દરેક મહિલાને તેના વાળ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ આજકાલ પાતળા વાળ અને વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો કે વાળની ખરાબ સ્વાસ્થ્ય પાછળ ઘણા કારણો છે, પરંતુ ઘણા બધા કારણોમાંનું એક સામાંન્ય કારણ તણાવ છે.
સ્ટ્રેસ લેવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે, તણાવ તમારા વાળને પણ ખરાબ રીતે અસર કરે છે, જેમ કે તમારા વાળ ખરવા અને પાતળા થવા લાગે છે. આ માટે જરૂરી છે કે તમે પહેલા તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરો. આ માટે તમે ઘણી ટિપ્સ અપનાવી શકો છો.
આ સીવટ તમારે વાળની યોગ્ય કાળજી લેવી જોઈએ. જ્યારે તણાવ વાળ ખરવાનું કારણ બને છે, ત્યારે સૌથી પહેલા મનને હળવું કરવું જોઈએ. આ સિવાય તમે વાળને ખરતા અટકાવવા અને પાતળા થતા અટકાવવા માટે કેટલીક હેર કેર રૂટિન અપનાવી શકો છો.
તમારે વાળમાં નિયમિત સમયાંતરે તેલની માલિશ કરવી જોઈએ. તેનાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે અને વાળના સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડશે. જો તમારા વાળ વધારે ઓઈલી હોય તો પણ તમારે તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ, અને તમારા વાળ પણ ધોવાનું ચાલુ રાખવું જોઈએ.
જો વાળ વધારે ઓઈલી હોય તો થોડી માત્રામાં તેલ લગાવો અને વાળને જલ્દી જલ્દી ધોઈ લો. જો તમે વધારે ટ્રાવેલ કરો છો અથવા તડકામાં વધારે સમય રહો છો તો તમારા વાળને ઢાંકીને રાખો. આ સાથે વાળમાં સીરમ લગાવીને રાખવું જોઈએ. આ સિવાય વાળમાં સૂર્યથી રક્ષણ માટે એલોવેરા જેલ પણ લગાવવું જોઈએ.
જો વાળ ખૂબ વધારે ખરતા હોય અથવા પાતળા થઈ ગયા હોય તો તમારે વાળની કેમિકલ ટ્રીટમેન્ટથી અને હીટિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારા વાળ વધુ કમજોર થઈ જાય છે અને ખરવા લાગે છે. તમારા વાળ ધોતી વખતે શેમ્પૂનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
પહેલા તમારે પાણીમાં શેમ્પૂ મિક્સ કરીને પછી વાળમાં લગાવવું જોઈએ. આમ કરવાથી તમે તમારા વાળને શેમ્પૂમાં હાજર કઠોર તત્વો અથવા નુકસાનકારક પદાર્થોથી બચાવી શકો છો. આ બધી ટિપ્સની સાથે તમારા આહારમાં પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ.
વાસ્તવમાં વાળ પ્રોટીનથી બનેલા હોય છે અને પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી વાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં પહોંચતું રહે છે. આ સાથે તમારે વાળમાં ત્રિફળા, બ્રાહ્મી અને ભૃંગરાજનો પણ ઉપયોગ કરવો જોઈએ.
જો તમારે પણ સ્ટ્રેસ લેવાને કારણે વાળ ખરી રહયા છે તો તમે પણ આ ઉપાયો કરીને ખરતા વાળને અટકાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.