hair care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેર કેરમાં સૌથી મહત્વનું સ્ટેપ છે તેમને સાફ કરવાનું. સામાન્ય રીતે આપણે વાળ ધોવા માટે શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમને લાગે છે કે ફક્ત તમારા વાળ ધોયા પછી આપણું કામ પતી ગયું, તો અહીંયા તમે ખોટા સાબિત થાઓ છો.

વાળ ધોયા પછી જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો વાળ તૂટી શકે છે અને વાળના મૂળ પણ પડી શકે છે. ક્યારેક વાળ ધોયા પછી કેટલીક નાની ભૂલો તમારા વાળને નિર્જીવ બનાવી દે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એવું કઈ હોતું હશે પરંતુ વાળ ધોયા પછી વાળને સૌથી વધુ કાળજીની જરૂર પડે છે.

હકીકત એ છે કે જ્યારે તમે તમારા વાળ ધોશો ત્યારે વાળના છિદ્રો ખુલી જાય છે અને વાળ ખૂબ નબળા થઈ જાય છે. તો આવી સ્થિતિમાં તમારી કેટલીક ભૂલો વાળને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તો આજના આ લેખમાં અમે તમને આવી જ ત્રણ ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે વાળ ધોયા પછી ક્યારેય ના કરવી જોઈએ.

1. ટુવાલથી વાળને રગડવા : સામાન્ય રીતે મહિલાઓ વાળ ધોયા પછી વાળમાંથી વધારાનું પાણી સુકાવા માટે ટુવાલથી વાળને જોરશોરથી ઘસે છે. પરંતુવાળ ધોયા પછી આમ કરવાથી વાળના મૂળ કમજોર થઇ જાય છે અને વાળ ખરવાના શરુ થઇ જાય છે, પરંતુ વાળને વારંવાર ઘસવાથી ઘર્ષણ થાય છે.

શું કરવું જોઈએ – તમારે વાળ ધોયા પછી ટુવાલથી વાળને ઘસી ઘસીને રગડવાને બદલે ટી-શર્ટ અથવા માઈક્રોફાઈબર કપડાથી વાળને લપેટી લેવા જોઈએ. લપેટીને થોડા સમય માટે વાળને આમ જ રહેવા દો. આનાથી વધારાનું પાણી સરળતાથી કપડામાં અથવા ટી-શર્ટમાં શોષાઈ જશે.

2. બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવો : સામાન્ય રીતે સ્ત્રીઓ વાળ ધોયા પછી ઘણીવાર તેને સ્ટાઇલ કરવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરતા હોય છે. બ્લો ડ્રાયર્સ તમારા વાળને સ્ટાઇલ ચોક્કસ કરે છે. પરંતુ વાળ ધોયા પછી તરત જ હીટ સ્ટાઇલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવતો નથી.

વાસ્તવમાં જો વાળ ધોયા પછી બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો વાળ તેનો ​​ભેજ ગુમાવે છે અને વાળ શુષ્ક, નબળા બની જાય છે. આ સિવાય પણ વાળ ધોયા પછી તેઓ ભીના હોવાથી વધુ સંવેદનશીલ હોય છે, જેના કારણે તૂટવાની સંભાવના વધારે હોય છે.

શું કરવું જોઈએ – વાળ ધોયા પછી બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તમારા વાળને કુદરતી રીતે સુકાય તેનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમારી જોડે સમય નથી અને તમે ઉતાવળમાં હોય તો વાળ થોડા સુકાઈ ગયા પછી પહેલા વાળ પર હીટ પ્રોટેક્શન સ્પ્રેનો ઉપયોગ કરો અને પછી જ બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો.

3. વાળ બાંધવા : ભીના વાળ નાજુક હોય છે અને જો તમે વાળ ધોયા પછી બાંધો તો તે વધારે તૂટે છે. આનાથી પણ ખરાબ કે જ્યારે તમે તમારા વાળને ધોયા પછી તેને બાંધવા માટે ઈલાસ્ટીકનો ઉપયોગ કરો છો તે વધારે નુકસાનકારક છે. ભીના વાળને બાંધવાથી માથાની ચામડીમાં ખંજવાળ આવે છે અને ડેન્ડ્રફ થવાની સંભાવના પણ રહે છે.

શું કરવું જોઈએ – ભીના વાળને ક્યારેય બાંધવાની ભૂલ ના કરો. તમે પહેલા તમારા વાળ સુકાય તેની રાહ જુઓ અને પછી તેને જ તેને બાંધો. જો તમારે ક્યાંક બહાર જવાનું હોય તો વાળને વધારે ટાઈટ બાંધવાની જગ્યાએ નાના થોડા વાળને હળવા બાંધો.

જો તમે પણ અત્યાર સુધી આ માહિતીથી અજાણ હતા તો, આ લેખ વાંચ્યા પછી તમારે પણ આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા