hair fall control tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે અને હવે વાળ ખરવાનું એવું નથી કે તે માત્ર મોટી ઉંમરના લોકોને જ ખરે છે, પરંતુ આજના સમયમાં નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ આ સમસ્યાઓનો સામનો કરી રહી છે.

આપણે બધા વાળની ​​પુરેપુરી સંભાળ રાખીએ છીએ, પરંતુ અમુક બાબતોને કારણે તે વધારે ખરે છે, જેમ કે તણાવ, પ્રદૂષણ, આનુવંશિકતા, દવાઓની અસર, જીવનશૈલી વગેરેના કારણે આ સમસ્યા વધારે વધી રહી છે.

હવે બધા લોકો આ સમસ્યાને થોડી ઓછી કરવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે, તેમ છતાં કોઈ પરિણામ મળતું નથી? જો તમે પણ ખરતા વાળને અટકાવવા માંગો છો તો, જાણો કે વાળ ખરવાની સમસ્યાથી પીડિત લોકોએ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

બ્લીચ કરશો નહીં : જો તમારા વાળ ખરતા હોય તો પહેલી સલાહ એ છે કે વાળમાં વિવિધ પ્રકારના કલર કરવા માટે, તેમને પહેલા બ્લીચ કરવામાં આવે છે અને જેટલું હળવા શેડ એટલો જ વધારે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી વાળમાંથી કુદરતી ભેજ દૂર થશે અને વાળ વધારે ખરશે અને વાળ ડ્રાય, ફ્રિજી થશે.

વધારે હેર ટ્રીટમેન્ટ ના કરાવો : જો તમારા વાળમાં નુકસાન પહેલાથી જ શરૂ થઈ ગયું છે તો પછી વધુ વાળની વધારે ટ્રીટમેન્ટ ના કરવો. હેર રિબોન્ડિંગ, હેર સ્મૂથિંગ વગેરે એક વર્ષથી વધારે સમય સુધી વાળમાં ના કરાવો.

અઠવાડિયામાં એક કે બે વારથી વધારે માસ્ક ન લગાવો : ડેમેજ વાળ માટે માસ્ક લગાવવું જોઈએ. હેર માસ્ક વાળને પ્રોટીન અને હાઇડ્રેશન બંને પ્રદાન કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે દરરોજ લગાવો. વધારે લગાવવાથી પણ વાળ તૂટે છે. વાળને સુધારવા માટે તમે મોરોક્કન ઓઈલ માસ્ક, આર્ગન ઓઈલથી ભરપૂર માસ્ક અથવા એલોવેરા માસ્ક લગાવી શકો છો.

કેમિકલવાળા શેમ્પૂનો ઉપયોગ ના કરો : જો તમારા વાળ પહેલાથી જ ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે તો તમે SLS ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. તે વાળને નુકસાન સામે રક્ષણ આપી શકશે. જો તમારી સ્કેલ્પ ઓઈલી હોય તો તમારે SLS શેમ્પૂનો ઉપયોગ કરવો હોઈએ.

ઝીણા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ ના કરો : મોટા દાંતાવાળો કાંસકો વાળને ઓછું નુકસાન કરી શકે છે. જો વાળ ભીના હોય તો મોટા દાંતાવાળો કાંસકો શ્રેષ્ઠ રહેશે. જો તમારા વાળના ક્યુટિકલ્સ તૂટી ગયા હોય તો ઘર્ષણ ઘટાડવા માટે માત્ર મોટા દાંતાવાળા લાકડાના કાંસકોનો ઉપયોગ કરો.

ભીના વાળ પર હીટિંગ ટૂલ્સનો ઉપયોગ ના કરો : જો તમને તમારા વાળને સ્ટાઇલ કરવાની જરૂર લાગે તો પણ ધ્યાનમાં રાખો કે જો હીટિંગ ટૂલ્સ સીધા ભીના વાળ પર લગાવાથી વધુ નુકસાન કરશે. વાળમાં પાણી હોય અને જો સીધી ગરમી લગાવવામાં આવે છે ત્યારે વરાળ બનવા લાગે છે અને વાળને વધુ નુકસાન થાય છે. બીજી વાત એ છે કે હીટિંગ ટૂલ્સનું તાપમાન ઓછું રાખો.

આ બધી ટિપ્સ તમારા ખરતા વાળની ​​સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. જો તમારા વાળ ખૂબ ખરતા હોય અને આ ટિપ્સનો ઉપયોગ કર્યા પછી પણ ખરતા હોય તો તો ડૉક્ટરનો સંપર્ક કરો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા