અહીંયા જોઇશુ એવી 20 ઘરેલુ નાની મોટી ટિપ્સ જે તમારા શરીર માં થતી નાની મોટી તકલીફો ને દૂર કરવામાં મદદ થઇ શકે છે. અહીંયા તમને એકદમ ટૂંકી જ રીતે બધી ટિપ્સ બતાવવાના છીએ તો જરૂર થી આ 20 ઘરેલુ ટિપ્સ જોઈલો જે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે.
1 ) વરિયાળી નું શરબત પીવાથી પેશાબમાં થતી બળતરા તથા પેશાબના અટકાવમાં રાહત રહે છે. 2 ) ગરમીની એટલેકે ઉનાળાની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દુધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે. 3 ) સંતરાનું જ્યુસ પીવાથી શરીરમાં પોટાશની ખામી દૂર થાય છે અને આથી ચહેરા પર કરચલીઓ પડવાની શક્યતા ઓછી રહે છે.
4 ) વારંવાર જુલાબની ગોળીઓ લેવા કરતા એક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે. 5 ) એક ચમચી કાંદાનો રસ, એક ચમચી આદુનો રસ, બે ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત રહે છે. 6) નાહવાના પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નાહવાથી શરીરમાં ઠંડક લાગે છે.
7 ) દ્રાક્ષ નાં સેવનથી પેટ ની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે. 8) તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. 9 ) જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગર્મી દૂર થાય છે. 10 ) રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવે છે. 11 ) ઠંડીને કારણે શરીરમાં ધ્રુજારી થતી હોય તો પગનાં તળિયામાં રાયના તેલની માલિશ કરવી.
12 ) તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. 13 ) તલનું તેલ મેદનાશક કહેવાય છે. આથી મેદ ઘટાડવા તલના તેલમાં રસોઈ બનાવવી જોઈએ. 14 ) સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.
15 ) શિયાળામાં પગમાં પડતા ચીરા કે વાઢિયા પડતા અટકાવવા રાત્રે સુતા પહેલા પગમાં ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું. 16 ) કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખુજલી દાદર મટે છે. 17 ) કોપરેલ તેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરતા વાળ ખરતા અટકી જાય છે.
18 ) સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી. 19 ) લવિંગને જરા શેકીને મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છ. 20 ) જો તમે ગોળના નાના નાના ટુકડા સાથે ૮ થી ૧૦ દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતર જશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.