આજે તમને જણાવીશું ગરમ મસાલો (Gujarati Masala) બનાવવાની રીત. દરેક સ્ત્રીને રસોઈની રાની કહેવામાં આવે છે કારણ કે તેમને રાંધવાનું પસંદ હોય છે અને તેમનો મોટાભાગનો દિવસ તો રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે અલગ અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવા માંગતી હોય છે. પરંતુ આજની મહિલાઓને ઘર સિવાય ઓફિસની પણ જવાબદારી નિભાવવી પડે છે અને તેના કારણે તેમની પાસે રસોડામાં કઈ નવું બનાવવાનો સમય નથી હોતો.
જો તમને બજારમાં મસાલા નથી મળી રહ્યા અથવા તમે ગુણવત્તા સાથે બાંધછોડ કરવા નથી માંગતા તો આજે અમે તમારા માટે ગરમ મસાલાની રેસિપી લઈને આવ્યા છીએ. ઘરે બનાવેલા મસાલા બજાર કરતાં વધુ તાજા અને સારી ગુણવત્તાના હોય છે.
જો તમે બજારમાંથી ગરમ મસાલા લાવો છો અને તમારા ખાવામાં સ્વાદ ના આવતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તેના બદલે ઘરે જ ગરમ મસાલો બનાવી લો અને તમારા ભોજનનો સ્વાદ બમણો કરો. આ સિવાય ગરમ મસાલો ઘણા લોકોના શરીરમાં ખૂબ ગરમી બનાવે છે અને જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. પણ ઘરે બનાવેલો ગરમ મસાલો આ સમસ્યાઓથી તમને બચાવે છે.
ગરમ મસાલા પાવડર માટે સામગ્રી : આખા ધાણા 1/2 કપ, જીરું 1/2 કપ, જાયફળ 2, જાવિત્રી 1 કપ, લવિંગ 1/3 કપ, તજ 7-8, મોટી ઈલાયચી 1/2 કપ, કાળા મરી 1/3 કપ, લીલી ઈલાયચી 3/4 કપ, તેજ પત્તા 20-25.
ગરમ મસાલા પાવડર બનાવવાની રીત – Gujarati Masala : ગરમ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગેસ પર ગરમ કરો, પેન ગરમ થાય એટલે તેમાં બધા સૂકા મસાલાને શેકી લો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તમારે તેને ખૂબ જ ધીમા ગેસ પર શેકવાના છે, જેથી તેમનો રંગ ના બદલાઈ જાય.
બધા સૂકા મસાલા શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો અને પ્લેટમાં રાખો. જ્યારે તે ઠંડા થઇ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને તેને થોડું બરછટ પીસી લો કારણ કે ગરમ મસાલાને થોડો બરછટ પાવડર સારો લાગે છે. તો તમારો ગરમ મસાલો તૈયાર બની ગયો છે, તમે તેને સરળતાથી 3 મહિના સુધી સ્ટોર કરીને ઉપયોગમાં લઇ શકો છો.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ કિચન ટિપ્સ અને અવનવી નાસ્તાની વાનગી ની રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.