hanuman chalisa na fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

હનુમાન ચાલીસા મહાન સંત ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી કાવ્ય રચના છે. તમને જણાવી દઈએ કે તુલસીદાસને સંત વાલ્મીકિનો અવતાર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીદાસે હરિદ્વારમાં કુંભ મેળામાં સમાધિની અવસ્થામાં હનુમાન ચાલીસાની રચના કરી હતી.

ચાલીસાનો અર્થ થાય છે ચાલીસ અને આ પ્રસિદ્ધ રચનામાં હનુમાનની સ્તુતિમાં કુલ 40 શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સંત તુલસીદાસ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેને હનુમાન દાદાની અપાર કૃપા પ્રાપ્ત થશે.

હિંદુઓમાં એક સામાન્ય માન્યતા એવી પણ છે કે જે કોઈપણ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને ઘણા ફાયદા થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ જેના માટે તમારે પણ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

નિષ્ણાત અભિપ્રાય મુજબ, ‘नासै रोग हरै सब पीरा । जपत निरन्तर हनुमत बीरा ॥. આ હનુમાન ચાલીસાના એક શ્લોકમાંથી એક શ્લોક છે. તેનો અર્થ થાય છે કે ‘જે કોઈ શ્રદ્ધાથી ભગવાન હનુમાનના નામનો જાપ કરે છે તેને તમામ પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

મંત્રોમાં ઘણી શક્તિ રહેલી હોય છે એ આપણે સૌ માનીએ છીએ. ભગવાન હનુમાન વાયુ-પુત્ર છે અને વાયુ આપણો પ્રાણ (ઓક્સિજન) છે, જે આપણા કોઈ પણ જીવના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે. આયુર્વેદ પણ માને છે કે આપણા મન અને શરીરની મોટાભાગની બિમારીઓ માટે વાયુ (વાત-દોષ) જવાબદાર છે.

હનુમાન ચાલીસાના જાપ કરીને આપણે કોઈપણ વાત – વિકારને નિયંત્રિત કરી શકીએ છીએ, પછી તે શારીરિક હોય કે માનસિક અને એમાં ખાસ કરીને અલ્ઝાઈમર, સ્કિઝોફ્રેનિયા, મિર્ગી વગેરે જેવા રોગો. આ માટે તમારે ફક્ત તમારા હૃદયમાં થોડો વિશ્વાસ રાખવાની જરૂર હોય છે.

હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ મંત્રો પર ઘણાં સંશોધનો કર્યા પછી તેમની ઉપચાર શક્તિનો સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચો: હનુમાન ચાલીસા કરવાના ફાયદા વિષે હજુ પણ તમે અજાણ છો તો જાણી લો તેના અદભુત ફાયદા

હનુમાન ચાલીસાના જાપના ફાયદા

નિયમિતપણે હનુમાન ચાલીસાનો જાપ કરવાથી તમને ચમત્કારિક પરિણામ મળે છે. જેમ કે તમને તમારી માનસિક અને શારીરિક તકલીફોમાંથી મુક્તિ આપે છે. માનસિક શાંતિ આપે છે અને તે તમને ભક્તિ અને સમર્પણની શક્તિ શીખવે છે.

તે નકારાત્મક વિચારોથી દૂર રાખે છે અને તમારામાં આશા અને સકારાત્મકતા વિકસાવે છે. તે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવામાં મદદ કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાનું એક ખાસ કારણ છે કે વ્યક્તિ અપાર પુણ્ય પ્રાપ્ત કરવા માટે 40 દિવસ સુધી 40 શ્લોકોનો જાપ કરવો જોઈએ.

દિવ્ય ચાલીસા શક્તિશાળી છે અને જો કોઈ આ ચાલીસાનો પાઠ પુરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તો 8 મૂર્તિ, 12 જ્યોતિર્લિંગ, 5 મુખ અને 15 નેત્રોના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કોઈપણ કરી શકે છે પરંતુ તેને સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

સૂર્યાસ્ત પછી વાંચનારાઓએ સૌપ્રથમ તેમના હાથ, પગ અને ચહેરો અવશ્ય ધોવો જોઈએ. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને જો તમે પણ આવા જ લેખો, આહાર અને સ્વાસ્થ્ય સંબંધિત લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા