dosa banavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઢોસા એક એવી સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. ઢોસા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તે તેટલા જ વધુ આરોગ્યપ્રદ હોય છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેને નાસ્તાથી લઈને ડિનરમાં પણ તેને ખાવાનું પસંદ કરે છે. જો કે ઢોસા દર વખતે બહાર ખાવા એ સ્વાસ્થ્ય માટે સારું નથી પણ જો તમે ઇચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો.

ઢોસા ઘરે જ બનાવવા કઈ વધારે મુશ્કેલ નથી પરંતુ કેટલીકવાર તેને બનાવતી વખતે મહિલાઓને ઘણી સમસ્યા થાય છે. જેમ કે, ક્યારેક બેટર તવા પર સારી રીતે ફેલાતું નથી અને ક્યારેક તવા પર જ ચોંટી જાય છે, જેના કારણે તે બરાબર બની નથી શકતો.

હોઈ શકે છે તમે પણ ઢોસા બનાવી રહ્યા હોય ત્યારે કદાચ તમને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે ઢોસા બનાવતી વખતે ના કરવી જોઈએ.

તવો ગરમ ના હોવો : કેટલીક મહિલાઓ ગેસ ચાલુ કર્યા પછી તરત જ તેના પર બેટર રેડીને ફેલાવવાનું શરૂ કરી નાખે છે. પરંતુ આના કારણે બધુ જ બેટર કડાઈને ચોંટી જાય છે તેથી તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તવો ના તો ખૂબ ગરમ હોવો જોઈએ અને ના તો ખૂબ ઠંડો.

તવો બરાબર ગરમ છે કે નહિ તેમ તપાસવા માટે તમે એક નાનો ટેસ્ટ કરો. ઉપર થોડું પાણી છાંટો. પાણી છાંટો એટલે પાણી તરત જ ઉકળવું જોઈએ પરંતુ એટલું પણ નહીં કે તે ખૂબ વરાળ ઉત્પન્ન કરે. જો આ રીતે હોય તો પછી તમે તેને તેના પર બેટર રેડીને ફેલાવી શકો છો.

તવાને ગ્રીસ ના કરવો : આ તમને નાની ભૂલ લગતી હશે પણ આ ભૂલ તમારા ઢોસા સારી રીતે નથી બનતા. તમારે તવા પર વધારે તેલ રેડવાની જરૂર નથી. તમે ઢોસા બનાવતા પહેલા તવા પર થોડા ટીપાં રેડીને, અડધી કાપેલી ડુંગળી અથવા પેપર ટુવાલથી તેને ફેલાવો. આ નિયમ ખાસ કરીને નોન-સ્ટીક પેન માટે છે જેને ગ્રીસની જરૂર નથી. પછી તમે બેટરને તવા પર રેડી શકો છો.

બેટરમાં બરાબર આથો નથી આવતો : ઢોસાના બેટરમાં સારી રીતે આથો લાવવો પણ ખૂબ જ જરૂરી છે. તમે જોયું હશે કે જ્યારે ઢોસાને તવા પર બનાવવામાં આવે ત્યારે તેમાં નાના કાણાં દેખાય છે. પરંતુ જો તમે તવા પર બેટર રેડો ત્યારે આ કાણા દેખાતા નથી તો તેનો અર્થ એ છે કે બેટર સારી રીતે આથો નથી. આ પ્રકારના બેટરથી ઢોસા સારા નથી બનતા. આના કારણે ઢોસા તવા પર પણ ચોંટી શકે છે.

ખોટી પેન અથવા તવાના ઉપયોગ : ઢોસા બનાવતી વખતે તમે કયું પેન કે તવાનો ઉપયોગ કરો છો તે પણ ખૂબ મહત્વનું છે. સામાન્ય રીતે ઢોસા બનાવવા માટે લોખંડની પેનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તમે નોન-સ્ટીક પેનનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે આ સિવાય બીજા કોઈપણ સ્કીલેટનો ઉપયોગ કરશો નહીં.

બેટરની કન્સીસ્ટન્સી ઠીક ના હોવું : ઢોસા બનાવતા હોવ ત્યારે ઢોસાનું બેટર ક્રીમી હોવું જોઈએ. ઘટ્ટ બેટરને કારણે ઢોસા બરાબર બનતા નથી અને બેટર તવા પર પણ ચોંટી જાય છે. બીજી તરફ જો બેટર ખૂબ પાતળું હોય તો તે તવા પર ફેલાવતા જ તે બળી જશે. તેથી બેટરની કન્સીસ્ટન્સી પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે.

જો તમને આ જાણકરી પસંદ આવી છે તોઆવી જ કિચન ટિપ્સ, અવનવી રેસિપી અને હોમ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા આઠે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા