dish washing tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાસણો ધોવા એ એવું ઘરનું કામ છે જે મહિલાઓને દરરોજ ત્રણ વાર કરવું જ પડે છે. સામાન્ય રીતે, ડીશ સાફ કરવા માટે ડીશવોશરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં ભાગ્યેજ એવા ઘર હશે જ્યાં મહિલાઓ ડીશવોશરનો ઉપયોગ કરતી હોય. સામાન્ય રીતે ડીશ કે વાસણો ધોવા માટે સ્ત્રીઓ તેમના હાથની મદદ લે છે.

ડીશ વોશિંગ ક્યારેક ખૂબ જ વ્યસ્ત બની શકે છે. દરરોજ વાસણો ધોયા પછી પણ મહિલાઓ સાફ કરતી વખતે કેટલીક નાની-નાની ભૂલો કરે છે, જેનો તેમને ખ્યાલ પણ નથી હોતો. બની શકે છે તમે પણ અત્યાર સુધી ખોટી રીતે વાસણો ધોતા આવ્યા હશો.

વાસણો ધોતા તમારે જરૂર કરતા વધારે મહેનત કરવી પડે છે. ડિશ વોશિંગ માં થોડી મિસ્ટેકને કારણે તમારી સ્કિન અને હેલ્થ પર પણ ખરાબ અસર પડી શકે છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને ડીશ સાફ કરતી વખતે થતી કેટલીક ભૂલો વિશે જણાવીશું.

લાંબા સમય સુધી વિચારો કરતા રહેવું : આ એક એવી સામાન્ય ભૂલ છે જે પાછળથી ચોક્કસ તમારા કામમાં ઘણો વધારો કરશે. ઘણી વખત એવું બને છે કે રસોઈ બનાવ્યા પછી અને જમ્યા પછી પણ આપણે વાસણો સિંકમાં રાખી દઈએ છીએ અને તેને તરત જ સાફ કરવા માંગતા નથી.

તેથી જ આપણે તેને છોડી દઈએ છીએ અને બીજું કામ કરવાનું શરૂ કરીએ છીએ. પરંતુ તમારે તે ન કરવું જોઈએ. હકીકતમાં જ્યારે વાસણો સિંકમાં લાંબા સમય સુધી રહે છે ત્યારે તે સુકાઈ જાય છે અને ગંદકીને કારણે બેક્ટેરિયા વધવા લાગે છે. પાછળથી જ્યારે તમે આ વાસણો સાફ કરો ત્યારે તમારે તમારો વધુ સમય અને પ્રયત્ન કરવો પડશે.

તો આવી સ્થિતિમાં રાત્રિભોજન અથવા બપોરે જમ્યા પછી તરત જ વાસણો સાફ કરવાનો પ્રયાસ કરો. જો તમે આવું નથી કરવા માંગતા તો ઓછામાં ઓછા એક વખત વાસણોને પાણીથી ધોઈ લો.

વાસણોને જંતુનાશક નથી બનાવતા : સામાન્ય રીતે જ્યારે સ્ત્રીઓ વાસણો ધોવે છે ત્યારે તેમને લાગે છે કે તેઓ પણ જીવાણુનાશિત થઈ ગયા છે. પરંતુ વાસ્તવમાં આવું જ હોય, તે જરૂરી નથી. ઘણી વખત તમે સામાન્ય ડીશ શોપ ઉપયોગ કરો છો, જે ગંદકી ને દૂર તો કરે છે પરંતુ બેક્ટેરિયાથી છુટકારો મળતો નથી.

તેથી વાસણો સાફ કરવા માટે એન્ટીબેક્ટેરિયલ ડીશ સોપનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ વાસણોને જંતુમુક્ત કરશે. આ સિવાય વાસણ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો વાસણો સારી રીતે સાફ થશે.

ગંદા સ્પોન્જનો ઉપયોગ કરવો : આપણે બધા વાસણો ધોવા માટે સ્પંજનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમારો સ્પોન્જ પહેલેથી જ ગંદો છે તો તમે હકીકતમાં વાસણોમાં બેક્ટેરિયા ફેલાવી રહ્યા છો. વાસણો સાફ કરવા માટે ક્યારેય ગંદા સ્પોન્જનો ઉપયોગ ભૂલથી પણ ના કરો.

તમે તેને અમુક સમયે બદલતા રહો. આ સિવાય પણ દર બીજા દિવસે સ્પોન્જને સાફ કરવાનું ભૂલશો નહીં કારણ કે તેમાં ઘણી બધી ગંદકી અને બેક્ટેરિયા એકઠા થયા હોઈ શકે છે.

હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો : આ એક સામાન્ય ભૂલ લગભગ દરેક ઘરમાં મહિલાઓ કરે છે. મહિલાઓ સીધો જ સ્પોન્જ હાથમાં લે છે અને ડીશ સોપ લગાવીને વાસણો સાફ કરવાનું શરૂ કરે છે. પરંતુ આ ઘણું નુકસાનકારક છે. સૌથી પહેલા તમારા હાથની નમી દૂર થઇ જાય છે અને તે શુષ્ક દેખાવા લાગે છે. તેનાથી હાથ પર ઈજા થવાની શક્યતા પણ ઘણી વધી જાય છે. તેથી ડીશ સાફ કરતી વખતે હંમેશા મોજા પહેરો.

આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે તો તેને આગળ મોકલો જેથી કરીને જે લોકો આ વાતથી અજાણ છે તેમને પણ આ જાણકારી મળી શકે. આવા જ બીજુએ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા