સ્ત્રીઓમાં વાળ ખરવા એ ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયમાં લગભગ મોટાભાગની મહિલાઓ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહી છે. જો કે આ સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્વનું કારણ છે કે તમે વાળની યોગ્ય કાળજી નથી લેતા.
ક્યારેક સમયના અભાવે તો ક્યારેક યોગ્ય આહાર ના લેવાને કારણે વાળ નબળા થવા લાગે છે. ઘણી વખત જ્યારે વાળની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં નથી આવતું એના કારણે અથવા વાળ સુધી યોગ્ય પોષક તત્વો નથી પહોંચી શકતા ત્યારે પણ વાળ તૂટવા લાગે છે.
વાળ ખરવાની સીધી અસર આપણી સુંદરતામાં પણ પડે છે. તેથી દરેક વ્યક્તિ આ સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાયો શોધતો રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો આ લેખમાં આપવામાં આવેલ આ ઘરેલું ઉપાય એકવાર જરૂર અજમાવો.
વાળ ખરવાના ઘરગથ્થુ ઉપચાર માટે જરૂરી સામગ્રી : 1 ચમચી મેથીના દાણા, 2 મોટી ચમચી દહીં, 1 નાની ચમચી આમળા પાવડર, 1 નાની ચમચી શિકાકાઈ પાવડર અને 1 મોટી ચમચી એલોવેરા જેલ.
વિધિ : તમારે જે દિવસે આ હેર પેક વાળમાં લગાવાનો હોય તેના આગલા દિવસે રાત્રે સૂતા પહેલા મેથીના દાણાને દહીંમાં પલાળીને રાખો. આમ કરવાથી મેથીના દાણા ફૂલી જાય છે અને તેને પીસવામાં વધારે મહેનત લાગતી નથી. આ સાથે તમે આ મિશ્રણમાં શિકાકાઈ પાવડર, એલોવેરા જેલ અને આમળા પાવડર પણ ઉમેરો.
પછી આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો. તમે આ હોમમેઇડ હેર પેકને 30 મિનિટથી 1 કલાક સુધી લગાવીને રાખી શકો છો, ત્યારબાદ તમારે પાણીથી વાળ ધોઈ લેવાના છે. જો તમે અઠવાડિયામાં એકવાર આ હોમમેઇડ હેર પેક લગાવશો તો તમને જલ્દી જ સારું પરિણામ જોવા મળશે અને વાળ ખરતા ઓછા થઇ જશે.
આ બાબતો ધ્યાનમાં રાખો : આ હેર પેક બનાવતી વખતે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે મેથીના દાણા સારી રીતે પીસાઈ જવા જોઈએ. જો સારી રીતે મેથી દાણા પીસાતા નથી ટી તો તમારે આ પેકને વાળમાંથી દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે, જ્યારે આ સ્થિતિમાં તમારા વાળ પણ તૂટી શકે છે.
આ હેર પેકને તમારા વાળમાં લગાવ્યા બાદ તેને કુદરતી રીતે જ સુકાવા દો. ધ્યાનમાં રાખો કે તમારે આ હેર પેક લગાવીને તડકામાં બહાર જવું નથી અને તેને વાળને સંપૂર્ણપણે સુકાવા પણ દેવાના નથી. જો તમે વાળને સંપૂર્ણપણે સુકવી દો છો તો તેને દૂર કરવું મુશ્કેલ બનશે.
આ હેર પેક લગાવ્યા પછી તમારે તેને માત્ર પાણીથી જ ધોવાના છે અને શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી. જો તમે વાળને શેમ્પૂથી ધોશો તો આ હેર પેકમાં રહેલા તમામ પોષક તત્વો જે વાળ માટે ફાયદાકારક છે તે નાશ પામશે.
જાણો આ હેર પેકના ફાયદા : મેથીના દાણામાં એક પ્રકારનું ફૈટ હોય છે જે લેસીથિન કહેવામાં આવે છે. તે વાળના વિકાસ માટે સારું માનવામાં આવે છે. મેથીમાં ડેન્ડ્રફને ઓછી કરવાના ગુણ પણ હોય છે . આ હેર પેકમાં દહીંનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે ડેન્ડ્રફ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આ હેર પેકમાં આમળાનો ઉપયોગ થયેલો છે જે વાળમાં મેલેનિનનું ઉત્પાદન વધારે છે, જે વાળના સફેદ થવાને ઘટાડે છે અને વાળના વિકાસ માટે ખૂબ સારું માનવામાં આવે છે. વાળના ફોલિકલ્સના સ્વાસ્થ્ય માટે પણ આમળા ફાયદાકારક છે.
ક્યારેક હાઈડ્રેશનના અભાવે પણ વાળ તૂટવા લાગે છે તો આવી સ્થિતિમાં તમે વાળને નમી પહોંચાડવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ હેર પેકમાં એલોવેરા જેલનો ઉપયોગ થયેલો છે જે વાળની શુષ્કતા ઓછી કરે છે.
જો તમને આ વાળ ખરવા માટેનો ઉપાય પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો અને આવી જ બ્યુટી સબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.