food for better sleep at night
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આખો દિવસ ભાગદોડ કર્યા પછી પણ જ્યારે તમે રાત્રે ઊંઘતા નથી અથવા ઊંઘી ગયા પછી પણ અચાનક તમે મધ્યરાત્રિએ જાગી જાઓ છો અને પછી ફરીથી ઊંઘવામાં મુશ્કેલી પડે છે અને ત્યારે તમે પરેશાન થઇ જાઓ છો. આ સિવાય કેટલીક મહિલાઓ સહેજ પણ અવાજ આવે, બીજા રૂમમાંથી સહેજ પણ અવાજ આવે તો ઊંઘ નથી આવતી.

એક તરફ તમે ઊંઘ ના આવવાથી પરેશાન થઇ ગયા છો અને બીજી તરફ બીજા દિવસનું કામ તમને ઊંઘવા નથી દેતું. આપણે બધા એક દિવસ તો ઊંઘ ના આવવાના તણાવથી પસાર થયેલા જ છીએ અને જો આપણે રાત્રે પૂરતી ઊંઘ ના લઈએ તો તેની અસર આખા દિવસ પર પણ પડે છે.

એટલું જ નહીં પણ જો આપણને આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો તેની આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો તમે ઈચ્છો છો કે તમે શાંતિથી સૂઈ જાઓ અને તમારું જીવન સુખી રહે તો તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો.

શાંત ઊંઘ માટે તમારો ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. તમારા ખોરાક પર ધ્યાન આપીને સારી ઊંઘ મેળવી શકાય છે. બદામ, કીવી, અખરોટ, કેળા, ચણા, દૂધ, ઓટમીલ અને ચોખા એવા કેટલાક ખોરાક છે જે ઊંઘમાં મદદરૂપ થઇ શકે છે.

ઓટમીલ ઝડપથી પચતો ખોરાક છે : ઓટમીલ અને ચોખામાં કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તે ખૂબ જ ઝડપથી પચી પણ જાય છે, જેના કારણે તમને સારી ઊંઘ આવે છે. ઓટમીલ એ પોષણથી ભરપૂર હળવું ભોજન છે. તમે તેને રાત્રે દૂધ, મધ, કેળા અને બદામ સાથે ખાઈ શકો છો એટલે રાત્રે સૂતા પહેલા એક વાટકી ઓટમીલ ખાઓ.

કેલ્શિયમથી ભરપૂર દૂધ : રાત્રે સૂતા પહેલા દૂધ પીવું સારું માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. જો તમને પણ રાત્રે સૂવામાં તકલીફ થતી હોય તો સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળું દૂધ પી જાઓ.

દૂધમાં ટ્રિપ્ટોફૈન હોય છે જે સારી ઊંઘ સાથે સંકળાયેલ એમિનો એસિડ છે. વૈજ્ઞાનિક રીતે પ્રોટીન ટ્રિપ્ટોફૈનના બ્લોક્સ બનાવે છે અને દૂધ તેમાં ભરપૂર છે. આયુર્વેદ અનુસાર દિવસનો અંત એક ગ્લાસ ગરમ દૂધ સાથે થાય તો સારું હોય છે. તે મગજને શાંત કરે છે અને ઊંઘમાં ખલેલને પણ અટકાવે છે.

કાબુલી ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે : ઓટમીલમાં શરીરને ઊંઘનો સંકેત આપનાળુ મેલાટોનિન નામનું હોર્મોન જોવા મળે છે. કાબુલી ચણા ઊંઘ લાવવામાં આશ્ચર્યજનક રીતે મદદરૂપ થાય છે.

પ્રોટીનનો સારો સ્ત્રોત હોવા ઉપરાંત તેમાં વિટામિન B6 પણ ભરપૂર હોય છે જે શરીરમાં મેલાટોનિન બનાવે છે. તેથી સારી ઊંઘ મેળવવા માટે તમારે તમારા આહારમાં આ ત્રણ ખોરાક જરૂર સમાવેશ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા