farali dosa recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Farali Dosa Recipe : ઢોંસા એ ગુજરાતીઓની લોકપ્રિય ડિશ છે જે તમે જાનતા હશો .તમે બહાર તો અનેક વાર ઢોંસા ખાધા હશે પરંતુ ક્યારેય ઘરે આ રેસિપી બનવવાની ટ્રાય કરી છે?  જો ના… તો જાણી લો ઘરે ફરાળી મોરૈયાના ઢોસા બનાવવાની આ આસાન રેસિપીઃ

સામગ્રી

  • ૧ બાઉલ મોરૈયો-સામો લેવો
  • ૨ ચમચી શીંગોળાનો લોટ/રાજગરાનો લોટ લેવો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચી તેલ લેવુ
  • ૧/૨ ચમચી જીરું લેવુ
  • ૨-૩ લીલા મરચા લેવા
  • કોથમીર
  • પાણી
  • ઘી/બટર લેવુ

dosa recipe in gujarati

બનાવવાની રીત 

સૌ પ્રથમ ૪-૫ કલાક મોરૈયાને પલાળી ને રાખવો. હવે પછી તેમાથી પાણી નીતારી થોડા પાણીમાં પીસી લેવું. હવે તે ખીરામાં લોટ, મીઠું, તેમજ જરૂર મુજબ પાણી નાખી હલાવી લેવું. પછી એક વઘારીયામાં તેલ લઇ તેમાં જીરું અને મરચા નાખી ખીરામાં રેડી દેવું. હવે કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લેવું. તમારે ખીરું જેવું આપણે  સાદા ઢોસામાં બનાવીએ  તેવું રાખવાનું. તવાને ગરમ કરો અને તવો ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરી ઘી નાખી બને બાજુ શેકી લેવું. તો હવે તૈયાર છે મોરૈયાના ઢોસા જે એક્દમ સ્વાદિષ્ટ જમવા  માટે તૈયાર છે..

નોંધ:

  • તમારે મસાલા ઢોસા બનવા હોય તો તેલમાં જીરું નો વઘાર કરી તેમાં લીલા મરચા, બટેકાનો માવો,શેકેલા શીંગ દાણાનો અધ્ધકચરો ભુક્કો, મીઠું અને કોથમીર ઉમેરી મસાલો બનાવાનો, હવે જયારે ઢોસો એક બાજુ ચડી જાય એટલે મસાલો રાખી જેમ આપને નોર્મલ ઢોસા રેપ કરીએ  તેમ કરી લેવો.
  • જયારે મસાલા ઢોસા બનવાના થાય ત્યારે તમારે ખીરું સાદું રાખવાનું, એટલે કે ખીરામાં વધાર કરી નાખવાનો નહી.
  • નાળીયેરની ચટણીમાં જ્યાં આપને રાઈ નાખી તેની બદલે તલનો વઘાર કરવાનો જેથિ ખાવામા  મજા આવે .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે Facebook Page ને LIKE કરો 👉👉 રસોઇ ની દુનિયા

rasoi ni duniya