fangavela kathol na fayda gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા શરીરને દરેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ કઠોર ખાવું એ આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક રહે છે. જો એક પણ પોષક તત્વોની ઉણપ આવે તો આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થવા માંડે લાગે છે.

અહીંયા આપણે જાણીશું કે ફણગાવેલા કઠોળ ખાવાથી થતા ફાયદા વિશે.અહીંયા આપણે વાત કરીશું એક સાથે ફણગાવેલા કઠોળ મગ, ચણા, ચોળા અને મઠ ખાવાથી થતા ફાયદાઓ વિષે. દરેક પ્રકારના શાકાહારી ભોજનમાંથી પ્રોટીન મળતું નથી એટલા માટે જે લોકો પ્રોટીનની કમી ના કારણે થતી સમસ્યાઓ નો સામનો કરે છે એ લોકોને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ જેમાંથી પ્રોટીન મળી રહે છે.

હેલ્થનું ધ્યાન રાખવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરતા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે કાકડી, ટામેટા, મૂળો, કોબીજ, બીટ વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. પણ જો લીલા શાકભાજી તથા સલાડની સાથે ભોજનમાં  ફણગાવેલા અનાજ સામેલ કરવામાં આવે તો વધારે બમણો ફાયદો થઈ જાય છે.

તો ફણગાવેલા કઠોળ માંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો પણ મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે. કોઈ વ્યક્તિનું શરીર નબળું હોય તો ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.

સૌથી પહેલાં જાણીલો કે અનાજ ને ફણગાવવું કેવી રીતે: અનાજ અથવા તો કઠોળને ફણગાવવાની માટે, અંકુરિત કરવા માટે બે રીતનો ઉપયોગ થાય છે. એક રીત કે જે દરેક ગૃહિણીઓ અપનાવે છે. એટલે કે અનાજને ડબલ પાણીમાં પલાળી અને જયારે અનાજ પલળી જાય એટલે કપડામાં બાંધી લેવું.

બીજી રીત છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિના ત્રણ તબક્કા હોય છે. પહેલી પદ્ધતિ એ છે કે અનાજને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને એક બરણીમાં ભરો અને તેમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી, જે કોઈ અનાજ તથા કઠોળ કરતા બમણી માત્રાના બરણીમાં ભરી દો.

ત્યારબાદ તેને દો અને એક ખૂણામાં મૂકી દો. બીજા દિવસે પણ તેને ચોખ્ખા પાણી થી ધોઈ નિતારીને ફરી બરણીમાં ભરી દો. આમ કરવાથી અંકુર ફૂટવા લાગે છે. આ પ્રક્રિયા બે વાર કરવી પડે છે.

1) લોહીની અશુદ્ધિ દૂર કરે છે: ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહી સાફ કરે છે. લોહી સાફ થઈ જાય તો લોહીના કારણે જે બીમારીઓ થાય છે તે દૂર થાય અને લોહી સાફ કરવાથી ત્વચા સંબંધી બીમારીમાં પણ રાહત મળે છે.

નાના બાળકોને અડધો કપ ફણગાવેલું અનાજ આપવું જોઈએ, મોટા લોકોએ આખો કપ ફણગાવેલું અનાજ ખાવું જોઈએ જેથી લોહી ની બીમારી થશે નહીં.

2) પાચનને સારું રાખે: ફણગાવેલા કઠોળમાં વિટામીન એ, બી, સી અને આયર્ન, મેગ્નેશિયમ જેવા બધા જ પોષક તત્વો હોય છે. તેમજ તેમાં ફાઇબર ની પણ ખૂબ જ માત્રા હોય છે. તમારી હેલ્થ માટે ખૂબ જ સારું છે.

3) હાડકા મજબુત કરે: ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ સૌથી વધુ આવેલું હોય છે. જેથી બાળકો અને વૃદ્ધો ના હાડકા મજબુત રહે છે અને શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જાતી નથી.

4) મેદસ્વીતા દૂર કરે છે: એટલે કે જેમનું વજન વધારે હોય, થાક વધારે લાગતો હોય, આળસ વધારે આવતી હોય સાથે સાથે ફણગાવેલ અનાજ શરીરમાંથી એસિડને દૂર કરે છે અને શરીરમાં ઉર્જા વધારે છે .તેમજ વધારાની કેલેરી ઘટાડે છે .

5) હૃદય માટે ફાયદાકારક: ફણગાવેલા કઠોળમાં પોટેશિયમ તેમ જ ફેટી એસિડ આવેલા હોય છે જે હૃદયના રોગો માટે ખૂબ જ મહત્વના છે. ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.

6) આંખો માટે ખૂબ જ ઉપયોગી: જ ફણગાવેલા અનાજ ખાવાથી આંખની રોશની વધે છે તેમજ આંખના નંબર દુર થાય છે.

નોંધ:  ફણગાવેલા કઠોળ રાતના સમયે ન ખાવું જોઈએ, કારણ કે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. એટલે કોઈપણ વ્યક્તિએ સવારે ફણગાવેલું કઠોળ ખાવા, રાતે ખાવા નહીં.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફણગાવેલા કઠોળ ના ફાયદા || બાળકો અને વૃદ્ધોને શરીરમાં કેલ્શિયમ અને લોહીની ઊણપ થશે જ નહીં”

Comments are closed.