ખોરાક એ માત્ર પેટ ભરવાનું સાધન નથી, પરંતુ તે શરીર માટે ઇંધણની જેમ કામ કરે છે. આ જ કારણ છે કે આપણે જે પણ કંઈક ખાઈએ છીએ તેની સીધી અસર શરીરની એનર્જી લેવલ પર પડે છે. હકીકતમાં, દરેક વ્યક્તિને આખા દિવસમાં એનર્જીનું લેવલ વધતું અને ઘટતું હોય તેવો અનુભવ થતો રહે છે.
પરંતુ આ માટે લોકો ઘણીવાર તેમની ઊંઘ અથવા તણાવને દોષ આપે છે, પરંતુ આ સિવાય તમે જે પણ કંઈક ખાઓ છો તેની સીધી અસર તમારા ઉર્જા સ્તર પણ પડે છે. સામાન્ય રીતે, ભોજન કરાવથી આપણી ટાંકીમાં ઇંધણ ભરાઈ જાય છે અને આપણે વધારે એનર્જીનો અનુભવ કરીએ છીએ.
જો કે અમુક કેટલાક ખોરાક એવા છે જે ખરેખર તમારી એનર્જીને સંપૂર્ણપણે નિચોવી શકે છે અને તે માત્રે ડોક્ટર અને ડાયટિશિયન દ્વારા તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું, જે તમારા સહરીરની એનર્જી પર નકારાત્મક અસર કરી શકે છે.
સુગર રિચ ફૂડ : બજારમાં આવી ઘણી ખાદ્ય વસ્તુઓ મળે છે જેમાં અતિશય પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જેમ કે, ફ્લેવર્ડ દહીંથી લઈને પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં સુગરનું સ્તર ખૂબ ઊંચું હોય છે. આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ કારણ કે આ વસ્તુઓ તમારા એનર્જી લેવલને વધારવાને બદલે ઘટાડી શકે છે.
કોફી : સામાન્ય રીતે જ્યારે લોકો થાકેલા હોય છે અથવા જોબ પર બ્રેક પડે ત્યારે તેઓ પોતાને રિચાર્જ કરવા માટે કોફી પીવે છે. એ વાત સાચી છે કે જ્યારે કોફીનું સેવન પ્રમાણસર કરવામાં આવે તો કોફીની સકારાત્મક શારીરિક અને માનસિક અસરો થઈ શકે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે કોફીમાં કેફીન હોય છે, જે થોડા સમય માટે એનર્જી અને મગજની એક્ટિવિટીમાં વધારો કરે છે. પરંતુ નિયમિતપણે કોફી પીવાથી ઉંઘ પર વિપરીત અસર થાય છે જેનાથી શરીરની એનર્જી પણ ઓછી થાય છે. આટલું જ નહીં, પોષણનો અભાવ તમારી આ સમસ્યાને વધારી શકે છે.
એનર્જી ડ્રિન્ક : એનર્જી ડ્રિંક્સનું નામ સાંભળીને લોકોને ઘણીવાર એવું લાગે છે કે તે શરીરને એનર્જી આપે છે. આ વાત પણ સાચી છે કે, તેને પીવાથી તમને થોડો સમય એનર્જી મળે છે, પરંતુ વાસ્તવમાં તે શરીરની એનર્જી પર નકારાત્મક અસર છોડે છે. હકીકતમાં, તેમાં સુગરનું અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે તમારી શરીરમાં એનર્જી લેવલ ઘટી શકે છે.
ફાસ્ટ ફૂડ : અત્યારના સમયમાં લોકો ફાસ્ટ ફૂડ અને તળેલું ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. વાસ્તવમાં, તેમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો નહિવત પ્રમાણમાં હોય છે, જ્યારે તેમાં ચરબીનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે.
જેના કારણે જ્યારે તમે ફાસ્ટ ફૂડ ખાઓ છો તો તે તમારા પાચન પર નકારાત્મક અસર કરે છે. આટલું જ નહીં, તેમના સેવનથી તમારા શરીરમાં એનર્જી વધારનારા પોષક તત્વો પણ ઓછા થવા લાગે છે, જેના કારણે તમને થાક લાગે છે અને શરીરમાં એનર્જી નથી એવો અહેસાસ થાય છે.
તો હવે બને ત્યાં સુધી આ બહારના ખાદ્યપદાર્થોથી થોડુક અંતર રાખો અને દિવસભર તમારી જાતને ઉર્જાવાન મહેસુસ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.