ghau na lot no shiro recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે વરસાદને કારણે હવામાન બદલાવા લાગે છે, ત્યારે 2 વસ્તુઓનું મન વધારે થાય. આ દિવસોમાં કોને ચા-સમોસા અને શિરો ખાવાનું મન થતું નથી. આપણે ગમે તેમ કરીને ચા અને સમોસા તો ખાઈએ જ છીએ, પણ વરસાદ પડતાં જ કંઈક ગળ્યું અને ગરમ ખાવાનું મન થાય છે.

હવે વારંવાર સોજીનો શિરો કોણ ખાશે? મારા ઘરમાં સોજી કરતાં ઘઉંનો શિરો બને છે. જો સોજી ન હોય તો પણ તમે ચિંતા કરશો નહીં કે તમારે વરસાદમાં ભીંજાતી વખતે સોજી લાવવી પડશે અને બીજું કારણ એ છે કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

જો કે, ઘણાને ઘઉંનો શીરો બનાવવો મુશ્કેલ લાગે છે. આનું કારણ એ છે કે જો લોટ યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તે કાચો લાગે છે. હવે જો તમારે ઘરે પરફેક્ટ લોટનો શીરો બનાવવો હોય તો તમે આ ટિપ્સને ધ્યાનમાં રાખી શકો છો.

પહેલા કરો આ તૈયારી-

  • શીરો બનાવવા માટે લોટને સારી રીતે ચાળીને બાજુમાં રાખો.
  • ધ્યાનમાં રાખો કે શીરો ત્યારે જ સ્વાદિષ્ટ બનશે જ્યારે તેને શુદ્ધ દેશી ઘીમાં બનાવવામાં આવે. આ માટે ઘી બિલકુલ કંજુસી ન કરો.
  • ડ્રાયફ્રુટ્સને પણ ઘીમાં શેકી લો તો શીરાનો સ્વાદ પણ વધશે. ડ્રાયફ્રૂટ્સને જીણા કાપો અને તેને બાજુ પર રાખો.

આ પણ વાંચો : આ સિક્રેટ વસ્તુ અને પરફેક્ટ માપ સાથે 10 મિનિટમાં પરફેક્ટ સોજીનો શીરો બનાવો, પહેલીવાર બનાવનાર પણ પરફેક્ટ બનાવશે

દાદીમાના નુસખા

  • ઘઉંના લોટનો શીરો સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 1 ચમચી સૂકી શેકેલો રવો ઉમેરો. તેનાથી શીરાના સ્વાદમાં વધારો થશે.
  • જો તમે ઇચ્છો છો કે શીરો બળે નહીં, તો તેને સતત હલાવતા રહો. આ સાથે ઘીમાં લોટ નાખ્યા પછી તેમાં 1 ચમચી ઘી નાખીને શેકી લો. આનાથી લોટ સુકાશે નહીં.
  • ઘી અને લોટની માત્રા હંમેશા યોગ્ય હોવી જોઈએ. 2 ચમચી ઘી ઉમેરો અને 1 કપ લોટ ઉમેરો અને તેને સારી રીતે શેકી લો.
  • જો તમને લોટમાં ફ્લેવર જોઈએ તો, લોટ શેકતી વખતે એક ચપટી એલચી પાવડર નાખો.

આ ભૂલો ના કરો-

  • જો તમે ઈચ્છો છો કે લોટ સારી રીતે ચડી જાય, તો તેને ધીમી આંચ પર સતત હલાવતા રહો.
  • જો લોટમાં ગઠ્ઠો બનતો હોય તો સૌપ્રથમ તેને એકવાર ચારણીથી ગાળી લો અને પછી તેને ગેસ પર મૂકીને પકાવો.
  • જ્યારે પણ લોટમાં પાણી નાખો ત્યારે તેને પહેલા ગરમ કરો. ઠંડા પાણીને કારણ શીરો પકવવામાં સમય લાગે છે.

આ ખાસ વસ્તુ ઉમેરો

જો તમે ઇચ્છો છો કે ઘઉંનો શીરો સ્વાદિષ્ટ બને અને તેનું ટેક્ચર સૂકું ના લાગે, તો પાણીને બદલે દૂધ ઉમેરીને બનાવો. પહેલા દૂધમાં 1/2 કપ દૂધ અને પછી 1/2 કપ પાણી ઉમેરીને પકાવો.

ઘઉંના લોટનો શીરો કેવી રીતે બનાવવો

સામગ્રી-

  • 1 કપ લોટ
  • 2 ચમચી ઘી
  • ચપટી એલચી પાવડર
  • 1/2 કપ દૂધ
  • 1/2 કપ પાણી
  • 1/4 કપ ખાંડ
  • 1/2 કપ બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ

આ પણ વાંચો : ઢોસાનો સ્વાદ બનાવો છે સ્વાદિષ્ટ તો બટાકાનો મસાલો ટેસ્ટી હોવો જોઈએ, તો જાણો બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

બનાવવાની રીત-

એક કડાઈમાં ઘી નાખીને તેમાં સૌથી પહેલા ડ્રાય ફ્રૂટ્સ શેકી લો અને તેને બહાર કાઢીને બાજુમાં રાખો.
હવે એ જ કડાઈમાં ચાળેલા લોટને સારી રીતે શેકી લો. હવે તેમાં ખાંડ ઉમેરો અને વધુ 1 મિનિટ માટે ફ્રાય કરો. જ્યારે લોટ સોનેરી થવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર , પાણી અને દૂધ ઉમેરીને તેને ચડવા દો. છેલ્લે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને વરસાદ દરમિયાન ગરમાગરમ શીરાનો આનંદ લો.

આ રીતે શિરો બનાવો અને તમને આ ટિપ્સ કેવી લાગી, અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂર શેર કરો. અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. જો તમને આ લેખ અને રેસીપી બનાવવાની ટિપ્સ પસંદ આવી હોય, તો શેર કરો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા