Follow these tips to overcome shyness in children
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં બાળકોમાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કેટલું જ્ઞાન અને કૌશલ્ય છે તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ તમારામાં આત્મવિશ્વાસ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક દરેક સ્પર્ધામાં ખચકાટ અને શરમ વગર ભાગ લે તો આ લેખ તમારા માટે છે. અમે તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમારા બાળકોને આત્મવિશ્વાસ બનાવવા માટે અપનાવી શકો છો.

ભાગીદારી જરૂરી છે : કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવાથી ઘણું શીખવા મળે છે. બાળકો નવા લોજોને મળે છે, નવા લોકો સાથે વાતચીત કરે છે સ્પર્ધા માટે સારું પ્રદર્શન કરવા માટે સ્ટેજ પર જાય છે. આ તમામ સ્ટેજ પર બાળકનો આત્મવિશ્વાસ વધારે છે અને તેની અંદરનો ડર દૂર કરે છે.

દરેક વસ્તુ માટે પ્રેરિત કરો : ઘણી વાર બાળકોને ડર એટલા માટે લાગે છે કારણ કે તેમને તેમના જવાબ પર વિશ્વાસ નથી હોતો. તેથી શરૂઆતથી જ બાળકોને દરેક વસ્તુમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો. જયારે બાળક ભણવાની સાથે રમતમાં, સંગીતમાં અને ડાન્સમાં પરફેક્ટ બને છે ત્યારે તે પોતે કોઈપણ વસ્તુમાં ભાગ લેવાથી ડરતો નથી.

ખોટા શબ્દોનો ના કરશો ઉપયોગ : જરૂરી નથી કે આપણે બાળકો પાસેથી જેવી અપેક્ષા રાખીએ તેવું જ કરે. ઘણી વખત બાળકોને માતા-પિતા નાલાયક કહીને બોલાવે છે, જેના કારણે તેઓ પોતાની જાતને ઓછો આંકવા લાગે છે. બાળકોને ક્યારેય આવા શબ્દોથી ના બોલાવવા જોઈએ.

ગેમ્સથી મદદ લો : બાળકો સાથે રમતો રમવાથી પણ તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. રમત દરમિયાન, બાળકો એકબીજાને ઓળખે છે, શીખે છે અને પોતાના વિશે ઘણી વાતો કરે છે . આમ કરવાથી બાળકોની સામે કંઈક કહેવાનો ડર ખતમ થઈ જાય છે અને પછી ધીમે-ધીમે બાળક સંપૂર્ણ આત્મવિશ્વાસ પામે છે.

વિડિઓ બતાવો : સ્ટેજ પર પ્રદર્શન કરતી વખતે કેટલાક બાળકો ડરી જાય છે. જ્યારે આવું થાય, ત્યારે તેમને એવા બાળકોના વીડિયો બતાવો કે જેઓ સ્ટેજ પર કોઈ પણ ખચકાટ વગર પ્રદર્શન કરી રહ્યા છે. આવા વીડિયો જોઈને બાળકોમાં આત્મવિશ્વાસ લાગે છે.

તો આ કેટલીક ટિપ્સ હતી જેની મદદથી તમે તમારા બાળકોને આત્મવિશ્વાસને વધારી શકો છો. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને આવા જ વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા