diabetic patients food in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ડાયાબીટીસ એક ગંભીર બીમારી છે. ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ દિવસેને દિવસે નબળી પડતી હતી હોય છે. ડાયાબિટીસ વાળા વ્યક્તિનું હ્રદય કમજોર પડે છે. હ્રદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓ અને નશો બ્લોક થાય છે. ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિ ના હાડકા નબળા પડી જાય છે.

પાચનશક્તિ સાવ કમજોર પડે છે, કિડની, આંતરડા અને ફેફસામાં વધારે પડતા ઇન્ફેક્શન થવાનો ડર રહે છે તથા ઘણા વિટામીનની ખામી પણ સર્જાઈ છે. તેથી શરીર પર ક્યાંય ઘા પડે તો રુજાતા ઘણો સમય લાગે છે અને ક્યારેક ક્યારેક આ જ વસ્તુ ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિનું જીવન જોખમમાં નાખે છે. હવે જાણીલો ડાયાબિટીસ કયા કારણે થાય છે.

૧) વજન વધવાના કારણે:  જો કોઈ વ્યક્તિનું વજન તેની ઉંમરની સરખામણીમાં વધી ગઈ હોય કે શરીરમાં ફેટની માત્રા વધી ગઈ હોય તો તે ડાયાબિટીસનું કારણ બની શકે છે.  ૨) વધારે પડતું ગળ્યું વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થાય છે. ગળી વસ્તુ ખાવાથી શરીરમાં બ્લડ શુગરની માત્રા વધી જાય છે. જે ડાયાબિટીસની સમસ્યા ને પેદા કરે છે.

૩) ઓછું પાણી પીવાના કારણે:  દિવસભરમાં ૪ થી ૫ લીટર પાણી પીવું દરેક માનવી માટે જરૂરી છે. જો કોઈ વ્યક્તિ દિવસભર માત્ર એક થી બે લીટર પાણી પીએ છે તો તેને ડાયાબિટીસનો ખતરો ૭૦ થી ૮૦ ટકા વધી જાય છે.

૪) વ્યાયામનો અભાવ હોવાના કારણે ડાયાબિટીસ થઈ શકે છે. જો તમે વ્યાયામ નથી કરતા તો તમારા શરીરને ફેટ નહીં મળે. વ્યાયામ નો અભાવ હોવાથી આપણા શરીરમાં રહેલ અંગો પોતાનું કામ કરતા બંધ થઇ જાય છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓને આમંત્રણ આપે છે.

૫) નિયમિત ભોજન ન કરવાના કારણે: શું તમે અલગ-અલગ સમય પર જમો છો. તો તમને ડાયાબિટીસ થવાનો ખતરો ૭૫ ટકા જેટલો વધી જાય છે. હવે જાણીલો કે ડાયાબિટીસના દર્દીઓએ કયા કયા ફ્રુટ ખાવા જોઈએ અને કઈ કઈ શાકભાજી વધારે ખાવી જોઈએ.

૧) કિવી:કિવી ની અંદર વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. જે આપણા લોહીને શુદ્ધ કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને કિવી ફળ ખાવાની સલાહ આપે છે. 

૨) જમરૂખ:જમરૂખ ની અંદર ફેટની માત્રા ઓછી હોય છે. જેથી જમરૂખ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. જમરૂખ હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

૩) સંતરા: ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા એક ઔષધિ સમાન સ્વરૂપ છે. સંતરા, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળો વિટામીન સીથી ભરપૂર હોય છે તથા આ ફળોમાં ફાઈબર અને પોટેશિયમ રહેલા હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. 

૪) તરબુચ: તરબૂચ ની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે અને પોટેશિયમ ની સૌથી વધુ જરૂર ડાયાબિટીસના દર્દીઓને પડતી હોય છે. તેથી આ ફ્રુટ ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે. હવે જાણીલો કે ડાયાબિટીસના દર્દીઓ વધારે કંઈ શાકભાજી ખાઈ શકે છે.  

૫) પપૈયું: જો તમારે ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે તો પપૈયું તમારા માટે રામબાણ સાબિત થશે. પપૈયાની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. ૬) સફરજન:સફરજન ની અંદર બે  પ્રકારના ફાઇબર મળી આવે છે જે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

૧) પાલક:પાલક ની અંદર મળી આવતા મેગ્નેટ પોટેશિયમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. તેથી પાલક બે-ત્રણ દિવસે એકવાર ખાવી જ જોઈએ અને તેનું જ્યૂસ પીવું જોઈએ. ૪) ભીંડા:ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડા ખૂબ જ ફાયદાકારક હોય છે અને આ ભીન્ડનું શાક ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

૨) કારેલા:  આપણા શરીરમાં વધી ગયેલા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે કારેલા રામબાણ ઔષધી છે. ડાયાબિટીસથી પીડાતા લોકોએ કારેલાનું શાક જરૂર ખાવું જોઈએ. કારેલાનું જ્યુસ પણ પીવું જોઈએ.

૩) બીટ: બીટ ની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. ડાયાબિટીસના કારણે આવતી કમજોરીને દૂર કરવા માટે બીટ સૌથી બેસ્ટ ઉપાય છે. ડાયાબિટીસ વાળા વ્યક્તિએ રોજ બીટનો જ્યુસ પીવો જોઇએ.

૫) દૂધી અને રીંગણાં:  દુધી અને રીંગણા અલગ અલગ રીતે ખાવા જોઈએ. રોજ સવારે દૂધીનો જ્યૂસ પીવાથી ડાયાબિટીસ મટે છે અને હૃદય રોગથી બચી શકાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ રીંગણા ખાવા જોઈએ. ૬) કોબીજ: રોજ જમતા સમયે કોબીનો સલાડ ખાવો જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા