sabudana raitu recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટાભાગના લોકો વ્રત કે ઉપવાસમાં સાબુદાણા ખાય છે, પરંતુ તે માત્ર વ્રત કે ઉપવાસ માટે જ ખાવા માટે નથી. તમે સામાન્ય રીતે તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવીને ખાઈ શકો છો. તમે તેની ખીચડી, ટિક્કી, ખીર બનાવી શકો છો. પરંતુ આ ચાલો હવે તમને સાબુદાણાના રાયતા બનાવવાની રીત શીખવીએ.

મારી પર વિશ્વાસ કરો કે, જો તમે એકવાર સાબુદાણા ટેસ્ટી રાયતા ખાશો તો તમે કાકડી અને બૂંદી રાયતા પણ ભૂલી જશો. ઉનાળામાં આમ પણ ખાવાની સાથે રાયતા હોય તો માજા આવી જાય છે, તે તમારા ખોરાકને પચાવવામાં મદદ કરે છે. હવે દરરોજ એક જ પ્રકારના રાયતા ખાઈને કંટાળી જઈએ છીએ.

તો તમને કંટાળો ન આવે તે માટે અમે તમારા માટે સાબુદાણાના રાયતાની રેસીપી લઈને આવ્યા છીએ. આ રાયતું તમારા રેગ્યુલર રાયતા કરતા પણ વધુ સારી હશે અને તેને બનાવવામાં પણ વધારે સમય નથી લાગતો. તો આવો, આજે જાણીએ કે સાબુદાણાના રાયતા બનાવવાની રીત.

સામગ્રી : 1 કપ સાબુદાણા (પલાળેલા), 4 કપ દહીં, 2-3 લીલા મરચાં, 4-5 મીઠા લીમડાના પાન, 1/4 ચમચી રાઈ, 1 ચમચી ફુદીનો જીણો સમારેલો, સ્વાદ માટે સંચળ, 1 ચમચી તેલ, પાણી (ઉકળવા માટે) અને ચપટી ચાટ મસાલો.

કેવી રીતે બનાવવું : એક કડાઈમાં પાણી નાખીને ઉકાળો, જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં સાબુદાણા નાખીને 2 થી 3 મિનિટ સુધી પકાવો. આ પછી બાકીનું પાણી નીતારી લો અને સાબુદાણાને ઠંડા થવા રાખો.

હવે બીજી કડાઈમાં તેલ મૂકી ગરમ કરો અને તેમાં રાઈના દાણા નાખો. આ પછી તેમાં લીલા મરચા, મીઠા લીમડાના પત્તા અને ફુદીનાના પાનને ઉમેરો. તમે તેને મરચાંની પેસ્ટ બનાવીને પણ ઉપયોગમાં લઇ શકો છો, પરંતુ તેને સીધું દહીંમાં જ ઉમેરી શકો છો.

હવે ફ્રિજમાંથી તમારું દહીં કાઢી લો અને તેમાં ઠંડા કરેલા સાબુદાણા ઉમેરો. હવે તેમાં તમારું તૈયાર કરેલો તડકો ઉમેરો અને ફરીથી ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો. દહીં ઠંડુ થાય એટલે, ફ્રિજમાંથી બહાર કાઢી તેમાં ચાટ મસાલો, સંચળ નાખીને મિક્સ કરો અને પછી કોથમીર અને ફુદીનો નાખી સર્વ કરો.

તો તૈયાર છે સાબુદાણા રાયતા, હવે તેને તમારા પરિવાર માટે વીકએન્ડમાં અથવા તો દરોજ પણ બનાવો અને ટેસ્ટ કરાવો. બધાને ખૂબ ગમશે. જો તમને આ રેસીપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા