Farali Kela Ni Cutlet Recipe In Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું ફરાળી કેળાની કટલેસ. આ કટલેસ એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. આ કેળાની કટલેસ તમે ઉપવાસ નાં સમયે ખાઈ શકો છો. તો એકવાર જોઈલો ઘરે સરળ રીતે કેળાની કટલેસ બનાવવા ની રીત.

  • સામગ્રી :
  • ૫-૬ નંગ કાચા કેળા
  • ૩-૪ નંગ બટાકા
  • ૩-૪ નંગ સિંગોડાનો લોટ
  • ૪ નંગ જીણા સમારેલા લાલ મરચા
  • ૧ આદુનો ટુકડો
  • ૧ ચમચી કાળા મરી
  • કોથમીર
  • તળવા માટે તેલ
  • મીઠું

ફરાળી કેળાની કટલેસ બનાવવાની રીત :

સૌ પ્રથમ કેળા અને બટાકાને બાફી લો. બંને બફાઈ ગયાં પછી તેની ઉપરની છાલ ઉતારી બરાબર મેશ કરી લો. હવે એક બાઉલ લઈ, બાઉલમાં મેશ કરેલાં ચુરમાં મીઠું, કાળા મરી અને આદુ મરચાંની પેસ્ટ ભેળવો. બધું સારી રીતે મેશ કરી તેની નાની નાની પેટિસ તૈયાર કરી લો.

એક નોનસ્ટિક કઢાઈમાં તેલ લઈ તેલ ને ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં પેટિસ મુકી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેને ડીપ ફ્રાય કરો, ત્યારબાદમાં એક પ્લેટમાં પેપર નેપકિન પાથરી તેના પર કટલેટ મુકો.જો તમારે કટલેટ ને તળવી ના હોય તો તેને શેલો ફ્રાય પણ કરી શકો છો.

3. બધુ તેલ તેમાંથી નીકળી જાય એટલે તેને દહીં સાથે સર્વ કરો. કટલેટ ને ખજુર અને આમલી ની ચટણી કે પછી લીલી કોથમીર ની ચટણી ની સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે તમારી ફરાળી કેળાની ની કટલેસ

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા