીથી ભરપુર નથી, પરંતુ તે એન્ટી ઓક્સિડેન્ટમાં પણ ભરપૂર છે. તે શરીરમાંથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

૭) તરબૂચ: ઉનાળામાં તડબૂચનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચમાં ૮૫ થી ૯૦ ટકા પાણી હોય છે, જે ઉનાળામાં પાણીની તંગી શરીર માં થવા દેતું નથી. તરબૂચના બીજમાં મેગ્રેનેશિયમ જોવા મળે છે જે હાયપરટેન્શનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા