hedki no upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેડકી આવવી એક સામાન્ય બાબત છે. દરેક લોકોને હેડકી આવે છે. હેડકી આવે એટલે તરતજ મનમાં વિચાર આવે કે સાત ઘૂંટડા પાણી પી લઈએ એટલે હેડકી બંધ થઇ જશે. હેડકી આવે ને પાણી પીવું આ એક જુના જમાનાની ચાલતી આવતી રીત છે. પરંતુ જો તમને હેડકી આવતી બંધ થતી નથી તો તમે શું કરી શકો?

ઘણી વખત ખાવાનું ખાધા પછી હેડકી આવવા લાગે છે, જેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત બધા લોકોની વચ્ચે બેઠા હોઈએ ત્યારે હેડકી આવવા લાગે છે, પરંતુ ત્યારે તે હેડકી ને રોકી શકતા નથી અને શરમ અનુભવે છે.

પરંતુ જો તમે તે સમયે થોડીક ટિપ્સ અપનાવો તો તમે હેડકીને ચપટી વગાડતા રોકી શકો છો. જો તમે પણ વારંવાર હેડકી આવવાની સમસ્યાથી પરેશાન છો તો અહીંયા જણાવેલ કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

ખાંડ: ખોરાક ખાતી વખતે હેડકી આવવી સામાન્ય બાબત છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે, તો ખાંડનું સેવન કરીને તમે થોડીવારમાં આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે જ્યારે પણ હેડકી આવે ત્યારે તમારે તરત જ એકથી બે ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ. ખાંડનું સેવન કરવાથી હેડકી તરત જ બંધ થઈ જશે અને તમને સારું લાગશે. આ સમસ્યાને દૂર કરવા માટે આ એક સારો અને સરળ ઘરેલું ઉપાય છે.

લીંબુ પાણી: લીંબુ પાણી પણ હેડકીની સમસ્યાને દૂર કરવા માટે એક અસરકારક ઘરેલું ઉપાય છે. આ ઉપાય માટે હુંફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરો. જ્યાં સુધી તમને લાગે કે હેડકી થોડી વધુ ઝડપથી આવી રહી છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરો. તમને જણાવીએ કે ક્યારેક ગળામાં કંઈક ફસાઈ જવાને કારણે પણ હેડકી આવે છે.

તમે ઈચ્છો તો સામાન્ય પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો. લીંબુ પાણી પીવાથી તમારા શરીરમાં તરતજ એનર્જી આવી જાય છે અને શરીરને ફાયદો પણ થાય છે

મધ: બધા લોકો જાણતા હશે કે મધ ઘણા રોગો માટે રામબાણ છે. મધને નાની-મોટી ઘણી બીમારીઓમાં તેને શ્રેષ્ઠ ઘરગથ્થુ ઔષધ તરીકે માનવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ મધનો ઉપયોગ થાય છે. જ્યારે તમને હેડકી આવે ત્યારે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમને હેડકી આવે ત્યારે એકથી બે ચમચી મધ ખાઈ જવાથી હેડકી બંધ થઇ જશે.

વરીયાળી: વરિયાળીનો ઉપયોગ ભારતીય ભોજનમાં વર્ષોથી કરવામાં આવે છે. દરેક ના રસોડામાં વરીયાળી મળી રહે છે. વરીયાળી ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે સાથે તે ઘણી ઘરેલું સમસ્યાઓ માટે પણ અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. હેડકીના કિસ્સામાં તમે વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો.

વરિયાળી ને ચાવી ચાવીને ખાવાથી મોઢામાંથી વાંસ આવતી હોય તો તે બંધ થાય છે આ સાથે વરીયાળી નું સેવન કરવાથી તાજગીનો અનુભવ થાય છે. તેના માટે અડધી ચમચી ખાંડમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે સેવન કરો. આ ઘરગથ્થુ ઉપચારથી તમે હેડકીથી છુટકારો મેળવી શકો છો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમે આ માહિતી ને બીજા સુધી જરૂરથી પહોંચાડો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી, કિચનટીપ્સ અને રેસિપી માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફક્ત 1 મિનિટમાં ગમે તેવી હેડકી આવતી બંધ થઇ જશે, કોઈ દિવસ આ ઉપાય અજમાવી ન જોયા હોય તો એકવાર અનુભવ કરી જોવો”

Comments are closed.