fafda recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામગ્રી

  • 2 કપ ચણાનો લોટ
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી અજમો
  • ¾ ચમચી પાપડ ખાર
  • મીઠું
  • 2-3 ચમચી તેલ
  • પાણી

ફાફડા બનાવવાની રીત (Fafda Recipe in Gujarati)

ઘરે ફાફડા બનાવવા માટે, એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળણીથી ચાળી લો.
ચણાના લોટમાં હિંગ, હળદર, અજમો, પાપડ ખાર અને તેલ ઉમેરો. લોટમાં તેલ બરાબર શોષાઈ ન જાય અને પાપડ ખાર સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરો.
હવે ધીરે ધીરે પાણી ઉમેરો અને નરમ અને ચીકણો લોટ બાંધો.
હવે કણકની ઉપર અડધી ચમચી તેલ ઉમેરીને ફરી એકવાર મસળી લો. કણકને 30 મિનિટ સેટ થવા માટે બાજુ પર રાખો.
હવે રોટલી વણવાનો પાટલો લો. તેના પર થોડું લગાવી લો. કણકનો એક નાનો ભાગ લો અને નળાકાર આકાર બનાવો. હવે તેને વેલણની વણી લો. તમે તેને હથેળીના નીચેના ભાગથી પણ દબાવીને બનાવી શકો છો, પરંતુ તે રીતે બનાવવા માટે તમને પ્રેક્ટિસની જરૂર પડે છે. વેલણથી ફાફડા બનાવવા એકદમ સરળ છે.
હવે કઢાઈમાં તેલ ગરમ કરી ફાફડાને તળી લો. ખાતરી કરો કે ફાફડા પર કોઈ પરપોટા ન દેખાય, જો તે દેખાય તો તેને ઝારાની મદદથી દબાવો. ફાફડા તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. તો તૈયાર છે માર્કેટ જેવા ફાફડા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા