વ્રત માટે ફરાળી મોરૈયાના ઢોંસા બનાવવાની પરફેક્ટ રીત
ઉપવાસ નાં દીવસે શું ખાવું અને શું ન ખાવું તે દરેક નો પ્રશ્ન છે. તો આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા જે વ્રત અને ઉપવાસ માં ખાઈ શકાય છે. આ ફરાળી ઢોંસા આપણે ઇન્સ્ટન્ટ લોટ માંથી તૈયાર કરીશુ. તો ચાલો રેસિપી ઘરે કેવી રીત બનાવી શકાય તે વિષે જાણી લો.
સામગ્રી :
- ૧ બાઉલ મોરૈયો-સામો
- ૨ ચમચી શીંગોળાનો લોટ/ રાજગરાનો લોટ
- મીઠું
- ૨ ચમચી તેલ
- ૧/૨ ચમચી જીરું
- ૨-૩ લીલા મરચા
- કોથમીર
- પાણી
- ઘી/ બટર
બનાવવાની રીત :
4
- સૌ પ્રથમ ૪-૫ કલાક મોરૈયાને પલાળી રાખવો.
- પછી પાણી નીતારી થોડા પાણીમાં પીસી લેવું.
- હવે તે ખીરામાં લોટ, મીઠું, જરૂર મુજબ પાણી નાખી હલાવી લેવું.
- પછી એક વઘારીયામાં તેલ લઇ તેમાં જીરું અને મરચા નાખી ખીરામાં રેડી દેવું.
- છેલ્લે કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લેવું.
- ખીરું જેવું આપને સાદા ઢોસામાં બનાવી તેવું રાખવાનું.
- તવો ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરી ઘી નાખી બને બાજુ શેકી લેવું.
- તો તૈયાર છે નાળીયેરની ચટણી જોડે જમવા મોરૈયાના ઢોસા.
નોંધ:
- તમારે મસાલા ઢોસા બનવા હોય તો તેલમાં જીરું નો વઘાર કરી તેમાં લીલા મરચા, બટેકાનો માવો,શેકેલા શીંગ દાણાનો અધ્ધકચરો ભુક્કો, મીઠું અને કોથમીર ઉમેરી મસાલો બનાવાનો, જયારે ઢોસો એક બાજુ ચડી જાય એટલે મસાલો રાખી જેમ આપને નોર્મલ ઢોસા રેપ કરી તેમ કરી લેવો.
- જયારે મસાલા ઢોસા બનવાના થાય ત્યારે ખીરું સાદું રાખવાનું, એટલે કે ખીરામાં વધાર કરી નાખવાનો નહી.
- નાળીયેરની ચટણીમાં જ્યાં આપને રાઈ નાખી તેની બદલે તલનો વઘાર કરવાનો.