fatela dudhmathi banti vangi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વાર ખૂબ જ ગરમી પડવાને કારણે અને દૂધ ગરમ કરવામાં ન આવે તો રાતનું દૂધ ફાટી જાય છે. આ ફાટી ગયેલા દૂધને તમારામાંથી ઘણી સ્ત્રીઓએ ફેંકી દીધું હશે. પણ આ જ ફાટેલા દૂધનો ઉપયોગ કરીને જ્યારે ટેસ્ટી અને હેલ્ધી વસ્તુઓ બનાવી શકો છો.

આના જ આ લેખમાં અમે તમને આ વિષે જ જણાવીશું. ફાટેલા દૂધમાંથી ઘણું બધું બનાવી શકાય છે. તમે તેને ઈંડા સાથે ખાઈ શકો છો અથવા તેને શાક પણ બનાવી શકો છો. તો પછી શું રાહ જોયા વગર, ચાલો જાણીએ તેમાંથી શું શું બનાવી શકાય છે.

બાફેલા ઈંડામાં મિક્સ કરો : જો તમે રોજ સવારે બાફેલા ઈંડા ખાઓ છો તો તેની સાથે ફાટેલું દૂધ ખાઈ શકો છો અને આનાથી તમને કેલ્શિયમની પૂરતી માત્રા પણ મળશે. આ માટે તમે બાફેલા ઈંડાના ટુકડા કરી લો અને પછી તેમાં ફાટી ગયેલું દૂધ ઉમેરો અને તમારા સ્વાદ અનુસાર થોડું કાળું મીઠું અને કાળા મરી ઉમેરીને ખાઈ શકો છો.

બરફી બનાવો : જો રાત્રે રાખેલ દૂધ સવારે ગરમ કરવાથી ફાટી જાય તો તમે તણો માવો બનાવો. માવો બનાવવા માટે એક વાસણમાં ફાટેલા દૂધને પાણી સુકાઈ જાય ત્યાં સુધી ગરમ કરો. જ્યારે પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને થોડીવાર રંધાવા દો, તમારો માવો બનીને તૈયાર થઇ જશે.

હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીને બરફીના આકારમાં કાપીને અડધા કલાક માટે ફ્રીજમાં રાખો. અડધા કલાક પછી તમે આ બરફી ખાઈ શકો છો.

દહીં અને છાશ બનાવો : તમે ફાટેલા દૂધમાંથી છાશ અથવા દહીં બનાવી શકો છો. ફાટી ગયેલા દૂધમાંથી દહીં પણ બને છે. ફાટેલા દૂધમાં એક ચમચી દહીં નાખીને એક દિવસ રાખો અને બીજા દિવસે તમે જોશો કે તમારું દહીં જામી જશે. હવે તમે તેમાંથી છાશ પણ બનાવીને પી શકો છો.

પનીર પણ બનાવી શકાય છે : તમે ઘરે પણ પનીર બનાવી શકો છો. પનીર ફાટેલા દૂધમાંથી જ બનાવવામાં આવે છે, તેથી તમારે દૂધ ફાડવાની પણ કોઈ જરૂર નહીં પડે. આ માટે તમારે ફાટેલા દૂધને એક મિનિટ માટે પકાવીને કપડામાં લપેટીને બેથી ત્રણ કલાક માટે રાખવું પડશે. આમ કરવાથી પાણી સંપૂર્ણ રીતે નીકળી જશે અને બાકીનું પનીર કપડામાં રહી જશે.

કેક બનાવો : તમે ફાટેલા દુશ્માથી કેક બનાવવા માટે કરી શકો છો, ફાટેલું દૂધ ખાવાના સોડા જેવું કામ કરે છે તેનાથી તમારી કેક બિલકુલ બગડશે પણ નહીં અને તેના બદલે તે વધારે હેલ્દી બનશે.

ગ્રેવીને ઘટ્ટ કરવા માટે : તમે ફાટેલા દૂધનો ઉપયોગ શાકની ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. તમારે ફક્ત ફાટેલા દૂધને રાંધેલા શાકભાજીમાં છેલ્લે ઉમેરવાનું છે અને બે મિનિટ માટે પકાવાનું છે. તેનાથી શાક પણ હેલ્ધી અને ગ્રેવી જાડી બનશે.

તેથી તમે પણ ફાટી ગયેલા દૂધમાંથી ઘણું બધું કરી શકો છો. તેથી જ્યારે દૂધ ફાટી જાય ત્યારે પરેશાન થઈને ફેંકી દેવાને બદલે તેનો આ રીતે ઉપયોગ હેલ્ધી ફૂડ બનાવવા માટે કરો.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા