સૂર્યપ્રકાશને કારણે હાથ કાળા થઈ ગયા હોય તો ગોરા કરવા માટે 8 ટિપ્સ, થોડા જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે

hand whitening pack at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમી ચહેરાની ત્વચાનો રંગ જ તો છીનવી લે છે પણ તેની સાથે સાથે હાથની ત્વચા માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. મોટાભાગની મહિલાઓ ઉનાળાની ઋતુમાં તેમનું ધ્યાન માત્ર ચહેરાને ટેનિંગથી બચાવવા પર હોય છે, જ્યારે હાથની ત્વચાની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે.

જો તેજ સૂર્યપ્રકાશને કારણે હાથ માં ટૈનિંગ થઈ જાય છે તો તે ખૂબ જ કદરૂપું લાગે છે. પરંતુ જો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ ટેનિંગથી છુટકારો મેળવી શકો છો. આ અમે આ લેખમાં હાથની ટેનિંગ દૂર કરવાના કેટલાક સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહયા છીએ.

1. દહીં, લીંબુ અને ચોખાનું પેક માટે સામગ્રી : 1 ચમચી દહીં, 1 નાની ચમચી લીંબુનો રસ અને 1 મોટી ચમચી ચોખા પાવડર

વિધિ : એક બાઉલમાં દહીં, લીંબુનો રસ અને ચોખાનો પાવડર નાખીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને હાથ પર સારી રીતે લગાવો. 5 થી 10 મિનિટ પછી આ પેસ્ટને હાથથી ધીમે-ધીમે ઘસીને કાઢીને સ્વચ્છ પાણીથી હાથ ધોઈ લો. આવું નિયમિત કરવાથી હાથની કાળાશ ઓછી થશે.

ફાયદા – દહીંમાં બ્લીચિંગ ગુણ હોય છે અને ચોખા ખૂબ જ સારી ત્વચા એક્સ્ફોલિયેટર છે. બંનેનું મિશ્રણ ત્વચા પરની મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને ગોરી કરવામાં મદદ કરે છે. .

2. કોફી સ્ક્રબ માટે સામગ્રી : 1 નાની ચમચી કોફી, 1/2 નાની ચમચી મધ અને 1/2 નાની ચમચી દૂધ

વિધિ : એક બાઉલમાં દૂધ, કોફી અને મધને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને હાથ પર ઘસો. 5 મિનિટ સુધી હાથને સારી રીતે સ્ક્રબ કરો. પછી સ્વચ્છ પાણીથી હાથ ધોઈ લો. આ હોમમેઇડ હેન્ડ સ્ક્રબથી તમને ઘણો ફાયદો થશે. આનો ફાયદો છે કે કોફીમાં એન્ટી એજિંગ ગુણ હોય છે અને તે ત્વચાને ઠીક કરવાનું કામ કરે છે.

3. પપૈયા માટે સામગ્રી : 1 નાની ચમચી પપૈયાનો પલ્પ અને 1 નાની ચમચી પપૈયાના બીજ. વિધિ : પપૈયાનો એક ટુકડો લો અને તેને મેશ કરો. તેમાં પપૈયાના બીજ ઉમેરો. હવે આ મિશ્રણથી તમારા હાથને ધીમે-ધીમે સ્ક્રબ કરો. તેનાથી એક ફાયદો છે કે પપૈયા ત્વચાને ઊંડેથી સાફ કરીને તેને ચમકદાર બનાવી શકે છે.

હાથની ટૈનિંગ દૂર કરવા માટે બીજા ઉપાયો : 1. ટામેટાંનો રસ- ટામેટાંના રસમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે, તે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ ત્વચામાંથી ટેનિંગની સમસ્યાને ઓછી કરવા માટે કરી શકો છો.

2. બટાકાનો રસ- બટેટાના રસમાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે. જો તમે દરરોજ તમારા હાથ પર બટાકાનો રસ ટોનરની જેમ લગાવો છો તો આમ કરવાથી હાથની કાળાશ ઓછી થઈ જશે.

3. કાકડી- કાકડીમાં વિટામિન-સી ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. કાકડીનો રસ ત્વચાને બ્લીચ કરવામાં ખૂબ મદદગાર છે. કાકડીનો એક નાનો ટુકડો લઈને તેને તમારા હાથમાં ઘસો. આવું નિયમિત કરવાથી હાથની કાળાશ દૂર થઈ જશે.

4. એલોવેરા જેલ- એલોવેરા જેલમાં પિગમેન્ટેશનની સમસ્યાને ઓછી કરવાની ક્ષમતા રહેલી છે. જો તમારા હાથ ઉનાળાના સખત તડકામાં કાળા થઈ ગયા હોય તો તમારે રાત્રે સૂતા પહેલા નિયમિતપણે તમારા હાથ પર એલોવેરા જેલ લગાવવી જોઈએ. થોડા સમય આમ કરવાથી કાળાશ ઓછી થવા લાગશે.

5. સંતરાની છાલનો પાવડર- સંતરાની છાલને સૂકવીને પાવડર બનાવો અને પછી તે પાવડરને દૂધ અથવા દહીંમાં મિક્સ કરીને હાથને સ્ક્રબ કરો. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે કાચું દૂધ વાપરવું જોઈએ અને જો તે ઓઈલી હોય તો દહીંનો ઉપયોગ કરો.

તો અમને આશા છે કે તમને માહિતી રસપ્રદ લાગી હશે અને તમારા ઉપયોગી સાબિત થશે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.