dudhi no handvo recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકો હોય કે વડીલો, તેમને દૂધીનું શાક ખવડાવવું મુશ્કેલ કામ છે. તેથી આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનો સ્વાદિષ્ટ નાસ્તો હાંડવો. આ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, જેને નાસ્તામાં બનાવવામાં આવે છે. તે ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ હાંડવો બનાવવાની રેસિપી.

દૂધીનો હાંડવો માટે સામગ્રી : ચોખાનો લોટ – 1/2 કપ (70 ગ્રામ), ચણાનો લોટ – 1/2 કપ (55 ગ્રામ), દહીં – 3/4 કપ, દૂધી – 250 ગ્રામ, મીઠું – 1/2 ચમચી, લાલ મરચું પાવડર – 1/4 ચમચી, લીલું મરચું – 1 ચમચી જીણી સમારેલ, આદુ – 1 ચમચી છીણેલું, હળદર પાવડર – 1/4 ચમચી, કોથમીર – 2 ચમચી, તેલ – 2 ચમચી, જીરું – 1 ચમચી, તલ – 2 ચમચી, મીઠા લીમડાના પાન – 15 સમારેલા, ઈનો – 1/2 ચમચી.

મગફળી નાળિયેળની ચટણી માટે સામગ્રી : મગફળી – 1/4 કપ, ચણા – 1/4 કપ, તાજુ નાળિયેર – 1/4 કપ છીણેલું, કોથમીર, આદુ – 1/2 ઇંચ, લીલા મરચા – 2, મીઠું – 1/2 ચમચી, લીંબુ – 1 ચમચી, તેલ – 1 ચમચી, રાઈ – 1/4 ચમચી, સુકા લાલ મરચા – 2, મીઠા લીમડાના પાન – 7.

બેટર બનાવવાની રીત : સૌ પ્રથમ એક બાઉલમાં 1/2 કપ ચોખાનો લોટ, 1/2 કપ ચણાનો લોટ અને 3/4 કપ તાજુ દહીં ઉમેરીને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી લો.

પછી 250 ગ્રામ દૂધીની છાલ કાઢીને તેને સારી રીતે ધોઈને બરછટ છીણી વડે છીણી લો. છીણ્યા પછી તેને બેટરમાં નાખીને મિક્ષ કરી લો. પછી તેમાં 1/2 ચમચી મીઠું, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, 1 ચમચી છીણેલું આદુ, 1/4 ચમચી હળદર અને 2 ચમચી લીલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

હવે તડકો લગાવવા માટે, પેનમાં 2 ચમચી તેલ નાખી ગરમ કરો. પછી ગરમ તેલમાં 1 ચમચી જીરું, 2 ચમચી સફેદ તલ અને 15-20 બારીક સમારેલા મીઠા લીમડાના પાન નાખો. તેમને થોડું ફ્રાય કરો અને પછી ગેસ બંધ કરો.

હવે આ તડકો અડધો બેટરમાં મિક્સ કરો અને અડધો તડકો એ જ પેનમાં રહેવા દો. પછી બેટરમાં 1/2 ચમચી ઈનો ફ્રુટ સોલ્ટ નાખી બરાબર મિક્સ કરી લો. આ રીતે બેટર તૈયાર થઈ જશે.

હાંડવો બનાવવાની રીત : તડકો બનાવેલા પેનમાં તડકો ફેલાવો અને બેટર રેડીને સારી રીતે ફેલાવો. પછી તેને ધીમી આંચ પર ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દો. 15 મિનિટ પછી તેની આસપાસ અને તેની ઉપર થોડું તેલ રેડો. પછી તેને ઢાંકીને ફરીથી 3-4 મિનિટ સુધી ચડવા દો.

પછી તેને પ્લેટની મદદથી પલટાવી, પેનમાં 1 ચમચી તેલ નાખીને ફરીથી પેનમાં બીજી બાજુ ચડવા મૂકી દો. તેને ફરીથી ઢાંકીને 5 મિનિટ પકાવો. 5 મિનિટ પછી હાંડવો બનીને તૈયાર થઇ જશે. ઓ તેને હવે પ્લેટમાં કાઢી લો.

મગફળી અને નાળિયેળની ચટણી : એક મિક્સર જારમાં, 1/4 કપ શેકેલી છાલ વગરની મગફળી, 1/4 કપ શેકેલા ચણા, 1/4 કપ છીણેલું તાજુ નારિયેળ, થોડી કોથમીર, 2 લીલા મરચાં, 1/2 ઇંચ આદુ, 1/2 ચમચી મીઠું, 1 ચમચી લીંબુનો રસ અને 2-3 ચમચી પાણી ઉમેરીને બારીક પીસી લો, પીનટ કોકોનટ ચટની તૈયાર છે.

વઘાર કરવા માટે, એક પેનમાં 1 ચમચી તેલ નાખી ગરમ કરો. ગરમ તેલમાં 1/4 ચમચી રાઈ નાંખો અને તેને તડતડવા દો. જયારે તડકે એટલે તેમાં 2 આખા લાલ મરચાં અને 6-7 મીઠા લીમડાના પાન ઉમેરો અને હલાવો. હવે ગેસ બંધ કરીને ચટણીમાં વાદઘર રેડો અને મિક્સ કરો.

સૂચના : બેટરને થોડું જાડું રાખો. શેકવા માટે હાંડવો નાખતી વખતે, તેલ ઓછું ગરમ ​​હોવું જોઈએ અને ગેસની આંચ પણ ઓછી-મધ્યમ હોવી જોઈએ. આ સામગ્રીનું માપ પરિવારના 2-3 સભ્યો માટે પૂરતો છે.

આ રીતે હાંડવો અને મગફળી નારિયેળની ચટણી તૈયાર છે. હવે તેને સર્વ કરો અને તેના સ્વાદનો આનંદ લો. જો તમને રેસિપી પસંદ આવી હોય તો, આવી અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા