dragon fruit na fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરવાના છીએ એક શક્તિશાળી ફળ વિષે. આ ફળ ને તમે બધા ફળોમાં સૌથી વધુ શક્તિશાળી કહી શકો છો. અત્યારના સમયમાં આપણી ખોટી જીવનશૈલીને કારણે આપણી આસપાસ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, કિડની, નાક સાથે સાથે શરીરમાં સાંધાના દુખાવા, હાડકાના રોગ છે, દાંત ને લગતા એવા ઘણા બધા રોગો જોવા મળે છે.

અત્યારે દરેક માણસ કોઈના કોઈ તો બીમારી કે રોગનો ભોગ બનેલો હોય છે. આ બધી જ બીમારીઓ નું સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે. આપણે સવારમાં ઉઠીને માત્ર 20થી 30 મિનિટ કસરત પણ કરી શકતા નથી. કસરત ન કરવાથી શરીર એકદમ ખોખળું અને નકામું બની જાય છે.

અત્યારે ઘરે બનાવેલી વસ્તુ કરતા બહારની વસ્તુ ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. બીજાની દેખા દેખીમાં લોકો મોજથી ખાતા હોય છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે બહારનું ભોજન તમને નુકશાન જ પહોંચાડે છે. જે લોકો વધુ બહારનું ખાવાનું પસંદ કરે છે તે લોકોનું શરીર લાંબા સમયે નકામું બની જાય છે.

તમારા શરીરના હાડકાંને અંદરથી એકદમ નબળા પાડી દે છે જેના કારણે તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થાય છે. જેની પાચનશક્તિ સારી નથી તેમના શરીરમાં કબજિયાતને કારણે લોહીનો બગાડ થાય છે. ઉપરાંત ચામડીના રોગો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત શરીરમાં ડાયાબિટીસની સમસ્યા, હાર્ટના રોગ, શરીરના હાડકા નબળા પડી જાય છે.

આ તમામ સમસ્યાઓનું સમાધાન છે ભગવાને આપેલું આ એક શક્તિશાળી ફળ છે. આ ફળ જે તમારી આ તમામ પ્રકારની સમસ્યાથી છૂટકારો આપશે. ડાયાબીટીસ માટે આ ફળ રામબાણ કહેવાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ થતાં તમારા હાર્ટને લગતા રોગ દૂર થાય છે, બ્લોકેજ નસો ખુલી જાય છે અને તેના કારણે તમારા શરીરમાં જો કમજોરી કે નબળાઈ હોય તો તે દૂર થાય છે.

તો આ ફળનું નામ છે ડ્રેગન. ડ્રેગન ફળનું નામ તમે સાંભળ્યું હશે. આ ફળનું નામ બદલીને હાલમાં કમલમ કરવામાં આવ્યું છે. આ ફળની અંદર વિટામીન સી ઉપરાંત એન્ટી ટ્યૂમર ગુણો રહેલા છે. એન્ટી ટ્યૂમર ગુણોના કારણે તે શરીરમાં ક્યાંય પણ ટ્યુમર થવા દેતું નથી. શરીરમાં કેન્સર નથી થવા દેતું. શરીરમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ ગુણોના કારણે આપણું શરીર બેક્ટેરિયા અને વાયસર થી બચાવી રાખે છે.

આ ફળ વિટામિન એ અને વિટામીન સી ધરાવે છે. વિટામિન એ અને વિટામિન સી આપણી આંખો અને વાળ માટે ઉપયોગી છે. વિટામિન સી આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ એટલે કે શરીરના દરેક અંગો નો ફાયદો થવો, દરેક અંગો સ્વસ્થ થવા.

આ ફ્રુટ ની અંદર ખૂબ સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. કેલ્શિયમ તમારા હાડકાઓને મજબૂત કરે ઉપરાંત દાંતને લગતા રોગોને દૂર કરે છે. જો તમારા શરીરમાં આયર્નની કમી હોય તો આ ફળ દૂર કરે છે. સૌથી વધુ સ્ત્રીઓમાં આયર્નની સમસ્યા વધુ જોવા મળે છે.  આયર્નની કમી દૂર કરવા માટે ડ્રેગન ફળનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવાનો છે.

આ ઉપરાંત ડાયાબિટીસના કારણે જે હૃદયને લગતી કોઈ સમસ્યા થઇ હોય, શરીર નબળું પડેલું હોય તો તે સમસ્યાથી પણ છુટકારો આપે. શુગર લેવલને કંટ્રોલ કરે છે, ઉપરાંત શરીરની નબળાઈ દુર કરે છે અને શરીર એકદમ મજબૂત બનાવી દે છે.

તો આજથી આ ફળનો ઉપયોગ કરવાનો ચાલુ કરો. જે લોકો છે આ ફળ અઠવાડીયામાં બે વખત તમારે ખાવાનું છે. વધારે નથી ખાવાનું, કારણ કે વધારે આ ફળમાં રહેલું ફાઈબર તમારા પેટને બગાડી શકે.

અઠવાડિયામાં બે વખત ખાસ તો તમારા પેટને લગતા તમામ પ્રકારના રોગ મટી જશે કારણ કે એમાં ફાઈબર, પોટેશિયમ જેવા તત્વો છે જે પાચનશક્તિને સારી કરે છે જેનાથી પેટના રોગ દૂર થાય છે. ગેસ કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાથી પણ તમને છુટકારો મળી જશે.

તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા