healthy tea in monsoon
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાના કોલ્ડ-કફ ફ્લૂ થવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ચોમાસામાં, જ્યાં એક તરફ ઉનાળાથી રાહત મળે છે, તો બીજી તરફ મોસમી રોગોનું જોખમ વધી જાય છે. હવામાનના પરિવર્તનને કારણે ઇમ્યુનીટી પણ નબળી થવા લાગે છે.

આવી સ્થિતિમાં, તમારા આહારમાં ફેરફાર કરીને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે. ચોમાસામાં વાઇરલ ઇન્ફેક્શનથી પોતાને બચાવવા માટે, તમે તમારી ચામાં કેટલીક ચીજોનો સમાવેશ કરીને આ સીઝનમાં તમારા સ્વાસ્થ્યને હેલ્ધી રાખી શકો છો.

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત એક કપ ગરમ ચા અથવા કોફીથી કરે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી ચામાં કેટલીક ચીજો મિક્સ કરો તો તે સ્વાદની સાથે હેલ્ધી રાખવામાં પણ મદદ કરી શકે છે.

1. આદુ: આદુમાં એનાલજેસિક, શામક, એન્ટિપ્રાયરેટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આદુ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. આટલું જ નહીં, તે વાયરલ ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે. આદુની ચા પીવાથી શરદી અને ઇન્ફેક્સનથી બચી શકાય છે.

2. તજ: તજ હીલિંગ ગુણધર્મોથી ભરેલું છે. તેમાં એન્ટીઓકિસડન્ટ અને ઈંજાઈમ હોય છે જે શરીરને અંદરથી સાજા કરવામાં મદદ કરે છે. આમાંથી બનાવેલી ચા સંક્રમણથી દૂર રાખે છે.

3. તુલસી: તમને દરેક ભારતીય ઘરે તુલસીનો છોડ સરળતાથી મળી જશે. તુલસી એક દવા છે. જે શરદી જેવા રોગોની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તુલસી ચા પીવાથી ચોમાસાના દિવસોમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા