hair problem in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળની ​​સારી સંભાળ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તેને સાફ સુથરા રાખો. સામાન્ય રીતે મહિલાઓ વાળ સાફ કરવા માટે શેમ્પૂનો ઉપયોગ કરતી હોય છે. બજારમાં તમને ઘણી સારી બ્રાન્ડના શેમ્પૂ મળી જશે. સાથે તમારે તમારા વાળના ટેક્ચર મુજબ જ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

પરંતુ ક્યારેક કોઈ સંકટ સમયમાં જ્યારે તમારી પાસે શેમ્પૂ ના હોય તો તમે શું કરો છો? શું તમે પહેલા ક્યારેય શેમ્પૂની ના હોય તો તમારા વાળને બોડી વોશ અથવા સાબુથી ધોયા છે ખરા? તમે કોઈ ને કોઈ સમયે આવી પરિસ્થિતિમાં મુકાયા જ હશો અને તમે તમારા કામને પૂર્ણ કરવા માટે શેમ્પૂનો વિકલ્પ પણ શોધ્યો હશે.

તમારામાંથી કેટલીક મહિલાઓએ એવી હશે તેમને તેઓના વાળ સાબુ અને બોડી વોશથી ધોયા જ હશે. પરંતુ આ અંગે બ્યુટી એક્સપર્ટ નું કહેવું છે કે સાબુ કે બોડી વોશથી વાળ સાફ કરવાનો વિચાર બિલકુલ સાચો નથી. આનાથી તમે તમારા વાળને બગાડો છો.

સાબુમાં રહેલા હાર્ડ કેમિકલ તમારા વાળના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. બોડી વોશ અને ફેસ વોશ થી વલને ધોવાથી વધારે નુકસાન થઇ શકે છે.

યોગ્ય રીતે વાળ સાફ થતા નથી : તમે ગમે તેટલી કોશિશ કરી લો પણ સાબુ, ફેસ વોશ અને બોડી વોશથી વાળ બરાબર સાફ નથી થઇ શકતા. પહેલી વાત તો એ છે કે તેને વાળમાં લગાવતાની સાથે જ વાળમાં ડ્રાયનેસ આવવા લાગે છે અને તેના કારણે માથાની ચામડીને સાફ કરવી મુશ્કેલ બની જાય છે. જો શેમ્પૂ ના હોય તો વાળમાં એપલ વિનેગર લગાવો. આનાથી વાળ ઊંડાઈથી સાફ નથી થતા પરંતુ તે થોડા સમય માટે ફ્રેશ જરૂર લાગે છે.

વાળ ડ્રાય થઇ જાય છે : સાબુ ​​અને બોડી વોશમાં હાર્ડ કેમિકલ્સ હોય છે, જે વાળને એટલા સૂકા બનાવે છે કે તે ગંઠાઈ જાય છે. એટલું જ નહીં તેનાથી વાળ તૂટવા પણ લાગે છે અને જ્યારે સુકાઈ જાય છે અને વાળમાં બરાબર રીતે કાંસકો પણ ફેરવી શકાતું નથી. વાળમાં વધારે વોલ્યુમ હોવાને કારણે તેને મેનેજ કરવું મુશ્કેલ બની જાય છે.

વાળમાં (હાઈનેસ) કઠિનતા આવે : ડ્રાયનેસની સાથે વાળમાં કડકપણું પણ આવે છે. વાળ એટલા કડક થઈ જાય છે કે તમે ના તો તેને ખુલ્લા રાખી શકો છો કે ના તો બાંધી શકો છો. જો તમારા વાળ પહેલેથી જ સૂકા છે તો સાબુ અને બોડી વોશ અથવા ફેસ વોશનો ઉપયોગ કરવાથી તે વધારે સુકાઈ જશે.

વાળની ​​ચમક ગાયબ થઈ જાય છે : આ રીતે વાળને ધોવાથી તેની ચમક પણ ઘટી જાય છે. તે ફ્રિજી દેખાય છે અને વારંવાર ગૂંચાઈ જાય છે. જો તમે પણ આવું કર્યું છે અને વાળ ખૂબ જ વધારે ડ્રાય થઈ રહ્યા છે, તો વાળમાં વધારે નારિયેળ તેલ લગાવો. નાળિયેર તેલને થોડું ગરમ કરીને હળવા હાથેથી માલિશ કરો

વાળના રંગ પર અસર પડે છે : સાબુ ​​અને બોડી વોશમાં રહેલા હાર્ડ કેમિકલ્સ તમારા વાળનો રંગ ઝાંખો પાડી શકે છે. તો જો તમે તમારા વાળને પ્રેમ કરો છો તો ભૂલથી પણ કોઈ દિવસ આ ભૂલ ના કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા