dudhini kheer banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એકદમ ટેસ્ટી અને ક્રિમી એવી આજે આપણે દૂધીની ખીર રેસિપી શીખીશું. જ્યારે વ્રત કે ઉપવાસ હોય અને ગળ્યુ ખાવાનુ મન થાય તો આ ખીર બનાવી શકો છો. આ ખીર બનાવવામા ૧૦-૧૫ માં તૈયાર થઈ જાય છે અને બનાવવાની રીત પણ એકદમ સરળ છે. તો રેસિપી શિખીલો અને તો રેસિપી સારી લાગે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો.

  • સામગ્રી:
  • ૨૫૦ ગ્રામ છીણીલી દૂધી
  • ૩ ચમચી પલાળેલા સાબુદાણા
  • અડધો લીટર દૂધ
  • ૧ ચમચી ઈલાયચી પાઉડર
  • ૨ ચમચી ઘી
  • થોડા કાજુ નાં ટુકડાં
  • થોડા બદામ નાં ટુકડાંં
  • થોડા પિસ્તા નાં ટુકડાં
  • ૧/૪ કપ ખાંડ
  • ગ્રીન ફુડ કલર

દૂધીની ખીર બનાવવાની રીત

સૌ પ્રથમ જ્યારે તમારે ખીર બનાવવાની હોય તેના થોડા સમય પહેલા દૂધીને છોલી તેની છીણ કરી લેવી. હવે એક જાડા તળિયા વાળી કડાઈ ને ગેસ પર મૂકી તેમાં ૨ ચમચી ઘી એડ કરો. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં બદામ, કાજુ અને પિસ્તાના ટુકડા એડ કરી તેનો કલર થોડો બદલાય ત્યાં સુધી શેકી લો. દ્રાયફ્રુટ નો કલર બદલાઈ જાય એટલે તેને એક પ્લેટ માં લઇ લો.

હવે એજ કડાઈમાં વધેલા ઘી મા દૂધીની છીણ એડ કરી તેને ૩-૪ મીનીટ માટે શેકી લો. ઘી મા દૂધી શેકવાથી એકદમ સારો ટેસ્ટ આવશે અને દૂધીના માં રહેલું બધું પાણી બળી જશે.

૩-૪ મીનીટ માં દૂધી શેકાઈ જાય પછી તેના દુધ ઉમેરી સારી રીતે હલાવો. અહિયાં તમે ૩-૪ મીનીટ હલાવસો એટલે દૂધી સારી રીતે બફાઈ જસે. હવે ૩-૪ મીનીટ હલાવ્યા પછી તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

૩-૪ મીનીટ માં બધા સાબુદાણા ફૂલીને ઉપર આવી જસે. હવે તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે હલાવી મિક્સ કરી લો. જ્યાં સુધી બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.

ખાંડ બધી ઓગળી જાય એટલે તેમાં તળેલા ડ્રાયફ્રૂટ અને ઈલાયચી પાઉડર ઉમેરો. તો અહિયાં તમારી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ખીર સારી દેખાય તેના માટે થોડો ગ્રીન ફૂડ કલર એડ કરી સારી રીતે મિક્સ કરી લો. તો અહિયાં તમારી ખીર બનીને તૈયાર છે.

તમે આ ખીર ને અડધો કલાક ઠંડી કરી સર્વ કરી શકો છો અથવા તો ૧-૨ કલાક ફ્રીઝ માં સ્ટોર કરી પછી સર્વ કરી શકો છો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા