vastu shastra for tulsi plant
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને તે દેવતા સમાન છે કારણ કે તુલસીને દેવી લક્ષ્મી એટલે કે ધનની દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેખીતી રીતે, જો તમારા જીવનમાં કોઈ આર્થિક સમસ્યા ચાલી રહી છે તો દેવી લક્ષ્મીના રૂપમાં તુલસીના છોડની પૂજા કરવાથી અને તુલસી સંબંધિત ઉપાય કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે.

પરંતુ તે પહેલા તમારે એ જાણી લેવું જરૂરી છે કે વાસ્તુ અને જ્યોતિષમાં જણાવેલ તુલસી સંબંધિત મુખ્ય નિયમો કયા કયા છે. તો આજે આ લેખમાં અમે તુલસી સંબંધિત 20 મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ જણાવી છે.

1. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અને તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવવા માંગતા હોય તો ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો શ્રેષ્ઠ સમય કારતકનો મહિનો છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે જો તમે કારતક મહિનામાં તુલસીનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો દેવી લક્ષ્મીજી પણ ઘરમાં આવે છે.

2. શાસ્ત્રો અનુસાર કારતક મહિનામાં કોઈપણ ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લઈને આવવો જોઈએ. ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને શ્રી વિષ્ણુના રૂપમાં ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે.

3. વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડને હંમેશા ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. કહેવાય છે કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. 4. તમે ઘરની બારી કે ટેરેસ, બાલ્કની પર તુલસીનો છોડ રાખી શકો છો. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી દિશાને ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ.

5. ભૂલથી પણ તુલસીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ. આ દિશા પૂર્વજોની હોય છે અને જો તમે અહીં તુલસીનો છોડ રાખશો તો તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. 6. તમે ઈશાન દિશામાં પણ તુલસીનો છોડ રાખી શકો છો.

7. તમારે ઘરના પ્રવેશદ્વાર પર અને આંગણામાં અથવા એવી કોઈ જગ્યાએ જ્યાં કચરો રાખવામાં આવ્યો હોય અથવા ચપ્પલ કાઢવામાં આવે છે ત્યાં ક્યારેય તુલસીનો છોડ ના રોપવો જોઈએ કે રાખવો જોઈએ. 8. તુલસીને સિંદૂર અર્પણ કરવાને લઈને પણ ઘણી મૂંઝવણ રહેલી છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીજીને સિંદૂર અર્પણ કરી શકાય છે.

9.. હંમેશા માટીના ગમલામાં જ તુલસીનો છોડ રાખવો લગાવો. પ્લાસ્ટિકના પોટનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. તુલસીના ગમલાને શક્ય હોય તો તેમાં ચૂનો અથવા હળદરથી ‘શ્રી કૃષ્ણ’ લખો. 10. તુલસીનો છોડ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ગ્રહને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે.

11. તમે નિયમિત રીતે તુલસીની પૂજા કરી શકો છો પરંતુ સાંજે તુલસીને સ્પર્શ ના કરવી જોઈએ. આ સિવાય તમારી એકાદશી, રવિવાર, ચંદ્ર અને સૂર્યગ્રહણના વગેરે દિવસોમાં પણ તુલસીને સ્પર્શ ના કરવો જોઈએ. રવિવારે પણ તુલસીને પાણી ના અર્પિત કરવું જોઈએ.

12. તુલસીને જળ અર્પણ કરવાની સાથે તમે કાચું દૂધ પણ અર્પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે કાચું દૂધ ચઢાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. 13. તુલસીનો છોડ ક્યારેય રસોડા કે બાથરૂમ પાસે ના રાખવો જોઈએ. તમે પૂજા રૂમની બારી પાસે તુલસીનો છોડ રાખી શકો છો.

14. જો તમારે દરરોજ તુલસીની પ્રદક્ષિણા કરવી હોય તો જળ અર્પણ કરતી વખતે તુલસીના છોડની ત્રણ વાર પ્રદક્ષિણા કરો. તમારે સૌપ્રથમ સૂર્યને જળ અર્પણ કરવાનું છે અને પછી તુલસીને જળ અર્પણ કરવાનું છે. 15. જ્યારે તુલસીને પાણી અર્પણ કરો છો ત્યારે આ મંત્ર ‘મહાપ્રસાદ જનનિ, સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હર નિત્યમ, તુલસી ત્વમ નમોસ્તુતે.’ ઉચ્ચાર જરૂર કરો.

16. તમે 15 દિવસ સુધી ભગવાન કૃષ્ણ પાસે તુલસીના પાન રાખી શકો છો અને પછી જ્યારે તે પાન સુકાઈ જાય તો તમે તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકો છો.

17. સામાન્ય રીતે લોકો તુલસીને લાલ રંગની ચુનરી ચઢાવે છે, પરંતુ તે મંગળનો રંગ છે અને તુલસી બુધનો કારક છે. બુધ અને મંગળ મિત્રો નથી હોતા. બુધના અનુકૂળ ગ્રહો શુક્ર અને શનિ હોય છે. તેથી તુલસીજીને સફેદ, તેજસ્વી, વાદળી રંગની ચુનરી અર્પણ કરવી જોઈએ.

18. તમારે ઘરમાં હંમેશા 1, 3, 5 અથવા 7 ની સંખ્યામાં તુલસીનો છોડ રાખવો જોઈએ. આ નંબર 2, 4, 6 માં તુલસીનો છોડ ક્યારેય ના રાખવો જોઈએ.

19. તમારે ક્યારેય પણ તુલસીના છોડને અશુદ્ધ હાથોથી અથવા ગંદા હાથોથી સ્પર્શ ન કરવો જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી ખુબ જ નારાજ થઈ શકે છે. આશા છે કે તમને તુલસીના છોડને લગતી આ 19 વાસ્તુ ટિપ્સ પસંદ આવી હશે, તો આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા