hanuman chalisa benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

થોડા દિવસોથી તમે પણ ખુબ જ ઉદાસ છો અને તમને કોઈ રસ્તો નથી મળતો અથવા આ સમસ્યામાંથી બહાર કેવી રીતે નીકળવું તે સમજાતું નથી તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરુ કરો. પાઠ કર્યાના થોડા દિવસોમાં જ તમને ઘણો તફાવત જોવા મળશે.

આજે મારા મિત્રો પણ પોતાની જાતને તણાવ મુક્ત અને ખુશ અનુભવે છે. એટલા માટે આજે અમે તમારી જોડે તણાવમુક્ત રહેવાની આ ખુશી તમારી સાથે શેર કરવા માંગીયે છીએ. જો તમે પણ તમારા જોયેલા સપનામાં નિષ્ફળતા મળી છે અને તણાવથી ઘેરાયેલા હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવી સ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે.

હનુમાન ચાલીસાના પાઠનો સંબંધ માત્ર ધાર્મિક અને પૂજા સાથે જ નથી પરંતુ તે તમને માનસિક શાંતિ આપવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છે. ખાસ કરીને હનુમાન ચાલીસાની ચોપાઈ તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદા અપાવી શકે છે.

આ સમય દરમિયાન નિષ્ફળતા, બેરોજગારી અથવા ઘરેલુ સમસ્યાને કારણે ખૂબ જ તણાવ અનુભવી રહ્યા હોય તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને ફાયદો થશે. જો તમને વિશ્વાસ ના થતો હોય તો તેમના વિશે જાણો અને જાતે જ અજમાવી જુઓ.

1 તણાવ દૂર કરે છે : भूत – पिशाच निकट नहीं आवे | महावीर जब नाम सुनावे || આજકાલ ઘણી સ્ત્રીઓ એકલી રહે છે અને ઘણી સ્ત્રીઓ ડરી જાય છે. જો કે આ ડર કોઈ ભૂતને કારણે નથી. જ્યારે આ ડર તણાવનું રૂપ લઈ લે છે ત્યારે ખબર પડતી નથી અને તણાવને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થાય છે. તો આ ચોપાઈનો જાપ કરવાથી તણાવ અને ભય દૂર થાય છે. દરરોજ સવારે આ ચોપાઈનો 108 વાર જાપ કરવાથી તણાવમાં રાહત મળે છે.

2 બીમારીઓ દૂર કરે : नासै रोग हरै सब पीरा | जपत नरंतर हनुमत बीरा || કોઈપણ સ્ત્રી ગમે તેટલી બીમારીઓથી ઘેરાયેલી હોય પણ આ ચોપાઈનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે. જો કોઈ મહિલા કોઈ રોગથી પીડિત હોય અને ઘણી સારવાર કરવા છતાં પણ ઠીક ના થઈ રહી હોય તો મંગળવાર અથવા શનિવારે હનુમાનજીના ફોટા સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. રોગમાંથી જલ્દી રાહત મળે છે.

3 આવિશ્વાસ વધારે છે : अष्ट सिद्धि नवनिधि के दाता | अस बर दीन जानकी माता || જો કોઈપણ પ્રકારની મુશ્કેલી કે દુ:ખ દૂર ના થઈ રહ્યું હોય અને સમસ્યાઓનું નિરાકરણ ના આવી રહ્યું હોય અથવા નોકરી ના મળતી હોય તો તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. તે તમને અંદરથી શાંતિ આપે છે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે પણ તમે જીવનમાં તમારો આત્મવિશ્વાસ ગુમાવો છો તો દરરોજ આ પંક્તિઓનો જાપ કરો, તમને ઘણો ફાયદો થશે.

4 બુદ્ધિ તેજ કરે : विद्यावान गुनी अति चातुर | रामकाज करिबे को आतुर || જો તમે આજની વાત આવતીકાલે ભૂલી જાઓ છો અથવા તમારા બાળકને વાંચેલું કંઈ પણ યાદ નથી રહેતું તો આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. આ ચોપાઈ જ્ઞાન અને ધન મેળવવા માટે કરવામાં આવે છે.

આ ચોપાઈઓના પાઠથી હનુમાનજીના આશીર્વાદ મળે છે. જે સ્ત્રી દરરોજ 108 વાર આ ચોપાઈનો પાઠ કરે છે તેની બુદ્ધિ અને ધન સંબંધી બધા દુ:ખ દૂર થઈ જાય છે. આ ચોપાઈનો અર્થ એ છે કે હનુમાનજી વિદ્વાન અને ગુણવાન છે. હનુમાન પણ હોશિયાર છે અને તે શ્રી રામનું કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહે છે. આ ચોપાઈનો જાપ કરનારને હનુમાનજી જેવું જ જ્ઞાન, ગુણ, ચતુરાઈ તેમજ શ્રી રામની ભક્તિ પ્રાપ્ત થાય છે.

5 કોશિશમાં સફળતા : भीम रूप धरि असुर संहारे | रामचंद्रजी के काज संवारे || જીવનમાં ઘણી વાર એવું બને છે કે બધા જ પ્રયત્નો કરવા છતાં પણ કામમાં અવરોધો આવે છે અને જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે તો આ ચોપાઈનો ઓછામાં ઓછો 108 વાર જાપ જરૂર કરો, ચોક્કસ તમને ફાયદો થશે.

આ ચોપાઈનો અર્થ છે કે શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં હનુમાનજીએ ભીમનું સ્વરૂપ એટલે કે વિશાળ રૂપ ધારણ કરીને અસુરો – રાક્ષસોનો સંહાર કર્યો હતો. શ્રી રામના કાર્યને પૂર્ણ કરવામાં હનુમાનજીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને તેના જ કારણે શ્રી રામનું તમામ કાર્ય પૂર્ણ થયું.

તો હવે આ માહિતી મેળવ્યા પછી તમે હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે શરૂ કરો છો? અમને આશા છે કે આ લેખ જરૂર ગમ્યો હશે, આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગામતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હનુમાન ચાલીસા કરવાના ફાયદા વિષે હજુ પણ તમે અજાણ છો તો જાણી લો તેના અદભુત ફાયદા”

Comments are closed.